SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪-૧ ૧૯૫ જલિયા, જલચારિકા, ગંભીર, ણીણિય, તંતવ, અચ્છિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર, દોલા, ભ્રમર, રિલી, જરુલા, તોટ્ટા, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જલવિંછી, પિયંગાલ, કણગ, ગોમયકીડા, અને તે સિવાયના બીજા પ્રકારના હોય તે. તે બધા સંમૂર્છિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે. -પર્યાપ્ત અને અપર્યાપ્તા. ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવપ્રજ્ઞાપના કહી. [૧૫૪] પંચેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? ચાર પ્રકારે છે. નૈરયિકપંચેન્દ્રિયસંસાર સમાપન્ન-જીવાપ્રજ્ઞાપના, તિર્યંચયોનિક- સંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના, મનુષ્ય પંચેન્દ્રિય-સંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપન અને દેવપંચેન્દ્રિય સંસારસમાપત્ર જીવ પ્રજ્ઞાપના. [૧૫૫] નૈરયિકો કેટલા પ્રકારના છે ? નૈરયિકો સાત પ્રકારના છે. રત્નપ્રભા પૃથિવીવૈરયિકો, શર્કરાપ્રભાપૃથિવીનૈરયિકો, વાલુકાપ્રભાપૃથિવીવૈરયિકો, શંકપ્રભા પૃથિવીવૈરયિકો, ધૂમપ્રભાપૃથિવીવૈરયિકો, તમઃપ્રભાપૃથિવીવૈરયિકો, તમઃતમપ્રભા પૃથિવીનૈયિકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અપયિતા. એમ નૈરિયકો કહ્યા. [૧૫૬] પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે ? પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ પ્રકારના -જલચર સ્થલચર, ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો. [૧૫૭-૧૬૦] જલચરપંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે ? પાંચ પ્રકારના છે. મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને શિશુમાર. મત્સ્યો કેટલા પ્રકારના છે ? મત્સ્યો અનેક પ્રકારના કહ્યા છે. સહ્મચ્છા-, ખવલ્લ મત્સ્યો, જંગમસ્ત્યો, વિજ્ઝડિયા, મરગિ મત્સ્યો, રોહિતમત્સ્યો, હલીસાગર, ગાગર, વડ, વડગર, ગબ્ભય, ઉપગાર, તિમિ, તિમિંગિલ, નક્ર, તંદુલમત્સ્ય, કણિકામત્સ્ય, સાલિ, સત્થિય મત્સ્ય, લંભન મત્સ્ય, પતાકા, પતાકાતિપતાકા, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય. કચ્છપો કેટલા પ્રકારના છે ? કચ્છપો બે પ્રકારના છે. તે આ પ્રમાણે અસ્થિકચ્છપો અને માંસકચ્છપો. ગ્રાહો કેટલા પ્રકારના છે ? ગ્રાહો પાંચ પ્રકારના છે.દિલી, -વેષ્ટક, -મૂર્ધજ, પુલક અને સીમા કાર. મગરો કેટલા પ્રકારના છે ? મગરો બે પ્રકારના છે. સોંડ મગર અને મઢ મરગ. શિશુમારો કેટલા પ્રકારના છે ? શિશુ માર એક પ્રકારના કહ્યા છે. તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય તે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. -સંમૂર્છિત અને ગર્ભ વ્યુત્ક્રાન્તિક. તેમાં જે સંમૂમિ છે તે બધા નપુંસક છે. તેમાં જે ગર્ભવ્યુત્ક્રા-ન્તિક છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.-સ્ત્રી, પુરૂષ અને નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તા જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલા સાડા બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે એમ કહ્યું છે. એ પ્રમાણે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [૧૬૧] સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે.-ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને પરિસર્પસ્થલચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકો. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે ? ચાર પ્રકારના કહ્યા છે. એકખરીવાળા, બે ખરીવાળા, ગંડીપદો અને સનખપદ એકખરી વાળા કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકાર ના કહ્યા છે. અશ્વ, અશ્વતર ઘોડા, ગર્દભ, ગોરક્ષર, કંદલગ, શ્રીકંદલગ આવર્તગ, તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે, બેખરીવાળા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy