SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉવાસગ દસાઓ- ૧૧૪ નીકળીને વાણિજ્યગ્રામના મધ્યમાં થઈ જ્યાં કોલ્લાક નામે સંનિવેશ અને જ્યાં જ્ઞાનકુલ છે, જ્યાં પોષધશાલા છે ત્યાં જાય છે. પોષઘશાલા પ્રમાજે છે. પ્રમાર્જીને ઉચ્ચાર-દિશા એ જવાની અને પેશાબ કરવાની જગ્યાને જુએ છે. ડાભનો સંથારો પાથરે છે. તેના ઉપર બેસે છે. પોષધશાલામાં પોષઘ ગ્રહણ કરી ડાભના સંથારાને પ્રાપ્ત થઈ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરે વિચરે છે. [૧૫] આનંદ, શ્રાવકની પ્રતિમાઓ સ્વીકાર કરીને વિહરે છે. તેમાં પ્રથમ ઉપાસક પ્રતિમાં ને સૂત્ર, કલ્પ,માર્ગ પ્રમાણે યથાર્થપણે, સમ્યક, કાયાવડે સ્પર્શ કરે છે, પાળે છે, શોભાવે છે, સંપૂર્ણ કરે છે, કીર્તિન કરે છે અને તેનું આરાધન કરે છે. [૧૬]ત્યાર બાદ આનંદશ્રાવક બીજી શ્રાવકની પ્રતિમાને, એમ ત્રીજી, ચોથી. યાવતુ દસમી, અને અગિયારમી પ્રતિમાનું યાવતું આરાધન કરે છે. ત્યાર પછી તે આનંદ શ્રાવક આવા પ્રકારના ઉદાર વિપુલ પ્રયત્નરૂપે સ્વીકારેલા તપ કર્મ વડે શુષ્ક યાવતુ કૃશ થઈ ગયો. તેના શરીરની નાડીઓ દેખાવા લાગી. ત્યાર પછી તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રીએ ધર્મજાગરિકા કરતાં આવો સંકલ્પ થયો હું આ પ્રકારના તપ વડે કૃશ યાવતુ ધમનીથી વ્યાપ્ત શરીર વાળો થઈ ગયો છું, પણ હજી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ તથા શ્રદ્ધા, ધૈર્ય અને સંવેગ છે. જ્યાં સુધી મારા ધમચાર્ય અને ધમપદેશક શ્રમણભગવાન મહાવીર જિન સુહસ્તી વિચરે છે ત્યાં સુધી મારે આવતી કાલે સૂર્યોદય થયે સૌથી છેલ્લી મારણાત્તિક સંલેખનાની આરાધનાથી યુક્ત થઈને, આહારપાણીનું પ્રત્યાખ્યાન કરી અને મૃત્યુની દરકાર નહિ કરતાં રહેવું શ્રેયસ્કર છે. બીજે દિવસે પ્રાતઃકાળે યાવતુ અપચ્છિમ મારણાન્તિક સંલેખનાની આરાધના યુક્ત થઈ યાવતું મૃત્યુની દરકાર નહિ કરતો વિહરે છે. ત્યારબાદ તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે, વિશુદ્ધ વેશ્યાઓ વડે અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ દિશામાં લવણ સમુદ્રને વિશે પાંચશો યોજન પ્રમાણ ક્ષેત્રને, એજ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પણ જાણવા લાગ્યો. ઉત્તર દિશાએ ક્ષુદ્રહિમવંત નામક વર્ષધરપરર્વત સુધી જાણવા અને દેખવા લાગ્યો. તે ઉપર સૌધર્મ દેવલોક સુધી જાણે છે અને દેખે છે. નીચે રત્નપ્રભા પૃથ્વીના ૮૪000 વર્ષની સ્થિતિ વાળા રોય નારકાવાસ સુધી જાણે છે અને દેખે છે. [૧૭]તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પર્ષદા વાંદવાને નીકળી અને વાંદી તથા ધમપદેશ સાંભળી પાછી ગઈ. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ષ્ઠ અન્તવાસી ગૌતમ ગોત્રીય સાત હાથ શરીરવાળા-ઊંચા, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા વજઋષભનારા સંઘયણથી યુક્ત, સુવર્ણની કસોટી ઉપર ઘસેલા સ્વર્ણની રેખા જેવા ગૌરવર્ણ, કઠોર તપવાળા, તેજસ્વી તપવાળા, ઉદાર, ઘોર ગુણવાળા, બ્રહ્મચર્યના ધારક, શરીરના મમત્વનો ત્યાગ કરી દેનાર, પોતાની વિપુલ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરી રાખનાર ઈન્દ્રભૂતિઅણગાર નિરન્તર છઠ-છઠના તપથી તથા સંયમ અને તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતાં હતાં. ત્યાર પછી તે ભગવાન ગૌતમ છઠના પારણાને દિવસે પ્રથમ પોરસીમાં સ્વાધ્યાય કરે છે. બીજી પોરસીએ ધ્યાન કરે છે. ત્રીજી પોરસીએ ત્વરા અને ચપલતારહિત સંભ્રમરહિત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy