SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૨ ૪૧૭ જ્ઞાની પુરુષ છે જે શરમાળ અને શરીરે હષ્ટપુષ્ટ દેખાવડો લાગે છે ? એ શું ખાય છે ? શું પીયે છે ? એવું તે શું ખાધા પીધાથી એનું શરીર આવું તગમગી રહ્યું છે ? અને વળી એ શું દે છે જેને લીધે આવડી મોટી માનવમેદનીની વચ્ચે બેઠો બેઠો તે મોટા બરાડા પાડે છે ? આમ વિચાર આવતાં જ રાજાએ સારથિને કહ્યું : ચિત્ત ! જો તો ખરો, આ લોકો કેવા જડ છે જે પેલા મોટા જડની સેવા કરે છે અને એ મોટો જાડો જડ તેઓની સામે કેવા મોટા બરાડા પાડીને કોણ જાણે શુંય સમજાવે છે ! ગમ્મત તો એ છે કે આવા નફકરા અને જામી ગએલા જડ લોકોને લીધે આપણે આપણી પોતાની પણ ઉઘાનભૂમિમાં સારી રીતે હરી ફરી શકતા નથી. માત્ર વિસામો અને શાંતિ મેળવવા માટે તો અહીં આવ્યા અને અહીં તો માથાના વાળ ઉંચા થઈ જાય એવા બરાડા કાને અથડાયા કરે છે. રાજાને કહ્યું : હે સ્વામી ! એ કેશી નામે કુમારશ્રમણ પાશ્વપિત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધા૨ક છે, એમને પરમાવધિજ્ઞાન થએલું છે અને તેઓ અન્નજીવી ૧૩૬ છે. રાજા બોલ્યો ઃ ચિત્ત ! તું શું કહે છે ? શું એ પુરુષને પ૨માવધિ જ્ઞાન છે ? શું એ અન્નજીવી છે ? સારથિ બોલ્યો : હા, સ્વામી ! એમજ છે. રાજા : ચિત્ત ! ત્યારે શું એ પુરુષ અભિગમનીય છે ? ચિત્ત ઃ હા, સ્વામી ! એ શ્રમણ અભિગમનીય છે. રાજા ઃ ત્યારે તો ચિત્ત ! આપણે તેની સામે જઈએ. [૬૩] આમ વાતચીત કરી એ બન્ને જણ સાથે, કેશી કુમા૨ની સામે જઈને તેમની પાસે બેઠા. રાજા ઃ હે ભંતે ! શું તમે ૫૨માવવિધ જ્ઞાન ધરાવો છો ? શું તમે અન્નજીવી છો ? શ્રમણે રાજાને કહ્યું : હે પએસી ! ગામે ગામ ફરતા કોઈ અંગવાણિયા શંખવાણિયા કે દંતવાણિયા દાણમાંથી છટકી જવા માટે કોઈને ખરો રસ્તો પૂછતા નથી પણ આડે અવળે માર્ગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પણ સારી રીતે પૂછતાં આવડતું નથી. પએસી ! મને જોઈને તને એવો વિચાર થયેલો ખરો કે આ જડ લોકો પેલા મોટા જડની ઉપાસના કરે છે અને આ મારા ઉદ્યાનમાં પણ બરાડા પાડી મને ય સખે રહેવા દેતા નથી ? [૪] રાજા ઃ હા, એ વાત ખરી, પણ હે ભંતે ! એ તમે જાણ્યું શાથી ? તમને એવું તે કેવુંક જ્ઞાન કે દર્શન થએલું છે જેથી મારો મનનો સંકલ્પ પણ તમે જાણી લીધો ? કેશી શ્રમણ બોલ્યા : અમારા શ્રમણ નિગ્રંથોના શાસ્ત્રોમાં કહેલું છે કે જ્ઞાનના પાંચ પ્રકાર છે ઃ આભિનિબોધિકજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં અવગ્રહ ઈહા અવાય અને ધારણા એમ ચાર પ્રકારનું પહેલું જ્ઞાન છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા બે પ્રકાર બીજા જ્ઞાનના છે. ત્રીજું જ્ઞાન, ભવપ્રત્યય અને ક્ષાયોપમિક એમ બે ભેદવાળું છે અને ચોથા જ્ઞાનના ૠન્નુમતિ તથા વિપુલમતિ એવા બે ભેદ છે. હે પએસી ! જણાવેલાં પાંચ જ્ઞાનોમાં પહેલાંનાં ચારે જ્ઞાન તો મને થએલાં છે, ફક્ત એક પાંચમું કેવળજ્ઞાન છે તે મને થએલું નથી. એ પાંચમું જ્ઞાન તો અરિહંત ભગવંતોને હોય છે. હે પએસી ! હું છદ્મસ્થ છું અને એ ચાર જ્ઞાનોદ્વારા તારા મનના સંકલ્પને પણ જાણી શકું છું-જોઈ શકું છું. [૬૫]પછી રાજાએ કેશી શ્રમણને કહ્યુંઃ હે ભંતે ! અહીં હું આપની પાસે બેસું કેશી કુમારશ્રમણ બોલ્યા : આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી વૃત્તિની વાત છે પછી તો ચિત્તસારથિ અને રાજા પએસી એ બન્ને જણા કેશી 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy