SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ઉવવાહયં-(૫૩) [૫૩] સમુદ્દઘાત કર્યા વિના અનંત કેવલી જિન જન્મ, જરા, મરણથી રહિત થઈને શ્રેષ્ઠસિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે. પિ૪] હે ભગવન્ત ! આવાજીકરણ કેટલાં સમયમાં થાય છે ? અસં ખ્યાત સમયના અન્તમુહૂર્તમાં હે ભગવન્ત ! કેવલી સમુદ્યાતના કેટલાં સમયો કહ્યા છે? હે ગૌતમ! આઠ સમય છે. તે આ પ્રમાણે પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે. ત્રીજા સમયમાં મન્થાન કરે છે. ચોથા સમયમાં લોકપૂરણ કરે છે, પાચમાં સમયમાં અંતરાલમાં રહેલા આત્મપ્રદેશોનો ઉપસંહાર કરે છે, છઠ્ઠા સમયમાં મન્થાન રૂપે સ્થિત આત્મપ્રદેશોને સંકોચે છે. સાતમા સમયમાં કપાટાકારને સંકોચે છે, આઠમાં સમયમાં દંડાકારને સંકુચિત કરે છે. ત્યારપછી શરીરસ્થ થઈ જાય છે. હે પૂજ્ય ! સમુઠ્ઠાતમાં સ્થિત આત્મા શું મનોયોગને જોડે છે ? વચન યોગને પ્રયુક્ત કરે છે ? કાયયોગને પ્રયુક્ત કરે છે? હે ગૌતમ! ફકત કાયયોગ જોડે છે. હે પ્રભુ! કાયયોગને જોડે છે તો શું ઔદારિક કાયયોગને જોડે છે? ઔદારિક મિશ્ર કાયયોગને જોડે છે? વૈક્રિય શરીર કાયયોગને જોડે છે? વૈક્રિય મિશ્ર કાયયોગને જોડે છે? આહારક શરીર કાયયોગને જોડે છે? આહારકમિશ્ર કાયયોગને જોડે છે? કા મણ કાયયોગને જોડે છે ? હે ગૌતમ ! ઔદારિક શરીર કાયયોગને જોડે છે, ઔદારિક મિશ્ર કાયયોગને જોડે છે, અને કાર્પણ કાયયોગને જોડે છે. પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક શરીર કાયયોગ હોય છે. બીજા, છઠ્ઠા, સાતમાં સમયમાં ઔદારિકમિશ્ર શરીર કાયયોગ હોય છે, ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં કામણ શરીર કાયયોગ હોય. છે. હે પૂજ્ય! સમુદ્યાત અવસ્થા માં કેવલી સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિવૃત્ત થઈને શું સમસ્ત દુઃખોનો અંત કરે છે? આ અર્થ સમર્થ નથી. પરંતુ સમુઘાત કર્યા પછી ત્યાંથી નિવૃત્ત થઈ પોતાના શરીરમાં આવે છે. પછી મનોયોગ પણ પ્રવતવેિ છે, વચનયોગ પ્રવર્તાવે છે, કાયયોગ પણ પ્રવતવિ છે. હે ભગવંત ! મનોયોગ પ્રવતવે છે તો શું સત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? અસત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? મિશ્રમનોયોગ પ્રયુક્ત કરે છે ? કે અસત્યમૃષા મનોયોગ પ્રયુક્ત કરે છે? હે ગૌતમ ! સત્ય મનોયોગ પ્રયુક્ત કરે છે, અસત્યામૃષામનો યોગ પ્રયુક્ત કરે છે. હે ભગવન્! વચનયોગ પ્રવતવેિ છે તો શું સત્યવચન યોગ પ્રવતવે છે? યાવતુ અસત્યા મૃષા વચનયોગને પ્રવર્તાવે છે ? હે ગૌતમ ! સત્યવચનયોગને પ્રવર્તવે છે, અસત્યામૃષાવચન યોગને પ્રવતવિ છે. કાય યોગ પ્રવર્તાવતા તે આવે છે, જાય છે, બેસે છે, સુવે છે, ઉલ્લંઘન કરે છે, ઉલ્લેપણ કરે છે, પ્રક્ષેપણ કરે છે, તિછું ગમન કરે છે. પછી પ્રતિહારી પીઠ, લક, શયા, સંથારાને પાછા આપે છે. પિપ] હે પૂજ્ય ! તેવા કેવલી સયોગી અવસ્થામાં રહેતા સિદ્ધ યાવતું દુઃખોનો અંત કરે છે ? આ અર્થ સમર્થ નથી. તે સયોગી કેવલી પહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કના જઘન્ય મનોયોગથી પણ અસંખ્યાત ગુણહીન પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના જઘન્ય વચન યોગની નીચેના અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ અપર્યાપ્ત પનક જીવના જઘન્યથી નીચેના અસંખ્યાત ગુણહીન ત્રીજા કાયયોગનો નિરોધ કરે છે. આ પ્રકારના ઉપાયથી તે પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. તેનો વિરોધ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy