SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જંબુદ્રીવપન્નત્તિ - ૪/૧૩૯ યોજન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. તે નિર્ગિછિ દના ઉત્તર દિગ્દર્તી તોરણોથી સીતોદા નામે મહાનદી નીકળે છે. એ મહા નદી પર્વતની ઉપર ૭૪૨૧-૧/ ૧૯ યોજન સુધી ઉત્તર દિશા તરફ પ્રવાહિત થઈને પછી એ ઘટના મુખમાંથી નીકળતા જલપ્રવાહની જેમ વેગશાલી પોતાના વિશાલ પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. એનું પ્રવાહ પ્રમાણ કંઈક વધારે ૧૦૦ યોજન જેટલું કહેવામાં આવેલ છે. એ સીતોદા મહાનદી જ્યાંથી પ્રપાત કુંડમાં પડે છે ત્યાં એક વિશાળ જિહ્નિકા છે. એનું આયામની અપેક્ષાએ પ્રમાણ ૪ યોજન જેટલું અને વિખુંભની અપેક્ષાએ ૫૦ યોજન જેટલું છે. તેમજ એક યોજન જેટલા પ્રમાણનું આનું બાહલ્ય છે. એનો આકાર મગરના ખુલા મુખના જેવો છે તેમજ એ સર્વાત્મના વજ્રમયી છે, અને સર્વથા નિર્મળ છે. સ્રીતોદા મહા નદી જ્યાં પડે છે ત્યાં એક સીતોદા પ્રપાત નામક કુંડ આવેલ છે. ૪૮૦ યોજન પ્રમાણ એનો આયામ એને વિખંભ છે તેમજ કંઇક કમ ૧૫૧૮ યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ સર્વથા સ્વચ્છ છે. આ પ્રમાણે અહીં કુંડ સંબંધી વક્તવ્યતા સમજી લેવી જોઇએ. એ સીતોદા પ્રપાત કુંડના ઠીક મધ્ય ભાગમાં એક સીતોદ દ્વીપ નામક દ્વીપ છે. એનો આયામ અને વિખુંભ ૬૪ યોજન જેટલો છે. તેમજ ૨૦૨ યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ પાણી ઉપર બે ગાઉ સુધી ઉપર ઉઠેલ છે. એ દ્વીપ સર્વાત્મના રત્નમય છે અને સર્વથા નિર્મલ છે. ગંગાદ્વીપ પ્રકરણમાં જેવી પદ્મવવેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શયનીય અને ત્યાં તેમના નામ વિષે જે કારણો સ્પષ્ટ કરવામાં આવેલાં છે તેવું જ સર્વ કથન અહીં પણ પ્રકરણાનુસાર જાણી લેવું જોઇએ. તે સીતોદા પ્રપાત કુંડના ઉત્તરદિગ્દર્તી તોરણ દ્વારથી સીતોદા મહાનદી નીકળે છે, અને નીકળીનવે તે દેવ કુરુક્ષેત્રમાં પ્રવાહિત થતી થતી પૂર્વ અને અપર તટવર્તી ચિત્ર-વિચિત્ર કૂટોને પર્વતોને નિષધ, દેવકુરૂ સૂર સુલસ તેમજ વિદ્યુત્પ્રભ એ સમશ્રેણિ વર્તી પાંચ ોને વિભક્ત કરતી તેમની મધ્યમાં થઇને પ્રવાહિત થાય છે. તે સંબંધમાં વિભાગક્રમ આ પ્રમાણે છે ચિત્ર-વિચિત્ર પર્વતોની વચ્ચે પ્રવાહિત થાય છે તેથી ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં રાખીને અને વિચિત્ર કૂટ પર્વતોની પશ્ચિમમાં રાખીને આ નદી દેવકુરુમાં પ્રવાહિત થાય છે. સમ શ્રેણિવર્તી પાંચે પાંચ હને આ વિભક્ત કરે છે અને તેમની અંદરથી પ્રવાહિત થાય છે. એ સમયમાં જ એ દેવકુરુવર્તી ૮૪ હજાર નદીઓથી યુક્ત થઇ જાય છે અને પ્રપૂરિત થઈ જાય છે. અને પછી મેરુનું જે પ્રથમ વન ભદ્રશાલ વન છે ત્યાં જાય છે. જતાં જતાં એ મેરુને એ ૨ યોજન દૂર મૂકી દે છે. આ પ્રમાણે શીતોદા અને મેરુ વચ્ચેનો અન્તરાલ આઠ ગાઉનો થઈ જાય છે. એ પશ્ચિમ તરફ જઈને અધો ભાગવર્તી વિદ્યુત્પ્રભનામક વક્ષસ્કાર પર્વત નૈૠત્ય દિગ્દર્તી, કુરુગોપક પર્વતને વિભક્ત કરતી મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વિદ્યમાન અપર વિદેહ ક્ષેત્રમાં અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં વહે છે. ત્યાં એમાં એક-એક ચક્રવર્તી વિજયથી આવી આવીને ૨૮-૨૮ હજા૨ બીજી નદીઓ મળે છે. ચક્રવર્તી વિજયો ૧૬ છે. એ ૧૬ ચક્રવર્તી વિજ્યોની ૨૮-૨૮ સહસ્ર નદીઓના હિસાબથી ૪૪૮૦૦૦ જેટલી નદીઓની સંખ્યા થઈ જાય છે. તેમજ એ સંખ્યામાં દેવકુગત ૮૪૦૦૦ નદીઓની સંખ્યા જોડીએ તો એ સર્વ નદીઓનો પરિવાર-૫૩૨૦૦૦ થઇ જાય છે. આ સીતોદા મહાનદી નિર્ગમન સ્થાનમાં હરિત નદીના પ્રવાહની અપેક્ષાએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy