SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૪૪ હજાર વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. હે ભગવન્! તે આરાધક હોય છે કે નહિ? આ અર્થ સમર્થ નથી તે ગામ યાવત્ સનિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે જેવા કે – હાસ્યાકારક, કુચેષ્ટા કરનાર, વાચાળ, ગીતયુક્ત કીડાને વધારે પસંદ કરનાર, નૃત્ય કરવાના સ્વભાવવાળા. આ સર્વ આ પ્રકારે આચરણ કરતાં ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયને પાળે છે. તે પાળીને તે સ્થાનની આલોચના કર્યા વિના કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં હાસ્યક્રીડા કારક દેવ છે તેમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ આદિ પૂર્વવતુ છે. સ્થિતિ ૧ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. તેઓ પરલોકના આરાધક નથી. જે ગામ યાવતું નિવેશમાં પરિવ્રાજક રહે છે. જેવા કે-સાંખ્ય, યોગનું પાલન કરનારા, કપિલ-નિરીશ્વર સાંખ્યાવાદી, ભાર્ગવ, હંસ, પરમહંસ, બહૂદક, કુટીચર, કૃષ્ણ અથવા નારાયણના ભક્ત. તેમાં આઠ એ બ્રાહ્મણ જાતિના પરિવ્રાજક થાય છે. [૫-૪૮] કર્ણ, કરકંડ, અંબડ, પારાસર, કૃષ્ણ, દ્વૈપાયન, દેવગુપ્ત તેમજ નારદ. આ આઠ ક્ષત્રિય જાતિના પવ્રિાજક હોય છે, તે આ પ્રમાણે-શીલઘી, શશીધર, નગ્નક, ભગ્નક, વિદેહ, રાજા, રામ તથા બલ. તે પરિવ્રાજકો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ વેદ, ઇતિહાસ, નિઘંટુ આ છ શાસ્ત્રોનાં તથા તેમજ બીજા જેટલાં અંગ અને ઉપાંગ છે. તેમનાં રહસ્ય સહિત યાદ કરાવનારા, જાણનારા, ધારણાવાળા, છ અંગના જ્ઞાતા, કવિપશાસ્ત્રના જ્ઞાતા, ગણિત, શિક્ષા સ્વરૂપને નિરૂપણ કરનાર શાસ્ત્રમાં, કલ્પમાં, વ્યાકરણમાં, છંદશાસ્ત્રમાં, નિરુક્તશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજા અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેઓ પારંગત હોય છે. આ પરિવ્રાજક દાનધર્મ શૌચધર્મ તીર્થ અભિષેકની પ્રરૂપણા કરતા સમજાવતા યુક્તિપૂર્વક પ્રરૂપણા કરતા વિચરતા રહે છે. તેઓ કહે છે કે જે કાંઈ અપવિત્ર છે તે પાણીથી અથવા માટીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે આપણે ચોખા છીએ અને આપણા આચાર વિચાર પણ પવિત્ર છે. આત્માને પવિત્ર કરીને વિન વિના અમે સ્વર્ગમાં જશું. આ પરિવ્રાજકોને આટલી વાતો કલ્પતી નથી. તેઓને કૂવામાં, તળાવમાં, નદીમાં, વાવમાં, પુષ્કરિણીમાં, દીર્ઘિકામાં, ગુંજાલિકા માં સરોવરમાં સમુદ્ર માં પ્રવેશ કરવાનો નિષેધ છે. એવી જ રીતે ગાડું યાવતુ નાની શિબિકામાં ચઢી જવાનો નિષેધ છે. તે પરિવ્રાજ કોને ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ, તેમજ ગર્દભ ઉપર સવાર થઈ જવાનો નિષેધ છે. તે પરિવ્રાજકોને નાટક જોવા યાવતું માગધના ખેલ, તમાસા જોવા કહ્યું નહીં. લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, સંઘર્ષણ કરવું, ઘસવી, અવરોધ કરવો, ઊંચી કરવી, મરડવી, કહ્યું નહિ. સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા, કરવી પરિવ્રાજકોને કલ્પતી નથી. લોખંડનું પાત્ર, કાંસાનું પાત્ર, જસતનું પાત્ર, સીસાનું પાત્ર, ચાંદીનું પાત્ર, સુવર્ણનું પાત્ર, તથા બીજા અન્ય બહુમૂલ્ય પાત્ર રાખવા તે પરિવા જકોને કલ્પતા નથી. તુંબડાના, કાષ્ઠના અને માટીના પાત્ર જ રાખવા કહ્યું છે. લોખંડના બંધવાળા યાવતુ બહુમૂલ્ય ધાતુના બંધનથી યુક્ત પાત્ર રાખવા કહ્યું નહિ. તે પરિવ્રાજ કોને અનેક પ્રકારના રંગથી રંગાએલાં વસ્ત્રો ધારણ કરવા કહ્યું નહિ માત્ર ગેર રંગથી રંગેલ વસ્ત્રો કહ્યું. તે પરિવ્રાજકોને હાર, અધહાર, એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, મુરવી, કંઠમુરવી, પ્રાલંબ, ત્રણસરનો હાર, કટિસૂત્ર, દશ મુદ્રિકાઓ, કટક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy