SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ - સત્ર-૫ - ૩૯ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા. ભગવાનનું દર્શન કરીને તે સૂયભદેવ હર્ષવાળો, તોષવાળો અને આનંદિત ચિત્તવાળો થયો તથા ભગવાન તરફ એના મનમાં પ્રીતિ થઈ-પરમ સૌમનસ્ય થયું. હર્ષના આવેગથી તેનું હૃદય ધબકવા લાગ્યું, એનાં કમળ જેવાં ઉત્તમ નેત્રો ખીલી ઉઠ્યાં, આનંદના વેગથી એનાં ઉત્તમ કડાં બેરખાં કેયૂર મુગટ બને કુંડલો અને સુંદર હારથી સુશોભિત છાતી-એ બધું ચલાયમાન-થઈ ગયું. નીચે સુધી લટકતા પ્રલંબને અને કંપાયમાન થએલાં બીજાં આભૂષણોને ધારણ કરતો તે સૂયભિદેવ ભગવાન મહાવીરને જોતાંજ સંભ્રમ સાથે ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસનથી ઊભો થઈ ગયો, પછી તેણે પાદપીઠ ઉપર ચડી પાદુકાઓ મોજડીઓ-કાઢી નાખી અને તીર્થકરની સામે સાત આઠ પગલાં જઈ ડાબો ઘુંટણ ઉંચો કરી જમણો ઘૂંટણ ધરણી ઉપર ઢાળી મસ્તકને ત્રણ વાર ધરણી ઉપર નમાવવું. પછી જરાક માથાને ઉંચું કરી કડાં અને બેરખાંથી સ્તબ્ધ થએલી ભુજાઓને ભેગી કરી, દશે નખ એક બીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી શિરસાવત પૂર્વક મસ્તકે અંજલિ જોડી તે આ પ્રમાણે બોલ્યો : અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, ધર્મના આદિકર, તિર્થંકર સ્વયં સંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ પરિસસીહ પરિષવરપુંડરિક, પુરુષોમાં ગંધહસ્તિ લોકમાં ઉત્તમ, લોકનાથ, લોક હિતવાળા, લોકમાં પ્રદીપ, લોકમાં પ્રોન કરનાર. અભય-ચક્ષુ- માર્ગજીવ-શરણ -બોધિ અને ધર્મને દેનારા, ધર્મદશક, ધર્મનાયક, ધર્મવરચાઉરંતચક્રવર્તી, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શન ધારક, છઘસ્થપણું ચાલ્યુગણું છે તેવા જિન, તરનાર, તારનાર, બોધ પામેલા બોધ પમાડનારા મુકત થયેલા, મુકત કરનારા, સર્વજ્ઞ સર્વદશી, કલ્યાણ, અચલ, અરુજ અનંત અક્ષય અવ્યાબાધ જેને ફરી જન્મ લેવાનો નથી તેવા સિદ્ધિ ગતિ ને પામેલા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ, અહીં રહેલો હું ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને વાંદુ છું, ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલા મને જાએ છે? એમ કરીને તે સૂયભિદેવ ભગવાનને વાંદી નમી પાછો પૂર્વાભિમુખ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. [૬]ત્યારપછી તે સૂયભદેવના આત્મામાં ચિંતન રૂપ, અભિલાષપ આ આ પ્રકારનો મનોગત સંકલ્પ-વિચાર-ઉત્પન્ન થયો “યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાનું મહાવીર જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલી કપ્પા નગરીની બહાર અંબસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે તે મારે માટે શ્રેયરુપ છે. તેવા પ્રકારના અરહંત ભગવંતોનાં માત્ર નામ ગોત્ર કાને પડે તોપણ તે મહાફલરુપ છે, તો પછી તેમની સામે જવાનો, તેમને વાંદવાનો, નમસ્કાર કરવાનો, તેમની પાસેથી કેટલાક ખુલાસા પૂછવાનો અને તેમની ઉપાસના કરવાનો પ્રસંગ મળે તો તો કહેવું જ શું? આર્ય પુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તોપણ તે મહાફલરુપ છે, તો પછી તેમની પાસેથી વિપુલ અર્થ-મેળવવાનો પ્રસંગ સાંપડે તો તો કહેવું જ શું? તો હું શ્રમણભગવાન મહાવીરને વાંદવા,નમવા,તેમનો સત્કાર કરવા, સન્માન કરવા તથા તે કલ્યાણપ, મંગળરુપ, ચૈત્યરુપ અને દવરુપ શ્રમણ ભગવાન મહા વીરની પપાસના કરવા જાઉં.“શ્રમણ ભગવાન મહાવીરની એ પપાસના મારે માટેજન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષેમકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે”: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy