SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ભગવાઈ- ૭-૩૬૪ નિકરણતીવ્રચ્છાપૂર્વક વેદનાને વેદે? હે ગૌતમ ! હા વેદે. હે ભગવન્! સમર્થ છતાં પણ તીવ્રચ્છાપૂર્વક વેદનાને કેમ વેદે ? હે ગૌતમ ! જે સમુદ્રનો પાર પામવા સમર્થ નથી જે સમુદ્રને પાર રહેલાં રૂપો જોવા સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, અને જે દેવલોકમાં રહેલા રૂપોને જોવા સમર્થ નથી હે ગૌતમ! તે સમર્થ છતાં પણ તીવેચ્છાપૂર્વક વેદનાને વેદ. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિચરે છે. શતક: ૭- ઉદેસાઃ ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (ઉદ્દેશક૮-) [૩૬૫] હે ભગવન્! છાસ્થ મનુષ્ય અનંત અને શાશ્વત અતીત કાલે કેવળ સંયમવડે યાવત્ સિદ્ધ થયો? એ પ્રમાણે જેમ પ્રથમ શતકના ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવત્ અલમસ્તુ પાઠ સુધી કહેવું. [૩૬] હે ભગવન્! ખરેખર હસ્તી અને કુંથુનો જીવ સમાન છે? હા, ગૌતમ! હસ્તી અને કુંથુનો જીવ સમાન છે. જેમ “રાયપટેણીય સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે. [૩૭] હે ભગવન્! નારકોવડે જે પાપકર્મ કરાયેલું છે. કરાય છે અને કરાશે તે સઘળું દુઃખરૂપ છે, અને જે નિર્જીણ થયું તે સુખરૂપ છે? હા, ગૌતમ ! નારકોવડે જે પાપકર્મ કરાયું તે યાવતું સુખરૂપ છે, એ પ્રમાણે યાવતું વૈમાનિકોને જાણવું. [૩૬૮] હે ભગવન્! સંજ્ઞાઓ કહેલી છે? દશ કે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓધસંજ્ઞા, એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને જાણવું. નારકો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરતા હોય છે, શીત, ઉષ્ણ, સુધા, પિપાસા-કંડૂ પરતત્રતા, જ્વર, દાહ, ભય, શોક. [૩૬૯] હે ભગવન્! ખરેખર હાથી અને કંથને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હોય? હા, ગૌતમ ! હોય હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! અવિરતિને આશ્રયી, તે હેતુથી ભાવતુ હાથી અને કુંથુને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા હોય. [૩૭] હે ભગવન્! આધાકર્મ આહારને ખાનાર (સાધુ) શું બાંધે, શું કરે, શેનો ચય કરે અને શેનો ઉપચય કરે? જેમ પ્રથમ શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે એ પ્રમાણે યાવતું પંડિત શાશ્વત છે, પણ પંડિતપણું અશાશ્વત છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૯:-) [૩૭૧] હે ભગવન્! અસંવૃત-પ્રમત્ત સાધુ બહારના મુદ્દગલોને ગ્રહણ કર્યા સિવાય એકવર્ણવાળું એક રૂપ વિકર્વવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! અસંવૃત સાધુ બહારના પુદ્ગલોને ગ્રહણ કરી એકવર્ણવાળું એક રૂપ યાવત્ [વિકુવવા સમર્થ છે ?] હા, સમર્થ છે. હે ભગવન્! તે સાધુ શું અહીં-મનુષ્યલોકમાં રહેલા-મુગલોને ગ્રહણ કરીને વિક, ત્યાં રહેલા યુગલોને ગ્રહણ કરીને વિદુર્વે કે અન્ય સ્થળે રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વે ? હે ગૌતમ ! અહીં રહેલા યુગલોને પ્રહણ કરી વિદુર્વે. પણ ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી ન વિદુર્વે, તેમ અન્યત્ર રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy