SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૫ તમારા પદ્મનાભ રાજાના પહેલાનો સાથી દેવ હરણ કરીને લઈ આવ્યો હતો. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવો સહિત છઠ્ઠા પોતે દ્રૌપદી દેવીને પાછી લેવા માટે શીઘ્રતાથી આવ્યા છે. તે પદ્મનાભ રાજાની સાથે સંગ્રામ કરી રહ્યા છે. તેથી કૃષ્ણ વાસુદેવના શંખનો આ શબ્દ છે. જે એવો લાગે છે કે તમારા મુખના વાયુથી જાણે પૂરિત થયો હોય ! જે ઈષ્ટ છે, કાન્ત છે અને તમને સંભળાય છે. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત તીર્થકરને વંદના કરી, નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને કહ્યું “ભગવાન ! હું જાઉં અને પુરષો ત્તમ કૃષ્ણ વાસુદેવને જોઉ તેના દર્શન કરું.’ ત્યારે મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યું- હે દેવાનુપ્રિય ! એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે એકતીર્થંકર બીજા તીર્થકરને જોવે, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તીને જોવે, એક બલદેવ બીજા બલદેવને જુઓ, એક વાસુદેવ બીજા વાસુદેવને જોવે. તો પણ તમે લવણ સમુદ્રના મધ્યભાગમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવના શ્વેત અને પીત ધ્વજાના અગ્રભાગને જોશો. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત તીર્થકરને વંદના-નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. આરૂઢ થઇને જલ્દી-જલ્દી જ્યા વેલા કૂલ હતો, ત્યાં આવ્યા. આવીને લવણ સમુદ્રની મધ્યમાં થઈને જતા કૃષ્ણ વાસુદેવની શ્વેત પીત ધ્વજાનો અગ્રભાગ જોયો. જોઇને તે કહેવા લાગ્યા કે “આ મારા સમાન પુરૂષ છે. તે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ છે. જે લવણ સમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છે.' એમ કહીને તેણે પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખથી તેને પૂરિત કર્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે શંખનો શબ્દ સાંભળ્યો. સાંભળીને તેણે પણ પોતાના હાથમાં પાંચજન્ય શંખને લીધો મુખના વાયુથી પૂરિત કર્યો. તે સમયે બંને વાસુદેવોએ શંખ શબ્દની સમાચારી કરી. ત્યાર પછી કપિલ વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને તેમણે જોયું કે અમરકંકા રાજધાનીના તોરણ આદિ તૂટી-ફૂટી ગયા છે. તે જોઈને તેણે પદ્મના ભને કહ્યું- દેવાનુપ્રિય! આ અમરકંકા ભગ્ન તોરણ આદિ વાળી થઈને યાવતુ કેમ પડી ગઈ છે?' ત્યારે પદ્મનાભે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! જમ્બુદ્વીપ નામ ના દ્વીપથી, ભારત વર્ષથી, અહીં જલ્દીથી આવીને કૃષ્ણ વાસુદેવને આપનો પરાભવ કરીને, આપનું અપમાન કરીને, અમરકંકાને યાવતુ પાડી દીધી છે કપિલ વાસુદેવે, પદ્મ નાભના આ ઉત્તરને સાંભળી તેને કહ્યું-“અરે પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! તું શું નથી જાણતો કે તે મારા સમાન પુરુષ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? આ પ્રમાણે કહીને તે ક્રોધિત થયો. યાવતુ પદ્મનાભને દેશ-નિવસનની આજ્ઞા આપી દીધી. પદ્મના ભના પુત્રને અમરકંકા રાજધાનીમાં મહાન રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો. [૧૭૮] અહીં વાસુદેવ લવણ સમુદ્રના મધ્યભાગથી જતા ગંગા નદીની પાસે આવ્યા. ત્યારે તેણે પાંચ પાંડવોને કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ. જ્યાં સુધી તમે ગંગા મહાનદી ઉતરો, ત્યાં સુધી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળી લઉં.” ત્યારે તે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવના એમ કહેવા પર જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યાં. આવીને એક નૌકાની શોધ કરી શોધ કરીને તે નૌકાથી તે મહાનદી ગંગાને ઉતર્યા. ઉતરીને તેઓ પરસ્પર આ પ્રમાણે વાત કરવા લાગ્યા-દેવાનુપ્રિય ! કૃષ્ણ વાસુ દેવ ગંગા મહાનદીને પોતાની ભુજાઓથી પાર કરવામાં સમર્થ છે અથવા સમર્થ નથી ? આમ વિચાર કરીને તેઓએ તે નૌકા છૂપાવી દીધી. છૂપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy