SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ સમવાય પ્રકીર્ણક બન્નેના લક્ષણો એ બધા વિષયોનું તેમજ સર્વ- વિરતિરૂપ ઉત્તમ સંયમને પ્રાપ્ત કરનારા, પરિષહોને જીતનારા મુનિઓને ઘાતિકને ક્ષય થતાં કેવી રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેઓએ કેટલા વર્ષ સુધી દીક્ષાપત્યય પાળી, જે રીતે તેમણે તેનું પાલન કર્યું તથા જે મુનિ જ્યાં પાદપોપગમન સંથારાને ધારણ કરીને તથા જે મુનિ જેટલા ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને અજ્ઞાન અને મલીન કર્મસમૂહથી રહિત બનીને અન્તકૃત થયા છે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખને પામ્યા છે. એવા સઘળા મુનિઓ વર્ણન આ અંગમાં કર્યું. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, યાવતુ સંખ્યાત. સંગ્રહણીઓ છે. અંગની અપેક્ષાએ આ આઠમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, પ્રથમ વર્ગની અપેક્ષાએ દસ અધ્યયન છે, આઠ વર્ગ છે. દસ ઉદ્દેશનકાળ છે, દસ સમુદ્રેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ ત્રેવીસ લાખ ચાલીસ હજારનું છે. સંખ્યાત અક્ષરો. યાવતું મુનિના ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવે છે. આ પ્રમાણે અંતગડ દસાઓનું સ્વરૂપ છે. [૨૨૫ હે ભદન્ત! અનુત્તરોવવાઇયદશાનું કેવું સ્વરૂપ છે? તેમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનાર મુનિઓનાનગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધમચાય, ધર્મકથાઓ, આ લોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રાધ્યયન, તપ ઉપધાન ઉગ્રતપશ્ચય, પયયો, દીક્ષા, પ્રતિમાઓ, સંલેખનાઓ, આહાર પાણીના પ્રત્યાખ્યાન, પાદપોપગમન સંથારા, અનુત્તરવિમાનોમાં જન્મ, ત્યાંથી અવીને ઉત્તમ કુળોમાં જન્મ, ફરીથી બોધિલાભ- પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એ બધા વિષયોનું વર્ણન કર્યું છે. આ સૂત્રમાં તીર્થકરોના સર્વોત્કૃષ્ટ મંગળકારી તથા જગતને માટે હિતકારી સમવસરણોનું, ચોત્રીસ અતિશયોનું, જિનદેવના શિષ્યોનું, શ્રમણોના સમૂહનાં શ્રેષ્ઠ હાથીની સમાન, અવિચળ કીર્તિવાળા અને સ્થિર સંયમવાળા, પરિષહ સૈન્યરૂપી અરિદળનો નાશ કરનારા, તથા તપથી દેદીપ્યમાન ચારિત્ર અને સમ્યકત્વથી શ્રેષ્ઠ અનેક પ્રકારના વિસ્તૃત અને પ્રશંસનીય ઉત્તમ ક્ષમાદિ સદ્ગુણોવાળા તથા અણગારના ગુણોવાળા તથા શ્રેષ્ઠ તપસ્યા કરનારા, વિશિષ્ટ જ્ઞાન અને મન વચન કાયના વ્યાપારરૂપ યોગથી યુક્ત ગણધરોનું વર્ણન છે. લોક હિતકારક જિન ભગવાનના શાસનનું વર્ણન છે, અનુત્તરવાસી દેવોની વિશિષ્ટ દ્ધિઓ કેવી છે તે પણ તેમાં બતાવ્યું છે. તથા દેવ અસુર અને મનુષ્યોની પરિષદ કેવી રીતે ભગવાનની પાસે જતી હતી એ વાત પણ તેમાં છે. કેવી રીતે તેઓ ભગવાનની ભક્તિ સેવા કરે છે, ત્રિલોકના ગુરૂ જિનેશ્વર ભગવાન, વૈમાનિક દેવો ચક્રવર્તી આદિ રાજાઓ, અસુરભવનપતિ આદિ, ઉપલક્ષણથી વ્યંતર અને જ્યોતિષ્ક દેવોએ બધાની સમક્ષ કેવી રીતે ધમપદેશ આપે છે, જિનેન્દ્ર ભગવાનનું પ્રવચન સાંભળીને જેમના કર્મોનો ક્ષય થયો છે એવા ભવ્યજનો વિષયોથી વિરક્ત થઈને કેવી રીતે અનેક પ્રકારના તપ અને સંયમ ને પ્રાપ્ત કરે છે એ બધાનું વર્ણન છે. ઘણા વર્ષો સુધી શ્રુતચારિત્રનું મન વચન કાયાથી આરાધન કરનારા જિનાગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy