SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પન્નવણા - ૧-i૩૭ સ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? બાર પ્રકારે વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, પર્વગો, તૃણા, વલયો, હરિતો, ઓષધિઓ, જલરુહો અને કુહણા એ પ્રમાણે જાણવા. ૩િ૮-૪૬] વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. –એકબીજવાળા અને બહુબીજવાળા-એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે ? વૃક્ષો અનેક પ્રકારે કહ્યા છે. -લીંબડો, આંબો, જાંબુ, કોસંબ-કોશામ્ર, મુદ્રામ્ર, જંગલી આંબો. સાલ રાળ નું ઝાડ, અંકોલ, પીલું, સેલુ, સલ્લકી. મોચકી , માલુક, બકુલ-, પલાશ, કરંજ, પુત્રજીવ, અરીઠા, બહેડા, ક-હરડે, ભીલામા, ઉંબેભરિકા ક્ષીરિણી, ઘાતકી પ્રિયાલ- પૂતિનિ બકરંજ- કચુકાનું ઝાડ, સુહા -શીશમ, અસન, પુન્નાગ-નાગકેસર, નાગવૃક્ષ, શ્રીપર્ણ સીવણ, અશોક અને તે સિવાય બીજા તેવા પ્રકારના વૃક્ષો. એઓના મૂલો, કંદો, સ્કંધોત્વચા, શાખા અને પ્રવાલો અસંખ્યાતજીવવાળા હોય છે. પાંદડાં પ્રત્યેક જીવવાળાં, પુષ્પો અનેક જીવવાળાં, અને ફળો એક બીજવાળાં છે. બહુબીજાવાળા વૃક્ષો કેટલા પ્રકાર ના છે? વૃક્ષો અનેક પ્રકારના છે. અસ્થિક, તિક-, કપિ Fક-કોઠા, અંબાડક, માતુલિંગ બિલ્વ, આમળાં, ફણસ, દાડમ, અશ્વત્થ- ઉંબરો, ન્યગ્રોધ, નંદિવૃક્ષ પારસ પીંપળો, પિપલી-, શતરી- પ્લેક્ષવૃક્ષ- કાકોદુબરી, કુતુંબરી, દેવદાલી, તિલક, લકુચ, છત્રોધ, શિરીષ, સપ્તપણે દઘિપર્ણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ કુટજ, કદંબ, એ સિવાય તેવા પ્રકારના હોય તે બહુબીજાવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, કંદો, સ્કંધો, ત્વચા, શાખા અને પ્રવાલો- અસંખ્યજીવવાળા છે. પાંદડાઓ એક એક જીવવાળા છે, પુષ્પો અનેક જીવવાળા છે અને ફલો બહબીજવાળા છે. એમ વૃક્ષો કહ્યા. ૪િ૬-પ૨ ગુચ્છો કેટલા પ્રકારના છે ? ગુચ્છો અનેક પ્રકારના છે. રીંગણી, સાલેડું, થુંકડી, કથ્થરી, જાસુમણા, રુપી, આરઢકી, નીલી, તુલસી, માતુલીંગી- , કુતું ભરી, પિપ્પલિકા, અસલી, વલ્લી, કાકમાચી (પીલુડી), વચ્ચ, પટોલકંદલી, વિવિા, વત્થલ-,-બોરડી, પત્તહર, સીયઉર, નવસય જવાસો, નિર્ગુડીને, કસુંબરિ, અત્થઈ, તલઉડા, શણ, પાણ, કાસમદ કાસું દરો, અગ્ધાડ, શ્યામા-, સિંદુવાર-, કરમદ-, અદસગ, કરીર- એરાવણ-મહિત્ય, જાઉ લગ, માલગ, પરિલી,ગજમારિણી- કુવ્વકારિયા, બંડી, ડોડી, કેતકી, ગંજ, પાટલા- દાસી- અંકોલ અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ગુચ્છો જાણવા. પિર-પ૬] ગુલ્મો કેટલા પ્રકારના છે ? ગુલ્મો અનેક પ્રકારના છે. સેરિયકનવ-માલિકા- કોટક- બંધુજીવક-બપોરીયો,-મોગરાની જાતિ, પિઇય, પાણ, કણેર, કુન્જક-, સિંદુવાર- જાઈ, મોગરો,-જૂઇ, મલ્લિકા- વાસંતી-નેમાલી, વત્થલ કબ્દુલ, સેવાલ, ગ્રન્થી, મૃગદન્તિકા, ચંપકજાતિ, નવણીયા, મહાજાતિ-એમ અનેક પ્રકારના ગુલ્મો જાણવા. [૫૬-૫૮] લતા કેટલા પ્રકારે છે ? લતા અનેક પ્રકારે છે. પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા મોગરાની વેલ, અતિમુક્ત લતા- કંદ- અને શ્યામલતા શ્વેત ઉપસરી, એ સિવાય બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે લતાઓ જાણવી. પિ૮-૬૪] વલ્લીઓ કેટલા પ્રકારે છે ? વલ્લીઓ અનેક પ્રકારે છે ? પૂસફલી, કાલિંગી- તંબી, ત્રપુષી-, એલવાલુંકી- ધોષાતકી પંડોલા, પંચાગુલિકા, નીલી-ગળી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy