SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૭ ૧૬૩ મત્સ્ય તરફડીયા મારે છે. અને મૃત્યુ પામે છે. [૧૯૫-૧૯૬] સ્પર્શના સેવનમાં સુખ સમજનાર અને સ્પર્શેન્દ્રિયને વશીભૂત પ્રાણી વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ માનનાર તથા વૈભવ સહિત, હિતકારક તથા મનને સુખ દેનાર માળા, શ્રી આદિ પદાર્થોમાં રમણ કરે છે. પરંતુ સ્પર્શેન્દ્રિયના વશ થયેલને એટલો દોષ હોય છે કે લોઢાનો તીક્ષ્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે [૧૯૭-૨૦૧] કલ, રિભિત તેમજ મધુર તંત્રી, તલતાલ તથા બાંસુરીનાં શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં જે આસક્ત નથી તથાં તે વશાતમરણ મરતાં નથી. ઈન્દ્રિયોથી પરાધીન થઈ વિષયો માટે લાલાયિત બની મરવું વશામરણ કહેવાય છે. સ્ત્રીઓના સ્તન, જઘન, મુખ, હાથ, પગ નયન તથા ગવયુક્ત વિલાસવાળી ગતિ આદિ સમસ્ત રૂપોમાં જે આસક્ત નથી થતાં, ઉત્તમઅગર, શ્રેષ્ઠ ધૂપ, વિવિધ હતુઓમાં વૃદ્ધિને પ્રાપ્ત થનાર પુષ્પોની માળાઓ તથા શ્રીખંડ આદિના લેપનની ગંધમાં જે આસક્ત નથી થતાં, તીખું, કડવું, કસાયેલ ખાટો અને મીઠો ખાદ્ય, પય અને લેહ્ય-ચાટવા યોગ્ય, પદાર્થના આસ્વાદમાં જે ગૃદ્ધ નથી થતા, હેમન્ત આદિ વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ દેનાર, વૈભવ સહિત, હિતકર અને મનને આનંદ દેનાર સ્પર્શીમાં જે વૃદ્ધ નથી થતા, એ સર્વે વશાતમરણે મરતા નથી. [૨૦૨-૨૦] શ્રોત્રના વિષય બનેલા ભદ્ર શબ્દોથી સાધુએ ક્યારેય તુષ્ટ ન થવું જોઈએ અને પાપક શબ્દ સાંભળવા પર રુષ્ટ ન થવું જોઇએ. શુભ અથવા અશુભ રૂપ ચક્ષનો વિષય પ્રાપ્ત થવા પર ઘ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ ગંધમાં જિહ્વા ઇન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ રસમાં સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ સ્પર્શમાં સાધુએ તુષ્ટ અથવા રુષ્ટ ન થવું જોઈએ. [૨૦૭] આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીર યાવતુ મુક્તિને પ્રાપ્ત થયેલાએ સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે. અધ્યયન-૧૭-નીમુનિદીપરત્નસાગર કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૮-સ્સામાં) [૨૮]જો શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમા જ્ઞાત અધ્યયનનો પૂવક્ત અર્થ ફરમાવેલ છે તો અઢારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબ્બ ! તે કાળ અને સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તેનું વર્ણન સમજી લેવું. ત્યાં ધન્ય નામક સાર્થવાહ નિવાસ કરતો હતો. ભદ્રા નામની તેની પત્ની હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રાના આત્મા જ પાંચ સાર્થવા હદારકપુત્રો હતા. ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધન રક્ષિત, પાંચ પુત્રોની પછી જન્મેલી સુસુમા નામની બાલિકા હતી. તેના હાથ, પગ આદિ અંગોપાંગ સુકુમારહતા. તે ધન્ય સાર્થવાહને ચિલાત નામનો દાસ ચેટક હતો. તેને પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી અને શરીર પણ પરિપૂર્ણ તેમજ માંસથી ઉપસ્થિત હતું. તે બાળકોને રમાડવામાં કુશળ પણ હતો. તેથી તે દાસચેટક સુંસુમાં બાલિકાનો બાલ ગ્રાહક રૂપે નિયત કરવામાં આવ્યો. તેથી તે સુંસુમા બાલિકાને કમરમાં લઈ લેતો અને રમતો રહેતો હતો. તે સમયે તે ચિલાત દાસચેટક તે ઘણા છોકરાઓ, છોકરીઓ બાલકો, બાલિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy