SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જંબુદ્ધીવપન્નત્તિ- ૩૭૫ વિશેષોના ધ્વનિ પ્રતિધ્વનિ રૂપ શબ્દો દ્વારા ગગનતલને સપૂરિત કરતું ઉત્તર પૂર્વ દિશામાં સ્થિત વૈતાઢ્ય પર્વતની તરફ ચાલ્યું. સિધુ દેવીના ભવનથી વૈતાદ્ય સુર સાધન માટે વૈતાઢ્યસુરાવાસભૂત વૈતાઢ્યકૂટ તરફ પ્રયાણ કરતાં ચક્રરત્ન ને ઈશાન દિશામાં જ સરલતા થઈ. એથી જ તે આ માર્ગથી ગયું. ત્યારબાદ તે ભરતચક્રી યાવતુ જ્યાં વૈતાઢ્ય પર્વતનો દક્ષિણાદ્ધ ભરતનો પાર્શ્વવર્તી નિતમ્બ-મૂળભાગ હતો ત્યાં આવ્યો. પડાવ નાખીને યાવતુ તેણે વૈતાઢ્યગિરિ કુમારદેવની સાધના માટે અષ્ટમભક્ત વ્રત ધારણ કર્યું. અષ્ટભક્ત ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતવાળા એથી બ્રહ્મ ચારી તેમજ દર્ભના સંથારા ઉપર સમાસીન રા હાથ પ્રમાણ દભસિન ઉપર સ્થિત. મણિમુક્તા આદિ અલંકારોથી વિહીન થયેલા એવા તે ભરતચક્રી પૂર્વમાં કહ્યાં મુજબ જ વૈતાઢ્યગિરિ કુમારદેવના ધ્યાનમાં એકચિત્ત થઈ ગયા. ત્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવનું આસન કંપાયમાન થયું. ત્યાર બાદ જે પ્રમાણે સિન્ધ દેવીના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અહીં પણ સમજવું. જ્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવના વિજયોપલક્ષ્યમાં ૮ દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન થઇ ચુક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પશ્ચિમ દિશામાં વર્તમાન તિમિસ્ત્રી ગુહાની તરફ પ્રસ્થિત થયું જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ પશ્ચિમ દિશામાં તમિત્રા ગુહા તરફ જતું જોયું અને તે હર્ષિત તેમજ સંતોષિત ચિત્ત થયેલો યાવતુ તેણે તમિસ્રા ગુહાની પાસે જ તેનાથી વધારે દૂર પણ નહિ અને અધિક નિકટ પણ નહિ પણ સમુચિત સ્થાનમાં પડાવ નાખ્યો. યાવત્ કૃતમાલદેવને સાધવા માટે તેણે અષ્ટમભક્તની તપસ્યા સ્વીકાર કરી કૃતમાલદેવનું આસન કંપાયમાન થયું. અહીં વૈતાઢ્યગિરિ કુમારદેવના પ્રકરણમાં જે પ્રમાણે કથન કહેવામાં આવ્યું છે, અહીં સમજી લેવું જોઈએ. પ્રીતિદાનમાં તેણે ભરત રાજાને આપવા માટે સ્ત્રીરત્ન માટે રત્નમય ૧૪ લલાટ-આભરણો જેમાં છે એવા અલંકાર ભાંડ-આભરણ કરંડક, કટકો, યાવતું આભ રણો લીધાં.એ સર્વ આભરણોને લઈને તે કૃતમાલદેવ તે દેવપ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો ચાલતો તે ભરત રાજા પાસે આવ્યો. ઈત્યાદિ સર્વકથન જાણી લેવું જોઈએ. [૩૬] કૃતમાલદેવને સાધ્યા પછી ભરત મહારાજાએ શ્રેણી પ્રશ્રેણીજનોને આઠ દિવસનો મહામહોત્સવ આયોજિત કરવાની આજ્ઞા આપી. ભરત મહારાજની આજ્ઞા મુજબ મહામહોત્સવ સપૂર્ણ થઈ જવાની રાજાને ખબર આપી ત્યારે ભરત રાજાએ સુષેણ નામક સેનાપતિને બોલાવ્યો. અને બોલાવીને તેને કહ્યું. હે દેવાનુપ્રિય ! તમે સિધુ મહાનદીના પશ્ચિમ દિગ્ગત ભરતક્ષેત્ર ખંડરૂપ નિષ્ફટ પ્રદેશનો કે જે પૂર્વમાં અને દક્ષિણમાં સિધુ મહાનદી વડે પશ્ચિમ દિશામાં પશ્ચિમ સમુદ્ર વડે અને ઉત્તર દિશામાં વૈતાઢ્ય નામક ગિરિ વડે વિભક્ત છે, તેમજ ત્યાંના બીજા સમવિષમરૂપ અવાન્તર ક્ષેત્રોને અમારે અધિન કરો. અમારી આજ્ઞા વશવર્તી બનાવીને ત્યાંથી તમે નવીન રત્નોને દરેક પ્રકારની ઉત્કૃષ્ટતમ્ વસ્તુઓને ગ્રહણ કરો આ પ્રમાણે ભરત દ્વારા આજ્ઞપ્ત . થયેલો તે સેનાપતિ સુષેણ કે જેનો યશ ભરતક્ષેત્રમાં પ્રખ્યાત છે એના જેના પ્રતાપથી ભરતની સેના પરાક્રમશાલી માનવામાં આવે છે. જે સ્વયં તેજસ્વી છે, જેનો સ્વભાવ ઉદાત્ત છે. વિપુલ આશયવાળો છે, શરીર સંબંધી તેજથી તેમજ સત્યાદિ લક્ષણોથી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy