SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ ૧૨૯ અમાત્યની ભદ્રા ભાર્યાની કુક્ષીએ પુત્રના રૂપમાં ઉત્પન્ન થયો છું. તો મારા માટે પહેલાં કરેલમહાવ્રતોનેસ્વયંસ્વીકા૨ક૨વાંતેશ્રેયસ્કર છે.એમ તેતલિપુત્રને વિચાર કર્યો વિચાર કરીને સ્વયં મહાવ્રતોનેજ અંગીકાર કર્યા. અંગીકાર કરીને જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું, ત્યાંઆવ્યા.આવીનેશ્રેષ્ઠઅશોકવૃક્ષનીનીચેપૃથ્વીશિલાપટ્ટકપ૨સુખપૂર્વક બેઠેલ વિચા રણાં કરતાં તેણે પહેલાં કરેલા ચૌદ પૂર્વનું સ્વયં જ સ્મરણ થયું. ત્યાર પછી તેલિ પુત્ર અણગારનેશુભપરિણામથીયાવત્તદાવરણીય-કર્મોના ક્ષયોપશમથી, કર્મજનો નાશ કરનાર અપૂર્વ કરણામાં પ્રવેશ કર્યો ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયા. [૧૫૬] ત્યાર પછી તેતલપુર નગરીની સમીપ દેવ અને દેવીઓએ દેવદુદુંભિ વગાડી. પાંચવર્ણ પુષ્પોની વર્ષા કરી અને દિવ્ય ગીતનો ધ્વનિ કર્યો કનકધ્વજ રાજા આ કથાના અર્થને જાણીને બોલ્યો - નિઃસંદેશ મારા દ્વારા અપમાનિત થઇને તેતલિપુત્રે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી છે. તેથી હું જઇને તેતલિપુત્ર અણગારને વંદન કરું, નમસ્કાર કરું. વિનયપૂર્વક ખમાવું.' કનકધ્વજે એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને સ્નાન કર્યું. પછી ચતુરંગી સેના સાથે જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું, જ્યાં તેતલિપુત્ર અણ ગાર હતા, ત્યાંઆવ્યો.આવીને તેતલિપુત્ર અણ ગા૨ને વંદન કર્યા,નમસ્કાર કર્યા. વિનય ની સાથે પુનઃ પુનઃ ક્ષમા યાચના કરી, ન અતિ દૂર કે ન નજીક એવા સ્થાન પર બેસીને તેની ઉપા સના કરવા લાગ્યા. ત્યાર પછી તેતલિપુત્ર અણગારે કનકધ્વજ રાજાને અને મોટી પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી કનકધ્વજ તેતલિપુત્ર કેવલી પાસેથી ધર્મ સાંભળીને હૃદયમાં ધારણ કરીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. શ્રાવક ધર્મ અંગીકાર કરીને તે યાવત્ જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઇ ગયો. ત્યાર પછી તેતલિપુત્ર કેવલી ઘણાં વર્ષો સુધી કેવલી અવસ્થામાં રહીને યાવત્ સિદ્ધ થયા. અધ્યયન - ૧૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૧૫-નંદીફળ [૧૫૭] જો શ્રમણ ભગવાન મહાવીરે ચૌદમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે પંદરમાં જ્ઞાતાધ્યનનો શું અર્થ ફરમાવેલ છે ?’ ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં ચંપા નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. ધન્ય સાર્થવાહ હતો. તે ઋદ્ધિસંપન્ન હતો યાવત્ કોઇથી પરાભવ પામતો નહીં.’ તે ચંપા નગરીથી ઉત્તરપૂર્વ દિશામાં અહિછત્રા નામની નગરી હતી. તે ભવનો આદિથી યુક્ત તથા સમૃદ્ધિથી પરિપૂર્ણ હતી. તે અહિ છત્રા નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે મહાહિમવંત પર્વતની સમાન આદિ વિશેષણોથી યુક્ત હતો. એકદા ધન્ય સાર્થવાહના મનમાં મધ્યરાત્રિના સમયે આ પ્રકારનો અધ્યવ સાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ, ઉત્પન્ન થયો-વિપુલ ઘી, તેલ, ખાંડ, ગોળ, આદિ માલ લઇને મારે અહિછત્રા નગરીમાં વ્યાપાર કરવા માટે જવું શ્રેયસ્કર છે.’ વિચાર કરીને ગણિમ, ધરિમ, મેય, અને પારિચ્છેદ્ય માલને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને ગાડા-ગાડી તૈયાર કર્યા. કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયો ! તમે જાઓ. ચંપાના શ્રૃંગાટક યાવત્ બધા માર્ગોમાં ઘોષણા કરી દો 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy