SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭૮] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :222222 E ૧૩ ( રાયસેણિય રા ઉવંગ ત્ર-૨-ગુરાયા A ( [અરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર-થાઓ, લોકમાં રહેલ સર્વ સાધુને નમસ્કાર થાઓ.] [૧] તે કાલે તે સમય આમલકપ્પા નામે નગરી હતી. એ આમલકપ્પા નગરીમાં ધન અને ધાન્ય વગેરેની વિભૂતિ પરિપૂર્ણ હતી, વાવદર્શનીય, મનોહર, પ્રાસાદિક અને અસાધારણ સૌંદર્ય યાવતુ વાળી હતી. [૨]એવી એ આમલકપ્પા નગરીથી બહાર ઈશાન ખૂણામાં અંબસાલવણ નામનું એક ચૈત્ય હતું. એ ચેત્ય ઘણા લાંબા કાળનું પુરાણું, યાવતુ એ વનખંડ જોતાં જાણે કે મેઘનો સમૂહ જ ન હોય એવો ભાસ જોનારને થતો હતો. [૩]ચત્યની ચારે બાજા પથરાએલા એ પહોળા વનખંડમાં વચ્ચોવચ્ચ એક મોટું ઉંચું અશોકનું વૃક્ષ હતું, આંખને ઠારે એવું, પ્રસન્નતા પમાડનારું ઘણું સુશોભિત હતું. [૪] એ નગરીમાં રાજા શ્રેણિક અને રાણી ધારિણીનું રાજ્ય હતું. શ્રમણભગવંત મહાવીર સમોસ - પર્ષદા નીકળી યાવતુ રાજા એ પરિઉપાસના કરો આ સર્વે વાત ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવી. ૫] જે સમયે શ્રમણ ભગવાન મહાવીર આમલકપ્પા નગરીની બહાર આવેલા અંબાલવણ ચૈત્યના સમવસરણ માં બિરાજતા હતા તે કાલે તે સમયે સૌધર્મકલ્પમાં સૂયભિવિમાનમાં સુધમાં નામની સભામાં સૂયભિસિહાસન ઉપર બેઠેલા સૂયભદેવ પોતાના વિપુલ અવધિવડે સમગ્ર જંબુદ્વીપ તરફ નજર નાંખી તેને બરાબર નિરખી રહ્યો હતો.એ સૂર્યાભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દેવો, પોતપોતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સૂર્યાભિવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવો અને દેવીઓ હતાં. સૂયભિસિંહાસના ઉપર બેઠેલો તે સપરિવાર સૂર્યાભદેવ - નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીજાં વિવિધ વાજાંઓ અને વાદનકળામાં દક્ષ પુરષ જેને વગાડે છે એવો મેઘની પેઠે ગાજતો. મૃદંગઅદિ બધાંમાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતો સાંભળતો દિવ્ય ભોગોને ભોગવતો રહેતો હતો. સૂયભિદેવે સમગ્ર જંબૂદ્વીપને નિરખતાં નિરખતાં ભારતવર્ષમાં આમલકપા નગરીની બહાર અંબસાલવણ ચૈત્યમાં આવી રહેલા અને યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy