SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્કંધ-૧, અધ્યયન-૧૬ થાવત ગુપ્ત બ્રહ્મચારિણી છીએ આપણને શરીરબકુશ થવું કહ્યું નહિ. પરંતુ હે આર્યો ! તું શરીરબકુશ બની ગઈ છે, તેથી દેવાનુપ્રિયે ! તું બકુશ ચારિત્રરૂપ સ્થાનની આલોચના કર, યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. ત્યારે સુકુમાલિકા આયએિ ગોપાલિકા આયના આ અર્થનો આદર ન કર્યો, તેને અંગીકાર ન કર્યો. ઉલટુંઅનાદર કરતી,અસ્વીકાર કરતી થકી વિચારવા લાગી. ત્યારે બીજી આયડે સુકુમાલિકા આયની વારંવાર અવહેલના કરવા લાગી, યાવતું અનાદર કરવા લાગી અને વારંવાર આ અર્થ માટે રોકવા લાગી. નિગ્રંથ શ્રમણીઓ દ્વારા અવહેલના કરાયેલી અને વારંવાર રોકાવામાં આવેલી તે સુકુમાલિકાના મનમાં આવો યાવતુ વિચાર ઉત્પન્ન થયો-જ્યારે હું ગૃહસ્થવાસમાં હતી, ત્યારે સ્વાધીન હતી. અને જ્યારે હું મુંડિત થઈને દીક્ષિત થઈ ત્યારે પરાધીન બની ગઈ. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતી હતી, હવે આદર કરતી નથી. તેથી કાલે પ્રભાત થવા પર ગોપાલિકા આયની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને મારે રહેવું. તે જ મારા માટે શ્રેયસ્કર છે.” તેણીએ આવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર ગોપાલિકા આયની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઇને રહેવા લાગી. ત્યાર પછી કોઈ રોકનાર ન હોવાથી સુકુમાલિકા સ્વચ્છંદબુદ્ધિ થઇને શિથિલાચારી બની ગઈ. પાર્શ્વસ્થની જેમ વિહાર કરવા લાગી. તે અવસન અને આલ સ્યમય વિહારવાળી થઈ ગઈ. કુશીલા થઈ ગઈ. સંસકતા સંસક્ત વિહારિણી થઈ ગઈ. આ રીતે તેણીએ ઘણાં વર્ષો સુધી સાથ્વી પર્યાયનું પાલન કર્યું. અંતમાં અર્ધમાસની સંલેખના કરીને, પોતાના અનુચિત આચરણની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાળના અવસરે કાળ કરીને ઇશાન કલ્પમાં, કોઈ વિમાનમાં નવ પલ્યોપમની સ્થિતિ વાળી દેવગણિકાના રૂપમાં ઉત્પન્ન થઇ. ત્યાં [૧૬૮] તે કાળ અને તે સમયમાં, આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પંચાલ દેશમાં કાંડિલ્યપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદનામનો રાજા હતો. દ્રુપદ રાજાને ચુલસી પટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યાર પછી સુકુમાલિકા દેવી તે દેવલોકથી આયુનો ક્ષય કરીને યાવતું દેવીના શરીરનો ત્યાગ કરીને આ દ્રુપદ રાજાની ચલણીરાણીની કુક્ષિમાં પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી ચલણી રાણીએ નવ માસ પૂર્ણ થતાં યાવતું પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી બાર દિવસ વ્યતીત થવા પર તે બાલિકાનું ગુણનિષ્પન્ન દ્રોપદી નામ રાખ્યું. ત્યાર પછી પાંચ ઘાયો દ્વારા ગ્રહણ કરાયેલ તે દ્રૌપદી દારિકા પર્વતની ગુફામાં સ્થિત ચંપકલતાની સમાન વાયુ આદિના વ્યાઘાતથી રહિત થઈને સુખપૂર્વક વધવા લાગી. ત્યાર પછી તે શ્રેષ્ઠ રાજકન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યાવતું ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીને એકવાર અંતઃપુરની રાણીઓએ સ્નાન કરાવ્યું યાવતુ અલંકારોથી વિભૂષિત કરી. પછી દ્રપદ રાજાના ચરણોની વંદના કરવાને માટે તેની પાસે મોકલી. ત્યારે તે શ્રેષ્ઠ રાજકુમારી દ્રપદ રાજાની પાસે ગઈ. ત્યાં જઈને દ્રપદ રાજાના ચરણોને સ્પર્શ કર્યો. [૧૯] ત્યાર પછી દ્રુપદ રાજાએ દ્રૌપદી દારિકાને પોતાના ખોળામાં બેસાડી. પછી રાજવરકન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવણ્યને જોઇને તે વિસ્મય પામ્યો. તેણે રાજવરકન્યા દ્રોપદીને કહ્યું- હે પુત્રી ! હું સ્વયં તને કોઈ રાજા અથવા યુવરાજની ભાય રૂપમાં દઈશ અને ત્યાં તું સુખી યા દુઃખી થઈશ તો મને જીદંગીભર દયમાં દાહ થશે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy