SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર કરી લેવું જોઇએ. ત્યાં સુપ્રભ અને મહાપ્રભ એ નામના બે દેવો મહર્બિક વિગેરે વિશેષણો વાળા રહે છે. તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. આ કારણથી આ દ્વીપનું નામ ક્ષોદોદક દ્વીપ” અર્થાતુ ઈશુ રસ દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અહીયાં ચંદ્રથી લઈને તારા રૂપ પર્યન્તના જેટલા જ્યોતિષિક દેવો છે, તે બધા ધૃતોદક સમુદ્રમાં કહ્યા પ્રમાણે સંખ્યાત જ છે. ક્ષોદવર દ્વીપને ચારે બાજુએથી ક્ષોદોદક નામના સમુદ્ર ઘેરેલ છે. એ ગોળ છે. અને તેનો આકાર વલયના જેવો છે. એ સમચક્રવાલ વિધ્વંભવાળો છે. તેનો સમચક્રવાલ વિખંભ સંખ્યાત હજાર યોજન પ્રમાણનો છે. અને એટલાજ પ્રમાણ વાળી તેની પરિધિ છે.વિગેરે મનોહર પ્રશસ્ત વિશ્રાન્ત સ્નિગ્ધ અને સુકુમાર ભૂમિભાગ જ્યાંનો હોય છે, એવા દેશમાં નિપુણ કૃશિકાર-દ્વારા કાષ્ટના લ-અને વિશેષ પ્રકારના હળથી ખેડેલી ભૂમિમાં જ સેલડીને વાવવામાં આવી હોય અને બુદ્ધિશાળી પુરૂષ દ્વારા જેનું સંરક્ષણ કરવામાં આવ્યું હોય ઘાસ વગરની જમીનમાં જે વધેવ હોય, અને એજ કાર ણથી જે નિર્મળ અને પાકીને વિશેષ પ્રકારથી વધી ગયેલ હોય તેમજ મીઠા રસથી જે યુક્ત હોય તથા શીતકાળના જંતુઓના ઉપદ્રવ વિનાની બની હોય એવી સેલડીનો ઉપરનો અને નીચેનો મૂળનો ભાગ કાઢીને તથા તેની ગાંઠોને પણ અલગ કરીને બળવાન બળદો દ્વારા યન્ત્રથી પીલીને કાઢવામાં આવેલ રસ કે જે કપડાથી ગાળેલો હોય અને તે પછી સુગંધવાળા પદાર્થો નાખીને સુવાસિત બનાવવામાં આવેલ હોય તે જેવો પથ્યકારક હલકો સારા વર્ણવાળો યાવતુ આસ્વાદ કરવાને યોગ્ય બની જાય છે. એવું જ ક્ષોદ વર સમુદ્રનું જળ છે. ભગવનું તો ક્ષોદવર સમુદ્રનું જળ એવા પ્રકારનું હોય છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. કેમકે ક્ષોદરના સમુદ્રનું પાણી આ વર્ણવેલ પ્રકારથી પણ વધારે ઈષ્ટ યાવતું સ્વાદ લાયક હોય છે. અહીયાં પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર એ નામના બે દેવો નિવાસ કરે છે. તેઓ મહર્બિક વિગેરે વિશેષણો વાળા છે. અને એક એક પલ્યોપમની તેઓની સ્થિતિ છે.અહીયાચંદ્ર,સૂર્ય, ગ્રહ યાવતુ નક્ષત્ર તારાગણ કોટિ કોટિ સંખ્યાત છે. [૨૯] સોદોદક સમુદ્રને નંદીશ્વર નામનો દ્વીપ ચારે બાજુએથી ઘેરીને રહે છે. તે ગોળ છે. અને તેથી તે ગોળ વલયના આકાર જેવો છે. આ નંદીશ્વર દ્વીપ યાવતુ સમય ક્રવાલ વિધ્વંભથી યુક્ત છે. નંદીશ્વર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવો આવેલી છે. બિલ પંક્તિયો, વિવર પંક્તિયો છિદ્ર-છિદ્રો છે. યાવતુ તેઓ પહેલા સંપાદન કરેલ પુણ્ય કર્મના ફલ વિશેષને ભોગવે છે. અથવા નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિખંભના બહુ મધ્ય દેશ ભાગમાં ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ નામના પર્વતો છે. આ અંજન ગિરિ નામના દરેક પર્વતો ૮૪000 યોજનાની ઉંચાઈવાળા છે. તે દરેકનો ઉદ્ધધ એક હજાર યોજનનો છે. મૂળમાં દસ હજાર યોજનની જ લંબાઈ પહોળાઈ વાળા છે. જમીનની ઉપર પણ તે દરેક ૧0000 યોજનની લંબાઈ પહોળાઇ વાળા છે. તે પછી એક એક પ્રદેશ કમ થતાં થતાં ઉપર એક હજાર યોજન લાંબા પહોળા થઈ ગયા છે. મૂળમાં તેની પરિધિ ૩૧૬૨૩ યોજનથી કંઈક વધારે છે. જમીન પરની તેની પરિધિ ૩૧૬૨૩ યોજનમાં કંઈક કમ છે. એ મૂળમાં વિસ્તાર વાળા છે. મધ્ય ભાગમાં સંકુચિત છે. અને ઉપર તરફ પાતળા થયેલ છે. તેથી તેમનું સંસ્થાન ગાયના પુંછ જેવું કહેવામાં આવેલ છે. આ બધા અંજનગિરિ પર્વતો સવત્મિના અંજનમય છે. આ બધા અંજન પર્વતોમાંથી દરેક અંજન પર્વતની ઉપરનો ભૂમિભાગ બહુસમરમણીય છે. તે જેમ આલિંગ પુષ્કરનું તલ સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy