SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ નિમિત્તે શાન્તિહોમ કર્યા કરતો હતો. આ સિવાય તે પુરોહિત આઠમ અને ચૌદશના દિવસે બબ્બે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બાળકો, વર્ષમાં સોળ સોળ બાળકોના હૃદયના માંસપિંડોથી શાન્તિ હોમ કરતો તથા જ્યારે જ્યારે જિતશત્રુ રાજાનું કોઈ બીજા શત્રુ રાજા સાથે યુદ્ધ થતું ત્યારે ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત ૧૦૮ બ્રાહ્મણ બાળકો, ૧૦૮ ક્ષત્રિય બાળકો, ૧૦૮ વૈશ્ય બાળકો અને ૧૦૮ શૂદ્ર બાળકોને પોતાના માણસો દ્વારા પકડાવીને તેમની જીવિતા વસ્થામાં જ હૃદયના માંસપિંડોને કઢાવીને જિતુશત્રુ રાજા માટે શાન્તિ હોમ કરતો. તેના પ્રભાવથી જિતશત્રુ રાજા તરત જ શત્રુનો નાશ કરી દેતો યા તેને ભગાડી મૂકતો. [૨૮] ત્યાર બાદ આવા પ્રકારનાં કમોનું અનુષ્ઠાન કરનાર, આ કમોમાં પ્રધાન, આ કમની જ વિદ્યા જાણનાર અને આ પાપ કર્મોને જ પોતાનું સર્વોત્તમ આચરણ બનાવનાર તે મહેશ્વરદત્ત પુરોહિત અનેક પ્રકારના પાપકર્મોનો સંગ્રહ કરીને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થયો, ત્યાં તેની સ્થિતિ ૧૭ સાગરોપમની હતી. ત્યાર બાદ મહેશ્વરદત્ત પુરોહિતનો પાપિષ્ઠ જીવ તે પાંચમી નરકભૂમિમાંથી નીકળીને સીધો આ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્નીનાં ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. ઉત્પન્ન થયેલા તે બાળકના માતાપિતાએ જન્મથી બારમા દિવસે બૃહસ્પતિદત્ત નામ રાખ્યું. પછી તે બાળક યાવતુ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પરિપક્વ વિજ્ઞાનને ઉપલબ્ધ કરેલા તે ઉદય કુમારનો બાળપણથી જ મિત્ર થઈ ગયો કેમ કે તે બને એક સાથે ઉત્પન્ન થયા હતા. એક સાથે મોટા થયા હતા અને એક સાથે જ રમ્યા હતા. ત્યાર બાદ કોઇ વખતે મહારાજા શતાનીકનું મૃત્યુ થયું ત્યારે ઉદયનકુમારે ઘણા રાજાઓ, રાજકુમારો યાવતું સાર્થવાહ આદિની સાથે રુદન કરતાં, આકંદન તથા વિલાપ કરતાં શતાનીક રાજાનું ઘણાં ભભકા સાથે નિસ્સરણ તથા મૃતક સંબંધી સપૂર્ણ લૌકિક કૃત્યો કર્યા. ત્યારબાદ તે રાજા, રાજકુમાર યાવતુ સાર્થવાહ આદિ લોકોએ મળીને મોટા સમારોહ સાથે ઉદયનકુમારનો રાજ્યાભિષેક કર્યો, ત્યારથી ઉદયનકુમાર રાજા બની ગયો. બૃહસ્પતિદત્ત બાળક ઉદયન રાજાનો પુરોહિત બન્યો અને પુરોહિત સંબંધી કામકાજ કરતો તે સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ તથા અન્તઃપુરમાં ઈચ્છાનુસાર, કોઈ પણ જાતની રોક ટોક વિના ગમનાગમન કરવા લાગ્યો. ત્યાર બાદ તે બૃહસ્પતિદત્ત પુરો હિતનો, કોઈ વખતે પદ્માવતી રાણી સાથે અનુચિત સંબંધ પણ થઈ ગયો. તન્નુસાર પદ્માવતી રાણી સાથે તે ઉદાર, ઈચ્છા મુજબ, મનુષ્ય સંબંધી કામભોગોનું સેવન કરતો સમય વીતાવવા લાગ્યો. આ બાજુ ઉદયન રાજા સ્નાનાદિથી નિવૃત્ત થઈને અને સમસ્ત આભૂષણોથી અલંકૃત થઈને જ્યાં પદ્માવતી રાણી હતી ત્યાં આવ્યો, આવીને તેણે પદ્માવતી રાણી સાથે કામભોગોનું સેવન કરતાં બૃહસ્પતિદત્ત પુરોહિતને જોયો, જોતાં જ તે ક્રોધથી ધમધમી ઊઠયો અને કપાળ પર ત્રણ રેખાવાળી ભ્રકુટિ ચઢાવીને બૃહસ્પતિદત્ત પુરોહિતને માણ સો દ્વારા પકડાવીને, આ રીતે તેનો વધ કરવાની રાજપુરુષોને આજ્ઞા આપી. હે ભદન્ત ! બૃિહસ્પતિદત્ત પુરોહિત અહીંથી કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું – ગૌતમ ! બૃહસ્પતિદત્ત પુરોહિત ૬૪ વર્ષના આયુષ્યને ભોગવીને આજે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy