SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ રાયuસેણિય-(૬૧) પોતાની જાતને હાથ કપડું કે છત્રીવડે ઢાંકી રાખે છે - છુપાવી રાખે છે કશો ખુલાસો પૂછવા આગળ આવતા નથી, તેઓય ધર્મને સાંભળવાનો લાભ ખોઈ બેસે છે. પણ હે ચિત્ત ! જે મનુષ્યો આરામ ઉદ્યાન કે ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરે છે, ગોચરીએ આવેલા તેમને વિપુલ દાન આપે છે અને તેમની પાસે જતાં પોતાની જાતને ન છુપાવતાં જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં સર્વ ખુલાસા પૂછી લે છે, તેઓ જ ધર્મને સાંભળવાનો સમજવાનો કે મેળવવાનો લાભ મેળવી શકે છે. તો હે ચિત્ત ! તારા રાજા પએસીને અમે ધર્મ કેવી રીતે કહી શકીએ, કેમકે તે અમારી પાસે આવતો નથી તેમજ અમારી સામું પણ જોતો નથી. પછી સારથિ બોલ્યોઃ હે ભગવન્! કોઈ એક વખતે મારી પાસે કંબોજ દેશમાંથી ચાર ઘોડાઓની ભેટ આવેલી છે, એ મેં ન રાખતાં રાજાને ત્યાં મોકલી આપી છે, તો એ ઘોડાઓના ન્હાનાથી રાજા પએસીને હું આપ દેવાનુપ્રિયની પાસે લાવી શકીશ; માટે હે દેવાનુપ્રિય!તે સમયે તમે રાજા પએસીને ધર્મકથા કહેતાં લેશ પણ ગ્લાન થશો નહિ. તમે તમારે રાજા પએસીને ખૂબ છૂટથી ધર્મ કહેજો-લેશ પણ અચકાશો નહિ. પછી કેશી કુમારશ્રમણ બોલ્યાઃ હે ચિત્ત ! તે પ્રસંગે વાત . ત્યારબાદ ચિત્તસારથિ પોતાના ધર્માચાર્ય કેશી કુમારશ્રમણને વાંદી નમી રથમાં બેસી પોતાને આવાસે જઈ પહોંચ્યો. [૨]હવે એક દિવસે પ્રભાતના પહોરે નિયમ ધારી અને આવશ્યક કરી સૂર્ય ઉગતાં જ ચિત્તસારથિ પોતાને ઘેરથી રાજા પએસીને ઘેર ગયો. રાજાને નમસ્કાર કરી જય-વિજયથી વધાવી તે બોલ્યો : હે દેવાનુપ્રિય ! આપને મેં કેળવેલા ચાર ઘોડાની ભેટ મોકલેલી છે, તો તે સ્વામી ! ચાલો અને એ ઘોડાઓની ચેષ્ટા જાઓ, અથતુ એમનાં ચાલ સ્વભાવ વગેરેની પરખ કરો. રાજાએ સારથિને કહ્યું ચિત્ત ! તું જા અને પારખ વાના તે ચારે ઘોડાઓ જોડેલો અશ્વરથ જલદી તૈયાર કરી અહીં હંકારી લાવ. અશ્વરથી આવી પહોંચતાં શરીરને સજધજ કરીને રાજા રથમાં બેસી સેયવિયા નગરીની વચ્ચો વચ્ચે થોક ઘોડાને ખેલવતો ખેલવતો બહાર નીકળ્યો. એમ જતાં જતાં ચિત્ત સારથિ તે રથને અનેક યોજનો સુધી ખેંચી ગયો. રાજા પએસી, ગરમી, તરસ, રથનો વાયરો-ઊની લું કે ઉડતી ધૂળથી કંટાળી થાકી ગયો અનેબોલ્યોઃ ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે માટે હવે રથને તું પાછો વાળ. સારથિ રથને પાછો વાળી મિયવણ ઉદ્યાન તરફ હંકારી ગયો. ઉદ્યાન પાસે પહોંચતાં તેણે રાજાને કહ્યું : સ્વામી ! આ મિયવણ ઉદ્યાન છે. અહીં ઘોડાઓને સારી રીતે થાક ખવડાવીએ અને તેમનો બધો શ્રમ આપણે દૂર કરી નાખીએ. રાજાએ ‘હા’ પાડતાં તે ઉદ્યાનમાં કેશી કુમારશ્રમણના ઊતારાની પાસે જઈ ચિત્તે ઘોડાઓને રોકી રાખ્યા, રથને સ્થિર કર્યો અને ઘોડાઓને છોડી નાખી તેમનો શ્રમ દૂર થાય તેવી પ્રવૃત્તિ શરુ કરી. રાજા પણ રથથી નીચે ઊતરી સારથિની એ પ્રવૃત્તિમાં જોડાયો અને ઘોડા ઓને ધીમે ધીમે ફેરવવા લાગ્યો. એમ કરતાં કરતાં, મિયવણમાં મળેલી મોટી સભામાં વચ્ચે બેસી મોટા અવાજે કહેતા કુમારશ્રમણને રાજાઓ જોયા. જાંજ તેને વિચાર આવ્યો કે “જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મુંડ લોકોજ મુંડની પૂજા કરે છે, મૂઢ લોકોજ મૂઢનો આશ્રય ખોળે છે, અપંડિત લોકોજ અપંડિતનો આદર કરે છે અજ્ઞાની લોકોજ અજ્ઞાનીનું બહુમાન કરે છે, તો આ વળી કોણ જડ મૂઢ મુંડ અપંડિત અને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy