SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ નાયાધમ્મ કહાઓ - ૧/૯/૧૬/૧૭૮ કરતા ઉભા રહ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. તેમણે ચારે તરફ નૌકાની શોધ કરી. પરંતુ નૌકા ક્યાંય ન મળી.ત્યારે તેણે પોતાનીએકભુજાથી ઘોડા અને સારથી સહિત રથ ગ્રહણ કર્યો” અને બીજી ભુજાથી સાડાબાસયોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને ઉતરવાને માટે ઉઘત થયા.ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યારે ગંગા મહા નદીની વચ્ચોવચ પહોંચ્યા ત્યારે થાકી ગયાનૌકાનીઇચ્છાવાળાથયાઅનેબહુજખેદયુક્તથયા.તેમનેપસીનોઆવી ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે અહા ! પાંચ પાંડવો ઘણા બલવાન છે જેમણે સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદી પોતાની બાહુઓથી પાર કરી લીધી. પાંચ પાંડવોએ ઇચ્છા કરીને પદ્મનાભ રાજાને પરાજિત નથી કર્યો.’ ત્યારે ગંગા દેવીએ કૃષ્ણ વાસુદેવનો એવો અધ્યવસાય યાવત્ જાણીને પાણી માં સ્થલ-જમીન કરી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે થોડો સમય ત્યાં વિશ્રાન્તિ કરી. પછી સાડા બાસઠ યોજન ગંગા મહાનદીને પાર કરી. પાર કરીને પાંચ પાંડવોની પાસે પહોં ચ્યા. ત્યાં પહોંચીને પાંચ પાંડવોને કહ્યું અહો-દેવાનુપ્રિયો ! તમે લોકો મહાબલવાન છો, ઇત્યાદિ. કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યુંદેવાનુપ્રિય ! આપના દ્વારા વિસર્જિત-થઇને અમે લોકો જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. અમે નૌકાની શોધ કરી. યાવત્ તે નૌકાથી પાર ઉતરીને આપના બળની પરીક્ષા ક૨વા માટેઅમે નૌકા છૂપાવી દીધી.પછી આપનીપ્રતીક્ષાકરતાંઅમેઅહીં ઉભા છીએ.’ પાંચ પાંડવોનું એ કથન સાંભળીને અને સમજીને કૃષ્ણ વાસુદેવ કુપિત થયા. તેમની ત્રણ બલવાળી ભ્રકુટિ લલાટ ઉપર ચઢી ગઈ. તે બોલ્યા ઓહ ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણવાળા લવણ સમુદ્રને પાર કરીને પદ્મનાભને હત અને થિત કરીને યાવત્ પરાજિત કરીને અમરકંકા રાજધાનીને ભયભીત કરી અને મારા હાથે દ્રૌપદીને લઇને તમને સોંપી, ત્યારે તમને મારું માહાત્મ્ય ન જણાયું ! આજ તમે મારું માહાત્મ્ય જાણી લ્યો ! આમ કહીને તેમણે હાથમાં લોહદંડ લીધો અને પાંડવોના રથનો ચૂરેચૂરો કરી નાંખ્યો. રથનો ચુરેચુરો કરીને તેણે દેશ નિર્વાસનોની આજ્ઞા આપી. પછી તે સ્થાન પર રથમર્દન નામનો કોટ સ્થાપિત કર્યો. રથમર્દન તીર્થની સ્થાપના કરી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં પોતાની સેનાની છાવણી હતી, ત્યાં આવ્યા. આવીને પોતાની સેનાની સાથે મળી ગયા. ત્યાર પછી દ્વારવતી નગરીમાં પ્રવેશ કર્યો. [૧૭૯] ત્યાર પછી પાંચે પાંડવો જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. પાંડુ રાજાની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને અને હાથ જોડીને બોલ્યા-હે તાત ! કૃષ્ણે અમને દેશિનવિસનની આજ્ઞા આપી છે.’ ત્યારે પાંડુ રાજાએ પાંચે પાંડવોને પ્રશ્ન કર્યો-પુત્રો ! કયા કારણથી ?” ત્યારે પાંચ પાંડવોએ સર્વ વાત કહી. ત્યારે પાંડુ રાજાએ કુન્તી દેવીને બોલાવીને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે દ્વારિકા નગરી જઇને કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે‘આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમે પાંચ પાંડવોને દેશનિવાસનની આજ્ઞા આપી છે, પરંતુ હે દેવાનુપ્રિય ! તમે તો સમગ્ર દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના અધિપતિ છો. તેથી તમે આદેશ આપો કે પાંચ પાંડવો કઇ દિશા અથવા કઇ વિદિશામાં જાય ?’ ત્યાર પછી કુન્તી દેવી પાંડુ રાજાના આ પ્રમાણે કહેવા પર હાથીના સ્કંધ પર આરૂઢ થઇ. આરૂઢ થઇને પૂર્વવત્ દ્વારિકા પહોંચી. અગ્ર ઉઘાનમાં રહી. કૃષ્ણ વાસુદેવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy