SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉસો-૩૩ ૨૩૫ પિતા હાથ જોડી યાવતુ તેને જય અને વિજયથી વધાવે છે. વધાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! તું કહે કે તને અમે શું દઈએ, શું આપીએ, અથવા તારે કાંઈ પ્રયોજન છે? ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું કે-હે માતા-પિતા ! હું કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર મંગાવવા તથા એક હજામને બોલાવવા ઈચ્છું છું ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આપણા ખજાનામાંથી ત્રણ લાખ (સોનૈયા) ને લઈને તેમાંથી બે લાખ (સોનૈયા) વડે કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર લાવો, એક લાખ સોનૈયા આપીને એક હજામને લાવો. જ્યારે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ તે કૌટુંબિક પુરુષોને એ પ્રમાણે આજ્ઞા કરી ત્યારે તેઓ ખુશ થયા, તુષ્ટ થયા, અને હાથ જોડીને વાવતુ પોતાના સ્વામીનું વચન સ્વીકારીને તુરતજ ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રા લઈને યાવતું હજામને બોલાવે છે, ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવેલો તે હજામ ખુશ થયો, તુષ્ટ થયો, ન્હાયો, અને બલિકર્મ કરી, યાવત્ તેણે પોતાનું શરીર શણગાર્યું, અને પછી જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારનો પિતા છે ત્યાં તે આવે છે. આવીને હાથ જોડીને જમાલિ ક્ષત્રિયકુમારના પિતાને જય અને વિજયથી વધારે છે; પછી તે હજામ બોલ્યો કે- હે દેવાનુપ્રિય ! જે મારે કરવાનું હોય તે ફરમાવો.” ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ તે હજામને કહ્યું કે- હે દેવાનુપ્રિય ! જમાલિ ક્ષત્રિયકુમારના અત્યન્ત યત્નપૂર્વક ચાર અંગુલ મૂકીને નિષ્ક્રમ- ણને (દીક્ષાને) યોગ્ય આગળના વાળ કાપી નાખ. ત્યારપછી જ્યારે જમાલિ ક્ષત્રિય- કુમારના પિતાએ તે હજામને એ પ્રમાણે કહ્યું ત્યારે તે ખુશ થયો, તુષ્ટ થયો અને હાથ જોડીને એ પ્રમાણે બોલ્યો-“હે સ્વામિનું ! આજ્ઞા પ્રમાણે કરીશ” એમ કહીને વિનયથી તે વચનનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સુગંધી ગંધોદકથી હાથ પગને ધુએ છે, શુદ્ધ આઠપડવળા, વસ્ત્રથી મોઢાને બાંધી અત્યંત યત્નપૂર્વક જમાલિક્ષત્રિયકુમારના નિષ્ક્રમણ યોગ્ય અગ્રકેશો ચાર આંગળ મૂકીને કાપે છે. ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારની માતા હંસના જેવા શ્વેત પટશાટકથી તે અગ્રકેશોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે કેશોને સુગંધી ગંધોદકથી ધૂએ છે. ધોઇને ઉત્તમ અને પ્રધાન ગંધ તથા માલાવડે પૂજે છે. પૂજીને શુદ્ધ વસ્ત્રવડે બાંધે છે. બાંધીને રત્નના કરંડિયામાં મૂકે છે. ત્યાર પછી તે જમાલિક્ષત્રિયકુમારની માતા હાર, પાણીની ધારા, સિંદુરવાના પુષ્પો અને તૂટી ગએલી મોતીની માળા જેવાં પુત્રના વિયોગથી દુ:સહ આંસુ પાડતી આ પ્રમાણે બોલી કે આ કેશો અમારા માટે ઘણી તિથિઓ, પર્વણીઓ, ઉત્સવો, યજ્ઞો, અને મહોત્સવમાં જમાલિકુમારના વારંવાર દર્શનરૂપ થશે, એમ ધારી તેને ઓશીકાના મૂળમાં મૂકે છે. ત્યારબાદ તે જમાલિ ના માતાપિતા પુનઃ ઉત્તર દિશા સન્મુખ બીજું સિંહાસન મૂકાવે છે. મૂકાવીને ફરીવાર જમાલિ ને સોના અને રૂપાના કલશો વડે હવરાવે છે. હવરાવીને સુરભિ, દશાવાળી અને સુકુમાલ સુગંધી ગંધકાષાય વસ્ત્ર વડે તેનાં અંગોને લૂછે છે, સરસ ગોશીષ ચંદનવડે ગાત્રનું વિલેપન કરે છે. નાસિકાના નિઃશ્વાસના વાયુથી ઉડી જાય એવું હલકું, આંખને ગમે તેવું સુંદર, વર્ણ અને સ્પર્શસંયુક્ત, ઘોડાની લાળ કરતાં પણ વધારે નરમ, ધોળું, સોનાના કસબી છેડાવાળું, મહામૂલ્યવાળું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy