SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૪૭ કરાવો.’ ત્યારે વાસુદેવ આદિ ઘણા રાજાઓએ સ્નાન તેમજ બલિકર્મ કરીને આહાર કર્યો યાવત્ પહેલાની જેમ વિચરવા લાગ્યા. ત્યાર પછી પાંડુ રાજાએ પાંચ પાંડવોને અને દ્રૌપદીને પાટ ઉપર બેસાડ્યા. બેસાડીને તેમને શ્વેત અને પીત કલશોથી અભિષેક કરાવ્યો. પછી કલ્યાણકારી ઉત્સવ કર્યો. તે વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓનો સત્કાર કર્યો. સન્માન કર્યું. [૧૭૪] ત્યાર પછી પાંચ પાંડવો, દ્રૌપદીની સાથે, અંતઃપુરના પરિવાર સહિત, એક એક દિવસ વારાના અનુસારે ઉદાર કામભોગ ભોગવતાં યાવત્ રહેવા લાગ્યા. ત્યારે પછી પાંડુ રાજા એકવાર કોઈ સમયે પાંચ પાંડવો, કુંતી દેવી અને દ્રૌપદીની સાથે તથા અંતપુરના અંદરના પરિવાર સાથે પરિવૃત થઇને શ્રેષ્ઠ સિંહાસન ઉપર આસીન થઇને વિચરતા હતા. ત્યારે કચ્છલ્લ નામક નારદ ત્યાં આવી પહોંચ્યા. તે જોવામાં અત્યંત ભદ્ર અને વિનીત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય કલુષિત હતું. બ્રહ્મ ચર્ય વ્રતના ધારક હોવાથી તે મધ્યસ્થતાને પ્રાપ્ત હતાં. આશ્રિત જનોને તેમનું દર્શન પ્રિય લાગતું હતું. તેનું રૂપ મનોહર હતું તેમણે ઉજ્જવલ તેમજ શકલ પહેરેલ હતું. કાળુ મૃગચર્મ ઉત્તરાસંગના રૂપમાં વત્થલપર ધારણ કરેલ હતું. હાથમાં દંડ અને કમંડલું હતાં, જટા રૂપી મુગટથી તેમનું મસ્તક દેદીપ્યમાન હતું. તેમણે યજ્ઞોપવીત, તેમજ રુદ્રાક્ષની માળાનાં આભરણો, મૂંજની કિટમેખલા અને વલ્કલ વસ્ત્ર ધારણ કરેલ હતા. તેમના હાથમાં કચ્છપી નામની વીણા હતી. તેમને સંગીત પર પ્રીતિ હતી. આકાશમાં ગમનકરવાનીશક્તિ હોવાના કારણે તે પૃથ્વીપરબહુઓછું ગમન કરતાં હતા. સંચરણી, આવરણી, અવત રણી ઉત્પતની શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ ગમની, અને સ્તંભિની, આદિ ઘણીજ વિદ્યાધરો સંબંધી વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી તેમની કીર્તિ ફેલાયેલી હતી. તે બલદેવ અને વાસુદેવના પ્રેમપાત્ર હતાં. પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાર, સુમુખ અને દુર્મુખ આદિ યાદવોના સાડાત્રણ કરોડ કુમારોના હૃદયને પ્રિય હતા અને તેઓ વડે પ્રશંસનીય હતા. કલહ, યુદ્ધ અને કોલાહલ તેમને પ્રિય હતો. તે ભાંડની સમાન વચન બોલવાના અભિલાષી હતા. અનેક સમર અને સમ્પરાય જોવાના રસિયા હતા. ચારે તરફ દક્ષિણા આપીને પણ કલહની ખોજ કરતા હતા. કલહ કરાવીને બીજાના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરતા હતા. એવા તે નારદ ત્રણે લોકમાં બલવાન શ્રેષ્ઠ દસારવંશના વીરપુરુષોથી વાર્તાલાપ કરીને, તે ભગવતી પ્રાકામ્ય નામક વિદ્યાનું, જે આકાશમાં ગમન કરવામાં દક્ષ હતી, સ્મરણ કરીને ઉઠ્યા અને આકાશને ઓળંગતા થકા હજારો ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન અને સંબાધથી શોભિત અને ભરપૂર દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતા-કરતા રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને વેગની સાંથે પાંડુ રાજાના મહેલમાં ઉતર્યા. • તે સમયે પાંડુરાજાએ કરછુલ્લ નારદને આવતા જોયા. જોઇને પાંચ પાંડવો તથા કુંતી દેવી સહિત તે આસન ઉપરથી ઉભા થયા. યાવત્ ઉભા થઇને સાત-આઠ પગલાં કચ્છુલ્લ નારદની સામે ગયા. સામે જઇને ત્રણવાર દક્ષિણ દિશાથી આરંભ કરીને પ્રદ ક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને મહાન પુરુષોને યોગ્ય અથવા બહુમૂલ્ય આસન ગ્રહણ કરવાને માટે આમંત્રણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy