SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ભગવદ- ૧પ-|-| ૪૮ તેત્રીશ વર્ષમાં સાત શરીરરાન્તર પરાવર્તન કર્યા છે એમ મેં કહ્યું છે. તે માટે હે આયુખનું. કાશ્યપ! તમે મને એ પ્રમાણે સારું કહો છો એ પ્રમાણે ઠીક કહો છો “મંખલિપુત્ર ગોશાલક મારો ધમન્તિવાસી છે. [૪૯]શ્રમણ ભગવાનું મહાવીરે કહ્યું,-હે ગોશાલકા જેમ કોઈ ચોર હોય અને તે ગ્રામવાસી જનોથી પરાભવ પામતો કોઈ ગત, ગુફા, દુર્ગ, નિમ્ર, પર્વત કે વિષમપ્રદેશને નહિ પ્રાપ્ત કરતો એક મોટા ઉનના લોભથી, શણના લોભથી, કપાસના લોભથી અને તૃણના અગ્ર ભાગથી પોતાને ઢાંકીને રહે, અને તે નહિ ઢંકાયા છતાં હું ઢંકાયેલ છું એમ પોતાને માને, અપ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, નહિ સંતાવા છતાં પોતાને સંતાયેલ માને, અપલાપિત છતાં પોતાને ગુપ્ત માને, એ પ્રમાણે હે ગોશાલકી તું પણ અન્ય નહિ છતાં હું અન્ય છું-એમ પોતાને દેખાડે છે. તે માટે હે ગોશાલક! એમ નહિ કર, હે ગોશાલકા એમ કરવાને તું યોગ્ય નથી. [૬પ૦]શ્રમણ ભગવાનું મહાવીરે એ પ્રમાણે કહ્યું એટલે તે મખલિપુત્ર ગોશાલક એકદમ ગુસ્સે થયો અને શ્રમણ ભગવાન મહાવીરને અનેક પ્રકારના અનુચિત વચનો વડે આક્રોશ કરવા લાગ્યો, ઉદ્વેષણા વડે તિરસ્કાર કરવા લાગ્યો, નિર્ભિત્રેના વડે નિભિત્સિચ કરવા લાગ્યો, નિશછોટના વડે હલકા પાડવા પ્રયત્ન કરવા લાગ્યો, અને તેમ કરી તે ગોશાલક આ પ્રમાણે બોલ્યો-“કદાચિતુ હું એમ માનું છું કે તું નષ્ટ થયો છે, વિનષ્ટ થયો છે, ભ્રષ્ટ થયો છે, અને કદાચિતુ નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થયો છે, કદાચિતું તું આજે હઈશ નહિ, તને મારાથી સુખ થવાનું નથી.” ૫૧]તે કાલે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીર અન્તવાસી-શિષ્ય પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા સવનુભૂતિ નામ અનુસાર ભદ્ર પ્રકૃતિના અને યાવતુ વિનીત હતા. તે પોતાના ધર્માચાર્યના અનુરાગથી આ ગોશાલકની વાતની અશ્રદ્ધા કરતાં ઉક્યા, મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે ગોશાલકા જે તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ આયનિદૉષ અને ધાર્મિક સુવચન સાંભળે છે તે પણ તેને વંદન અને નમસ્કાર કરે છે, યાવતુ-તે કલ્યાણકર અને મંગલકર દેવના ચૈત્યની પેઠે તેની પપાસના કરે છે, પણ તારે માટે શું કહેવું?ભગવંતે તને શિષ્યરુપે સ્વીકાર કર્યો. તને મુંડ્યો, તને વ્રતસમાચાર શીખવ્યો, તને શિક્ષિત ક્યો અને તને બહુશ્રુત કર્યો, તો પણ તે ભગવંતની સાથે અનાર્યપણું આદર્યું છે, તે માટે હે ગોશાલકો એમ નહીં કર, તું એમ કરવાને યોગ્ય નથી. આ તેજ તારી પ્રકૃતિ છે, અન્ય નથી.” એ પ્રમાણે સવનુભૂતિ અનગારે કહ્યું એટલે તે ગોશાલક ગુસ્સે થયો, અને સર્વાનુભૂતિ અનગારને પોતાના તપથી તેજથી એક પ્રહારે કહી કૂટાઘાત પેઠે બાળી ભસ્મ કર્યા. બીજી પણ શ્રમણ ભગવંત મહાવીરને અનેક પ્રકારની આક્રોશના વડે આક્રોશ કર્યો, યાવત્ “મારાથી તમને સુખ થવાનું નથી.” તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાનું મહાવીરના અન્તવાસી કોશલદે શમાં ઉત્પન્ન થયેલા સુનક્ષત્ર નામે અનગાર ભદ્રપ્રકૃતિના અને યાવતુવિનીત હતા. તે ધર્માચાર્યના અનુરાગથી-ઈત્યાદિ જેમ સવનુભૂતિ સંબંધે કહ્યું તેમ અહિં કહેવું, એટલે તે ગોશાલક અત્યંત ગુસ્સે થયો, અને સુનક્ષત્ર અનગારને તેણે તપના તેજથી બાળ્યા. મંખલિપુત્ર ગોશાલકવડે તપના તેજથી બળેલા સુનક્ષત્ર અનગારે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી વન્દન અને નમસ્કાર કર્યા. વન્દન અને નમસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy