SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૬/૧૬૫ દારકને ઇષ્ટ કાન્ત યાવત્ પ્રિય બનું ?’ અમારે તેવી વાત સાંભળવી ન ક૨ે તો તેનો ઉપાય બતાવવો દૂર રહ્યો. ત્યારે તે શ્રાવિકા થઇ. યાવત્ ગોપાલિકા આની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સુકૂમાલિકા સાધ્વી બની ગઈ. ઈયિસમિતિથી સંપન્ન યાવત્ બ્રહ્મ ચારિણી થઇને ઘણા ઉપવાસ, બેલા, તેલા આદિ તપસ્યા કરતી થકી વિચરવા લાગી. ત્યાર પછી સૂકુમાલિકા આર્યા કોઇ સમયે ગોપાલિકા આર્યાની પાસે ગઇ. જઇને તેને વંદન કર્યાં; નમસ્કાર કર્યા. ‘હે આર્યા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું ચંપા નગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહિ તેમજ બહુ નજીક નહિ એવા સ્થાનમાં, બેલા-બેલાની તપસ્યા કરતાં સૂર્યની સન્મુખ આતાપના લેતી થકી વિચારવા ઇચ્છું છું.’ ત્યારે તે ગોપાલિકા આર્યાએ કહ્યું- હે આપ્યું ! આપણે નિગ્રંથ શ્રમણીઓ છીએ અને ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. યાવત્ ઇસિમિતિના શોધનાર છીએ. તેથી આપણને ગામ અને સન્નિવેશથી બહાર જઇને બેલા બેલાની તપસ્યા કરીને વિચરવું યોગ્ય નથી પરંતુ વાડથી ઘેરાયેલ ઉપાશ્રયની અંદર જ શરીરને વસ્ત્રથી આચ્છાદિત કરીને યા સાધ્વીના પરિવારની સાથે રહીને તથા પૃથ્વી પર પદ-તલ સમાન રાખીને આતાપના લેવી કલ્પે છે. ત્યારે સુકુમાલિકા આર્યાને ગોપાલિકા આર્યાની આ વાત ઉપર શ્રદ્ધા ન બેઠી, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઇ. તે સુભૂમિભાગ ઉદ્યાનની કંઇક સમીપમાં નિરંતર બેલા બેલાના પારણા કરતી યાવત્ વિચરવા લાગી. [૧૯૬] ચંપા નગરીમાં લલિતા નિવાસ કરતી હતી. રાજાએ તેને ઈચ્છાનુસાર વિહા૨ ક૨વાની છૂટ આપી હતી. તે ટોળી માતા-પિતા સ્વજનો આદિની પરવાહ કરતી ન હતી. વેશ્યાનું ઘર એ જ તેનું ઘર હતું. તે વિવિધ પ્રકારનો અવિનય કરવામાં ઉદ્ધત હતી. ધનાઢય હતી અને યાવત્ કોઇથી દબાતી નહી, તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સુકુમાર હતી. એક વાર તે લલિતા ગોષ્ઠીનાં પાંચ ગોષ્ઠિક પુરૂષો દેવદત્ત ગણિકાની સાથે, સુભૂમિભાગ ઉદ્યાનની લક્ષ્મીનો અનુભવ કરતા થકા વિચરતા હતા. તેમાંથી એક ગોષ્ઠી પુરૂષે દેવદત્તા ગણિકાને પોતાની ગોદમાં બેસાડી હતી. એકે પાછળ છત્ર ધારણ કર્યું, એકે તેણીના મસ્તક ૫૨ ફૂલોની કલગી રચી, એક તેણીના પગ રંગવા લાગ્યો અને એક તેણી પર ચામર ઢોળવા લાગ્યો. ત્યાર પછી તે સુકુમાલિકા આર્યાએ દેવગણિકાને પાંચ ગોષ્ઠિક પુરૂષોની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામ-ભોગ ભોગવતા જોયા. જોઇને તેણીને આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો અહા ! આ સ્ત્રી પૂર્વમાં આચરણ કરેલ શુભ કર્મ અનુભવી રહી છે. તેથી જો સુઆચરીત તપ, નિયમ અને બ્રહ્મચર્યનું કંઈ પણ કલ્યાણકારી ફળ હોય તો હું પણ આગામી ભવમાં તેની જેમ જ કામભોગોને ભોગવતી વિચરું.' તેણીએ તે પ્રમાણેનું નિદાન-નિયાણ કર્યું અને નિયાણું કરીને આતાપના ભૂમિથી પાછી ફરી. [૧૬૭] ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા શરી૨બકુશ થઇ ગઇ. તે વારંવાર હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, મુખ ધોતી, સ્તનાન્તર ધોતી, બગલ ધોતી તથા ગુપ્ત અંગ ધોતી હતી. જે સ્થાન પર તે ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી, સ્વાધ્યાય કરતી ત્યાં પહેલેથી જ ભૂમિ પર પાણી છાંટતી હતી અને પછી જ ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી યા સ્વાધ્યાય કરતી હતી. ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને કહ્યું-‘હે દેવાનુપ્રિયે ! આર્યે ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ. ઇર્યાસમિતિથી સંપન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy