SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦, ઉદેસી-૩ ૨૪૭ પછીવિમોહ પમાડે ? હે ગૌતમ ! તે બંને ફરી શકે. હે ભગવન્! અલ્પશક્તિવાળો. અસુરકુમાર મહાશક્તિવાળા અસુરકુમારની વચોવચ થઈને જઈ શકે? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે સામાન્ય દેવની પેઠે અસુર- કુમારના પણ ત્રણ આલાપક કહેવા. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમાર સુધી કહેવું. તથા વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને પણ એ પ્રમાણે કહેવું. હે ભગવન્! અલ્પશક્તિવાળો દેવ મહાશક્તિ વાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી; હે ભગવનું ! સમાનશક્તિવાળો દેવ સમાનશક્તિવાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ! એ પ્રમાણે પૂર્વની પેઠે દેવની સાથે દેવીની દંડક કહેવો, યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવનુઅલ્પશક્તિવાળી દેવી મહાશક્તિવાળા દેવની વચોવચ થઈને જાય?હે ગૌતમ! ન જાય, એ પ્રમાણે અહીં ત્રીજો દંડક પૂર્વ પ્રમાણે કહેવો, યાવતુ- “હે ભગવન્! મહાશકિત વાળી વૈમાનિક દેવી અલ્પશક્તિવાળા વૈમાનિક દેવની વચોવચ થઈને જાય?હા, ગૌતમ! જાય.’ હે ભગવન્!અલ્પશક્તિવાળી દેવી મોટી શક્તિવાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે સમાનશક્તિવાળી દેવીનો સમાનશક્તિ વાળી દેવી સાથે, તથા મહાશક્તિવાળી દેવીનો અલ્પશક્તિવાળી દેવી સાથે તે પ્રમાણે આલાપક કહેવા, અને એ રીતે એક એકના ત્રણ ત્રણ આલાપક કહેવા. યાવતું મોટી શક્તિવાળી દેવી સંબંધે એ પ્રમાણે એ ચાર દંડક કહેવા. ૪િ૮૩] હે ભગવન્! જ્યારે ઘોડો દોડતો હોય ત્યારે તે ખુ ખુ' શબ્દ કેમ કરે છે? હે ગૌતમ ! જ્યારે ઘોડો દોડતો હોય છે, ત્યારે હૃદય અને યકૃતની વચ્ચે કર્કટનામે વાયુ ઉત્પન્ન થાય છે. અને તેથી ઘોડો ઘેડતો હોય છે ત્યારે તે “ખું ખુશબ્દ કરે છે. [૪૮૪] હે ભગવન્! અમે આશ્રય કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશુ, ઈત્યાદિ ભાષા “આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પ્રચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમાં અનભિગૃહીત, અભિગૃહીત, સંશયકરણી, વ્યાકૃતા, અને અવ્યાકૃતા ભાષા છે.” તેમાંની આ પ્રજ્ઞાપની ભાષા કહેવાય? અને એ ભાષા મૃષા ન કહેવાય? હે ગૌતમ ! “આશ્રય કરીશું- ઈત્યાદિ ભાષા પૂર્વવત્ કહેવાય, પણ મૃષા ભાષા ન કહેવાય. હે ભગવન્! તે એમજ છે, એમ કહી ભગવાનૂ ગૌતમ યાવત્ વિહરે છે;). શતક ૧૦-ઉદેસાઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 1 ( ઉદેશક:-) [૪૮૭] તે કાલે-તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાં દૂતિપલાશ ચેત્ય હતું. ત્યાં ભગવાન્ મહાવીર સમોસય. પરિષદૂ ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ગઈ. તે કાલેતે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર યાવત્ ઊર્ધ્વજાનું યાવદ્ વિહરે છે. તે કાલે-તે સમયે શ્રમણભગવાનમહાવીરના શિષ્ય શ્યામ હતી અનગાર હતા. જે રોહ અનગારની પેઠે ભદ્રપ્રકૃતિના યાવત્ વિહરતા હતા. ત્યાર પછી શ્રદ્ધાવાળા તે શ્યામહસ્તી અનગાર યાવતુ ઉભા થઈને જ્યાં ભગવાન ગૌતમ છે ત્યાં આવે છે, ગૌતમને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદી, નમી અને પર્યાપાસના કરતા બોલ્યા- હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર ચમરને ત્રાયસ્ત્રિશક દેવો છે? હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે શ્યામહસ્તી! તે ત્રાયસ્ત્રિશક દેવોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy