SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ભગવદ-૯-૩૩૪૪ અને ઉદ્વેગ કરનારી એવી ઉક્તિઓથી સમજાવતા આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! એ પ્રમાણે ખરેખર નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર અને અદ્વિતીય છે. ઈત્યાદિ આવશ્યક સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ તે સર્વ દુઃખોનો નાશ કરનારું છે. પરંતુ તે સપની પેઠે એકાંતનિશ્ચિતવૃષ્ટિવાળું, અસ્ત્રાની પેઠે એકાંત ધારવાળું, લોઢાના જવને ચાવવાની પેઠે દુષ્કર, અને વેળુના કોળીયાની પેઠે નિઃસ્વાદ છે, વળી તે ગંગા નદીના સામે પ્રવાહે જવાની પેઠે, અને બે હાથથી સમુદ્ર તરવાના જેવું તે પ્રવચનનું અનુપાલન મુશ્કેલ છે. તીણ ખડૂગાદિ ઉપર ચાલવાના જેવું દુિષ્કર] છે, મોટી શિલાને ઉચકવા બરોબર છે અને તરવાની ધારની સમાન વ્રતનું આચરણ કરવાનું છે. હે પુત્ર ! શ્રમણ નિગ્રંથોને આધાર્મિક, ઔદેશિક મિશ્રજાત,અધ્યવપૂરક,પૂતિ, કીત પ્રામિત્ય, અદ્ય, અનિઃસૃષ્ટ, અભ્યાહત, કાંતારભક્ત, દુર્મિક્ષભક્ત, ગ્લાનભક્ત, વાદલિકાભક્ત, પ્રાધૂર્ણકભક્ત, શય્યાતરપિંડ અને રાજપિંડ, તેમજ મૂલનું ભોજન, કંદનું ભોજન, ફલનું ભોજન, બીજનું ભોજન અને હરિતનું ભોજન ખાવું કે પીવું કલ્પતું નથી. વળી હે પુત્ર! તું સુખને યોગ્ય છો પણ દુઃખનો યોગ્ય નથી. તેમજ ટાઢ, તડકા, ભુખ, તરશ, ચોર શ્વાપદ, ડાંસ અને મચ્છરના ઉપદ્રવોને, તથા વાતિક, પત્તિક, ગ્લેખિક અને સંનિપાતજન્ય વિવિધ પ્રકારના રોગો તેમજ પરિપહ અને ઉપસર્ગોને સહવાને તું સમર્થ નથી, માટે તારો વિયોગ એક ક્ષણ પણ ઇચ્છતા નથી; અમારા કાલગત થયા પછી યાવતુ તું દીક્ષા લેજે.' ત્યારપછી તે જમાલિ નામે ક્ષત્રિકુમારે પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું કેહે માતા-પિતા ! તમે મને જે એ પ્રમાણે કહ્યું કે-હે પુત્ર! નિગ્રંથપ્રવચન સત્ય, અનુત્તર અને અદ્વીતીય છે-ઈત્યાદિ યાવતુ અમારા કાલગત થયા પછી તું દીક્ષા લેજે. તે ઠીક છે, પણ એ પ્રમાણે ખરેખર નિર્ઝન્ય પ્રવચન ક્લબ-મન્દશક્તિવાળા, કાયર અને હલકા, પુરુષોને, તથા આ લોકમાં આસક્ત, પરલોકથી પરાશમુખ એવા વિષયની તૃષ્ણાવાળા સામાન્ય પુરુષોને દુષ્કર છે; પણ ધીર, નિશ્ચિત અને પ્રયત્નવાનું પુરુષને તેનું અનુપાલન જરા પણ દુષ્કર નથી. માટે હે માતા-પિતા ! હું તમારી અનુમતિથી શ્રમણભગવંતમહાવીરની પાસે યાવદ્ દીક્ષા લેવાને ઇચ્છું છું. જ્યારે જમાલિક્ષત્રિયકુમારને તેના માતા-પિતા વિષયને અનુકૂલ તથા વિષયને પ્રતિકૂલ એવી ઘણી ઉક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિનંતિઓથી કહેવાને વાવત સમજાવ- વાને શક્તિમાનું ન થયા ત્યારે વગર ઈચ્છા એ તેઓએ જમાલિને દીક્ષા લેવાની અનુમતિ આપી. [૪૫] ત્યાર પછી તે જમાલિ ના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. અને બોલાવીને એમ કહ્યું કે હે દેવાનુપ્રિયો! શીધ્ર આ ક્ષત્રિયકુંડગ્રામ નગ-રની બહાર અને અંદર પાણીથી છંટકાવ કરાવો. વાળીને સાફ કરાવો, અને લીંપાવો’ -- ઈત્યાદિ જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ ત્યારબાદ ફરીને પણ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુર- ષોને બોલાવ્યા, અને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! જલદી જમાલિનો મહાથે. મહામૂલ્ય, મહાપૂજ્ય અને મોટો દીક્ષાનો અભિષેક તૈયાર કરો. ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા ઉત્તમ સિંહાસનમાં પૂર્વ દિશા સન્મુખ બેસાડે છે, અને બેસાડીને એકસો આઠ સોનાના કલશોથી-ઇત્યાદિ રાજકશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ સર્વ ઋદ્ધિવડે યાવદૂ મોટા શબ્દમોટા નિષ્ક્રમણાભિષેકથી તેનો અભિષેક કરે છે. અભિષેક કર્યા બાદ તે જમાલિ ક્ષત્રિયકુમારના માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy