SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ નાયાધમ્મ કહાઓ- ૧-૧૭/૧૮૬ તેઓ નૌકાઓ દ્વારા પોતવહનમાં લઈ ગયા. લઈ આવીને પોતવહનને તૃષણ, કાષ્ઠ આદિ આવશ્યક પદાર્થોથી યાવતુ ભરી લીધું. ત્યાર પછી તે સાંયાત્રિક નૌકાવણિકો દક્ષિણ દિશાના અનુકૂલ પવન દ્વારા જ્યાં ગંભીર પોત પટ્ટન હતું, ત્યાં આવ્યા. આવીને પોતવહનનું લંગર નાખ્યું. લંગર નાખીને તે ઘોડાને ઉતાય જ્યાં હતિશીષ નગર હતું, જ્યાં કનકકેતુ રાજા હતો, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને રાજાનું અભિનંદન કર્યું. અભિનંદન કરીને તે અશ્વ ઉપસ્થિત કર્યો. ત્યાર પછી રાજા કનકકેતુએ તે સાંયાત્રિક વણિકોનો શુલ્ક માફ કરી દીધો. તેમનો સત્કાર-સન્માન કર્યો અને વિદાય કર્યો. ત્યારપછી કનકકેતુ રાજાએ કાલિકટ્રીપ મોકલેલા કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેનો પણ સત્કાર અને સન્માન કર્યું પછી વિદાય કર્યો. ત્યાર પછી કનકકેતુ રાજાએ અશ્વમર્દકો ને બોલાવ્યા. તેમને કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે મારા ઘોડાઓને વિનીત કરો.” ત્યારે અશ્વમર્દકોએ “ઘણું સારું' એમ કહીને રાજાનો આદેશ સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓએ તે ઘોડાઓના મુખ, કાન, નાક, ખુર, કટક, બાંધીને, ચૌકડી ચઢાવીને, તોબરો ચઢાવીને, પટતાનક લગાવીને, ખાસ્સી કરીને, વેલા, વેતોનો, લતા ઓનો, ચાબુકોનો, અને ચામડાના કોરડાનો પ્રહાર કરીને વિનીત કર્યા. ત્યાર પછી કનકકેતુએ તે અશ્વમઈકોનો સત્કાર કર્યો. સન્માન કર્યું. ત્યાર પછી તે ઘોડાઓ મુખ બંધનથી યાવતુ ચામડાની ચાબુકોના પ્રહારથી ખુબ જ શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત થયા. તેવીજ રીતે હે આયુષ્યનું શ્રમણો ! આપણા જે નિગ્રંથો અને નિગ્રંથીઓ દીક્ષિત થઈને પ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં વૃદ્ધ થાય છે અને આસક્ત થાય છે, તે ઘણા શ્રમણો યાવતુ શ્રાવિકાઓના અવહેલનાના પાત્ર બને છે, યાવતુ ભવ ભ્રમણ કરે છે. [૧૮૭-૧૮૮] કલ રિભિત હાથતાળી અને બાંસુરીના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યો ના શબ્દોમાં અનુરક્ત થનાર અને શ્રોત્રેન્દ્રિયના વશવર્તી બનેલ પ્રાણી આનંદ માને છે. પરંતુ શ્રોત્રેન્દ્રિયની દુદન્તિતાનો એટલો દોષ હોય છે-જેમ પારધિના પીંજરામાં રહેલ તિત્તિરના શબ્દને સહન ન કરતો તિત્તિર પક્ષી વધ અને બંધનને પીંજરામાં ફસાયેલ તિત્તિરના શબ્દ ને સાંભળી સ્વાધીન તિત્તિર પોતાના સ્થાનથી બહાર આવે છે અને પારધિ તેને બાંધી લે છે. શ્રોત્રેન્દ્રિયને તે નહિ જીતવાનો આ દુષ્પરિણામ છે. [૧૮૯-૧૯૦] ચક્ષુઈન્દ્રિયના વશીભૂત અને રૂપમાં અનુરક્ત થનાર પુરુષ, સ્ત્રીઓના સ્તન, જઘન, વદન-, હાથ, પગ અને નેત્રોમાં તથા ગર્વિષ્ઠ બનેલી સ્ત્રીઓની વિલાસ યુક્ત ગતિમાં રમણ કરે છે, આનંદ માને છે. પરંતુ ચક્ષુ-ઈન્દ્રિયની દુદન્તતાથી એટલો દોષ હોય છે કે જેમ બુદ્ધિહીન પતંગિયા બળતી આગમાં જઈ પડે છે. [૧૯૧-૧૯૨] સુગંધમાં અનુરક્ત ધ્રાણેન્દ્રિયના વશવર્તી બનેલ પ્રાણી શ્રેષ્ઠ ધૂપ માલ્યનાળા તથા અનુલેપનચંદના દિના લેપની વિધિમાં રમણ કરે છે, પરંતુ ધ્રાણેન્દ્રિયની દુદન્તતાથી અથતુ ઇન્દ્રિયને દમન ન કરવાથી એટલો દોષ હોય છે કે ઔષધિની ગંધથી સર્પ પોતાના બિલથી બહાર આવે છે અને અનેક કષ્ટ ભોગવે છે. [૧૯૩-૧૯૪] રસમાં આસક્ત અને જિહુવા ઇન્દ્રિયના વશવર્તી થયેલ પ્રાણી કડવા, તીખા, કસાયેલા ખાટા તેમજ મધુર રસવાળા ઘણાં ખાદ્ય, પેય, લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થોમાં આનંદ માને છે. પરંતુ જિહુવા ઈન્દ્રિયને વશ થયેલને એટલો દોષ ઉત્પન્ન થાય છે કાટામાં ફસાયેલ અને પાણીથી બહાર ખેંચેલ અને સ્થલમાં ફેંકાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy