SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જબુતીવપન્નતિ-૪/૧ વાળા ઉપરના ભાગમાં પાંચસો યોજન લંબાઈ પહોળાઈવાળા મૂલમાં ૩૧૬૨ યોજનથી કંઈક વધારે પરિધિવાળા મધ્યભાગમાં બે હજાર યોજન ત્રણસો બોતેર યોજનથી કંઈક વધારે પરિધિવાળા શિખરની ઉપરના ભાગમાં ૧૫૮૧ યોજનથી કંઈક વધારે પરિક્ષેપ વાળા આ યમક પર્વત છે. આ પર્વત મૂળમાં વિસ્તારવાળા મધ્ય ભાગમાં કંઇક સંકોચ યુક્ત તથા ઉપરના ભાગમાં તેનું નામ અલ્પતર આયામ વિધ્વંભવાળા છે. તથા અન્યો ન્ય સમાન સંસ્થાનવાળા આ યમક પર્વતો છે. તેમનું સંસ્થાન મૂળથી શિખર સુધી ઉંચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળા યમક પર્વત છે. સવ ત્મના સોનાના છે. અચ્છ અને ગ્લક્ષણ છે. પ્રત્યેક અલગ અલગ રહેલા છે. પદ્મવર વેદિકાથી વીંટાયેલા છે. દરેક વનષડથી વીંટાયેલા છે. પાવરવેદિકા બે ગભૂત ઉંચી છે. પાંચસો ધનુષ જેટલો તેનો વિસ્તાર છે. વેદિકા અને વનખંડના વર્ણનવાળા વિશેષણ અહિંયા કહી લેવા જોઈએ. તે યમક પર્વતની ઉપર ના શિખરમાં અત્યંત સમતળ હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. યોજન ઉંચા છે. એકત્રીસ યોજન અને એક ગાઉના આયામ વિખંભવાળા કહેવામાં આવેલ છે ભૂમિ ભાગ ઉપર મધ્યભાગ માં બે પ્રાસાદ છે જે ૬રા પ્રાસાદ્યની અંદર રહેલા સિંહાસનોની ઉપર યમક નામના દેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર ભદ્રાસનો કહે વામાં આવેલા છે. હે ભગવનું શા કારણથી એમ કહેવામાં આવે છે. કે- આ યમક નામના પર્વત છે? હે ગૌતમ! યમક નામક પર્વતના તે તે દેશ અને પ્રદેશમાં નાની નાની વાવોમાં યાવતું પુષ્કરણિયોમાં, દીઘિકાઓમાં, ગુંજલિ કાઓમાં, સરપંક્તિયોમાં, સરઃ સર પંક્તિયોમાં બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ યાવતુ કુમુદ, નલિન, સુભગ, સૌગન્ધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર સહસ્ત્ર પત્ર શતસ હસ્ત્ર પત્ર ખીલેલ કેસરવાળા પત્રો યમકની પ્રભાવાળા યમક વર્ણવાળા હોય છે. તેથી અથવા યમક નામ મહદ્ધિક બે દેવો અહિંયા નિવાસ કરે છે. એ કારણથી આ પર્વતનું નામ યમક પર્વત એ પ્રમાણે કહેવામાં આવે છે એય મક નામવાળા દેવ એ યમક પર્વતની સહિત ચાર હજાર અઝમહિષિયોનું, ત્રણ પરિષદાઓનું. સાત સેનાઓનું, સાત સેનાધિપતિયોનું, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવોનું યમકા રાજધાનીનું તથા તે સિવાય અન્ય ઘણા એવા યમક રાજધાનીમાં વસનારા દેવ અને દેવિયોનું આધિપત્યપૌરપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, આજ્ઞેશ્વર સેનાપત્યત્વ કરતો તેઓનું પાલન કરતો જોર જોરથી તાડન કરાયેલ નાટ્ય, ગીત, વારિત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૂંદગના ચતુર પુરૂષોએ વગાડેલ શબ્દોના શ્રવણ પૂર્વક દિવ્ય ભોગોપભોગોને ભોગવતા થકા નિવાસ કરે છે. એ કારણથી હે ગૌતમ! એમ કહેવામાં આવેલ છે. આ પર્વતનું નામ યમક પર્વત છે. અને આ નામ શાશ્વત કહેલ છે. હે ભગવનું યમક નામના દેવની યમિકા નામની રાજધાની ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશામાં બાર હજાર યોજન જવાથી ત્યાં આગળ યમક દેવની નામની બે રાજધાનીયો કહેવામાં આવેલ છે. બાર હજાર યોજન તેનો આયમ વિખંભ લંબાઈ પહોળાઈ છે. ૩૭૯૪૮ યોજનથી કંઈક વધારે તેનો પરિક્ષેપ ઘેરાવો છે. બન્ને રાજધાની પ્રાકાર-મહેલથી વીંટાયેલ છે. યમિક નામની બેઉ રાજધાનીને વીંટાયેલ મહેલો સાડત્રીસ અને અર્ધ યોજન-બે ગાઉ ઉપરની તરફ ઉંચા છે. મૂલ ભાગમાં સાડા બાર યોજનનો તેનો વિખંભ છે. મધ્ય ભાગમાં તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy