SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૮, અધ્યયન-૨ ૨૩૭ શ્રેણિક રાજાની ધર્મપત્ની તથા કૃણિક રાજાની લઘુમાતા સુકાલી નામની દેવી હતી. કાલીદેવી ની જેમ સુકાલીદેવી પણ દિક્ષિત થયા. યાવતુ આત્માને ભાવિત કરતી થકી વિચરતી હતી. ત્યાર પછી તે આ સુકાલીદેવી કોઈ સમયે જ્યાં આ ચંદના સાધ્વી હતા ત્યાં આવ્યા. યાવતું વંદન-નમસ્કાર કરી કહેવા લાગ્યા...હે આર્યો ! આપ જો અનુમતિ આપો તો કનકાવલી તપકર્મ અંગીકાર કરીને વિચારવા ઈચ્છું છું. ચંદનાજીએ કહ્યું- જેમ તમને સુખ ઊપજે તેમ કરો. રત્નાવલી તપમાં ત્રણે સ્થાનોમાં આઠ છઠ્ઠ કરાય છે. પરંતુ કનકાવલી તપના ત્રણે સ્થાનોમાં સુકાલી દેવીએ આઠ અઠ્ઠમ કર્યા. કનકાવલી, તપની ચાર પરિપાટી છે. એક પરિપાટીમાં એક વર્ષ પાંચ મહિના, બાર દિવસ લાગે છે બાકીનું બધું વર્ણન રત્નાવલી તપની જેમ જાણવું જોઈએ. આય સુકાલીદેવીએ નવ વર્ષ સંયમનું પાલન કર્યું અને અંત સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયા. વર્ગ-૮-અધ્યયનઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-૮-અધ્યયન-૩-મહાકાલી) પર]મહાકાલી દેવીનું વર્ણન પણ સમજવું. તેમાં અંતર માત્ર એટલુ છે કે મહાકાલી દેવી “ક્ષુલ્લક સિંહનિષ્ક્રીડિત” તપને ધારણ કરીને વિચારતા હતા. તે તપની વિધિ આ પ્રમાણે છે. પહેલાં ચઉત્થભક્તિ કરે છે, એક ઉપવાસ કરીને દૂધ, ઘી આદિ બધા ઈષ્ટ પદાર્થોથી પારણું કરે છે. પછી છઠ્ઠ કરે, પારણું કરીને એક ઉપવાસ કરે, પારણું કરીને અઠમ કરે, પારણું કરીને છઠ કરે. પારણું કરે. ચાર ઉપવાસ કરે, પારણું કરે, પછી ત્રણ ઉપવાસ કરે, પારણું કરે, પાંચ ઉપવાસ કરે, પારણું કરી પુનઃ ચાર ઉપવાસ કરે, પારણા પછી છ ઉપવાસ કરે, પાંચ કરે, સાત ઉપવાસ કરે, છ ઉપવાસ કરે, આઠ, સાત, નવ ઉપવાસ કરે, આઠ કરે, ફરી નવ કરે, સાત કરે, આઠ ઉપવાસ કરે, છ ઉપવાસ કરે, સાત કરે, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક ઉપવાસ, બે અને એક ઉપવાસ કરે, આ બધા ઉપવાસોના પારણામાં મહાકાલી આયએ દૂધ ઘી આદિ ઈષ્ટ પદાર્થો વાપર્યા. આ એક પરિપાટી છે. એની જેમજ બીજી, ત્રીજી અને ચોથી પરિપાટી સમજી લેવી. પ્રથમ પરિપાટીમાં છ મહિના અને સાત દિવસ લાગે છે અને ચારે પરિપાટી ઓમાં બે વર્ષ ૨૮ દિવસ લાગે છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપની આરાધના કરીને મહાકાલી આયએિ બીજી અનેક તપસ્યાઓ કરી મધ્યરાત્રિમાં સંલેખનાનો સંકલ્પ કર્યો અને આય ચંદનાજી પાસેથી અનુમતિ મેળવી સંથારો કર્યો અને સિદ્ધ થયા. | વર્ગ ૮-અધ્યયનહનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૮-અધ્યયનઃ૪-કૃષ્ણા) [પ૩એજ પ્રમાણે કૃષ્ણાદેવીના જીવનનું વર્ણન પણ સમજી લેવું અંતર માત્ર એટલું છે કે મહાકાલીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની આરાધના કરી હતી. પરંતુ કણાદેવીએ મહા સિંહનિષ્ક્રીડિત તપની આરાધના કરી. લઘુમાં એક ઉપવાસથી લઈને નવ સુધી આગળ વધે. પરંતુ મહામાં એક ઉપવાસથી લઈને સોળ ઉપવાસ સુધી આગળ વધે. પછી સોળથી નીચે ઊતરે, ૧૬-૧૨-૧૪-૧૩ એ પ્રમાણે ક્રમથી ઊતરે, મહાસિંહનિષ્ક્રીડિત તપની પરિપાટીનો કાળ એક વર્ષ, છ મહિના અને ૧૮ દિવસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy