SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫, ૨૪૩ મનુષ્યને વિશે ઉપજે છે. ત્યાંથી આવીને તુરત મધ્યમ માનસોત્તર આયુષવડે સંપૂથદેવનિકાયમાં ઉપજે છે. ત્યા દિવ્ય ભોગો ભોગવી યાવ-ત્યાંથી ચ્યવી પાંચમાં સંક્ષી ગર્ભ-ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને તુરત હેઠેના માનસોત્તર આયુષ સહિત સંપૂથ-દેવનિકાયમાં ઉપજે છે. ત્યાં દિવ્ય ભોગો ભોગવી યાવત્-ચ્યવી છટ્ઠા સંશી ગર્ભજ મનુષ્યોમાં ઉપજે છે. ત્યાંથી નીકળી તુરત બ્રહ્મલોક નામે કલ્પ-દેવલોક કહ્યો છે, તે પૂર્વ તથા પશ્ચિમ લાંબો છે, અને ઉત્તર તથા દક્ષિણ વિસ્તારવાળો છે, જેમ પ્રજ્ઞાપન સૂત્રના સ્થાનપદને વિષે કહ્યું છે એમ અહિં જાણવું, યાવત્-તેમાં પાંચ અવતંસક વિમાનો કહ્યા છે, અશોકાવસંતક, યાવત્ પ્રતિરુપ સુન્દર છે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દશ સાગરોપમ સુધી દિવ્ય ભોગો ભોગવીને યાવત્ત્યાંથી ચ્યવીને સાતમા સંશીગર્ભ-ગર્ભજ મનુષ્યમાં ઉપજે છે. ત્યાં નવ માસ બરોબર પૂર્ણ થયા પછી અને સાડાસાત દિવસ વ્યતીત થયા બાદ સુકુમાર, ભદ્ર,મૃદુ અને દર્ભના કુંડલની પેઠે સંકુચિત કેશવાળો, કર્ણના આભૂષણવડે જેના ગાલને સ્પર્શ થયો છે એવો, દેવ કુમારસમાન કાન્તિવાળો બાળક જન્મ્યો, હે કાશ્યપ. તે હું છું. ત્યાર પછી કુમારાવસ્થામાં પ્રવ્રજ્યાવડે, કુમારાવસ્થામાં બ્રહ્મચર્ય વડે અવિશ્વકર્ણ બુદ્ધિવાળા એવા મને પ્રવજ્યાં ગ્રહણ કરવાની બુદ્ધિ થઈ અને સાત પ્રવૃત્ત પરિહાર-શરીરાન્તને વિષે સંચાર કર્યો, તે આ પ્રમાણેએળેયક, મલ્લારામ, મંડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુત્ર અર્જુન અને મંખલિપુત્ર ગોશા લકના શરીમાં પ્રવેશ કર્યો. તેમાં જે પ્રથમ પ્રવૃત્તપરિહાર-રાજગૃહનગરની બહાર મંડિકુક્ષિ ચૈત્યને વિષે કુંડિયાયન ગોત્રીય ઉદાયનના શરીરનો ત્યાગ કરી એણેકયના શરીરમાં પ્રવેશ કર્યો. બાવીશ વર્ષ સુધી પ્રથમ શરીરાન્તરમાં પરાવર્તન કર્યું. બીજા શરીરાન્તરપ્રવેશમાં ઉર્દૂપુર નગરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યને વિષે એણેયકના શરી રનો ત્યાગ કરી મલ્લા રામના શરીરમાં પ્રવેશ કર્યો, એકવીશ વરસ સુધી બીજા શરીરાન્તર માં પરાવર્તન કર્યું. ત્રીજા શરીરાન્તરપ્રવેશમાં ચંપાનગરીની બહાર અંગ મંદિરનામે ચૈત્યને વિષે મલ્લારામના શરીરનો ત્યાગ કરી મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો, અને વીસ વર્ષ સુધી ત્રીજું શરીરાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે ચોથું શરીરાન્તર પરાવર્તન છે તે વારાણસી નગરીથી બહાર કામમહાવન ચૈત્ય વિષે મંડિકના શરીરનો ત્યાગ કરી રોહકના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં ઓગણીશ વર્ષ સુધી ચોથું શરીરાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે પાંચમું શરીરાન્તર પરાવર્તન છે તે આભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ ચૈત્યને વિષે રોહના શરીરનો ત્યાગ કરી ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો.અઢાર વર્ષ સુધી પાંચમું શરીરાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે છઠ્ઠું શરીરાન્તર પરાવર્તન છે તે વૈશાલી નગરીની બહાર કુંડિયાયનચૈત્યને વિષે ભારદ્વાજ શરીરનો ત્યાગ કરી ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં સત્તર વર્ષ સુધી છઠ્ઠું શરી રાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે સાતમું શરીાન્તર પરાવર્તન છે તે આજ શ્રાવસ્તી નગરીને વિષે હાલાહલા કુંભારણના હાટને વિષે ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરી મંખલપુત્ર ગોશાલકનું શરીર સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય, શીતને, ઉષ્ણતાને, ક્ષુધાને, વિવિધ ડાંસ મચ્છર વગેરે પરિષહ અને ઉપસર્ગને સહન કરવા૨, તથા સ્થિરસંઘયળવાળું છે'-એમ સમજી તેમાં મે પ્રવેશે કર્યો, અને તેમાં સોળ વ૨સસુધી આ સાતમું શરીરાન્તરપરાવર્તન કર્યું છે. એ પ્રમાણે હે આયુષ્મન્ કાશ્યપ . મેં એકસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy