SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વફખારી-૩ ૧૪૫ [૭૪-૭૫] આ પ્રમાણે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતીર્થકુમારના વિજયોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસનો મહોત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળ્યું. નીકળીને તે યાવતુ દિવ્ય ત્રુટિત નામક વાદ્યવિશેષના શબ્દ સનિનાદ વડે ગગનતલને સમ્પરિત કરતું સિધુ મહાનદીના દક્ષિણ કુલથી પસાર થઈને પૂર્વ દિશામાં સિધુ દેવીનાં ભવન તરફ ચાલ્યું. જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને સિંધુ મહાનદીના દક્ષિણ તટ ઉપર થઈને પૂર્વદિશામાં સિન્ધ દેવીના ભવન તરફ જતું જોયું તો તે જોઈને તે રાજા અતીવ આનંદિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અહીં તે ભરતચકી જ્યાં સિન્ધદેવીનું ભવન હતું-નિવાસસ્થાન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે સિધુ દેવીના ભવનની પાસે જ યથોચિત સ્થાનમાં પોતાનો ૧૨ યોજન લાંબો અને ૯ યોજન પહોળો શ્રેષ્ઠ નગર જેવો વિજય સ્કન્ધાવાર નિવેશ કર્યો. પૌષધશાળામાં બેસીને ભરત રાજાએ સિન્ધદેવીને પોતાના વશમાં કરવા માટે ત્રણ ઉપવાસો કયાં ત્રણ ઉપવાસ લઈ ને તે પૌષધ વ્રતવાળો એથી બ્રહ્મચારી ભરતચક્રી અઢી હાથ પ્રમાણ દભસિન ઉપર પૂર્વોક્ત મણિ સુવણિિદ સર્વનો પરિત્યાગ કરીને બેસી ગયો અને સિન્ધ દેવીનું મનમાં ધ્યાન કરવા લાગ્યો. જ્યારે તે ભરત રાજાની અષ્ટમ ભક્તની તપસ્યા સમાપ્ત થવા આવી કે તેજ સમયે દેવીનું આસન કંપાયમાન થયું. સિંધુ દેવીએ પોતાના અવધિજ્ઞાનને જોડ્યું ભરતરાજાને જોઈને તેના મનમાં આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભરત નામે રાજા ઉત્પન્ન થયો છે. અતીત અનાગત તેમજ વર્તમાન સિન્ધદેવીઓનો એ કુલપરંપરાગત આચાર છે કે તેઓ તે ભારતના ચક્રવર્તિઓને નજરાણું પ્રદાન કરે. માટે હું જાઉં અને હું પણ તે ભરત રાજાને નજરાણું પ્રદાન કર્યું આમ વિચાર કરીને તેણે ૧૦૦૮ કુંભો અને અનેક મણિઓ તેમજ કનક, રત્ની રચનાથી જેમાં અનેક ચિત્રો મંડિત છે એવા ઉત્તમ ભદ્રાસનો તેમજ કટક- ત્રુટિત- સર્વ આભૂષણોને લઈને તે ઉત્કૃષ્ટ વિશેષણોવાળી ગતિથી ચાલતી ચાલતી જ્યાં ભરત રાજા હતો, ત્યાં આવી. ત્યાં આવીને તે આકાશ માર્ગમાં જ અવસ્થિત રહી. નીચે ઉતરી નહીં. ત્યાં ઊભી રહીને જ તેણે બન્ને હાથોની અંજલિ મસ્તક પર મૂકીને સર્વ પ્રથમ ભરતા રાજાને જય-વિજય શબ્દોથી વધામણી આપી. દેવાનુપ્રિયે કેવકલ્પ સંપૂર્ણ ભરતક્ષેત્ર જીતું લીધું છે. હું પણ આપ દેવાનુપ્રિયના દેશમાં જ રહેનારી છું. એથી આપ દેવાનું પ્રિયની જ હું આજ્ઞા કિંકરી છું- એથી આપ દેવાનુપ્રિય મારા વડે આપવામાં આવેલા આ પ્રીતિદાનને ગ્રહણ કરો. આમ સિધુ દેવી દ્વારા પ્રદત્ત સર્વ નજરાણું ભરત ચક્રીએ ગ્રહણ કરી લીધું અને પછી સમ્માન અને સત્કાર સાથે તેણે સિંધુદેવીને વિસર્જિત કરી દીધી. ત્યાર બાદ ભરતચકી પૌષધશાળામાંથી બહાર આવ્યા. અને બહાર આવીને જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. સ્નાન કરીને બલિકર્મ કર્યું ભોજન મંડપમાં આવ્યા. અષ્ટમ ભક્તની પારણા કરી. પછી તે યાવતુ પૂર્વદિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયા. સિંહાસન ઉપર બેસીને પછી તેમણે ૧૮ શ્રેણિ પ્રશ્રેણિજનોને બોલાવ્યા. બોલા વીને યાવતું તે શ્રેણિ પ્રશ્રેણિજનોએ આઠ દિવસનો મહામહોત્સવ કર્યો. અને મહા મહોત્સવ સમ્પન્ન થઈ જવાની સૂચના રાજાને આપી. ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન પહેલાંની જેમ જ આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યો અને નીકળીને યાવતું અનેક વાદ્ય [10] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy