SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૦૪ [૨૦૪] લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનનો છે. [૨૦૫] અરિહંત પાર્શ્વનાથની ૩૨૭૦૦૦ ઉત્કૃષ્ટ શ્રાવિકા-સંપદા હતી. [૨૦૬] ધાતકીખંડનો ચક્રવાલ વિષ્લેભ ચાર લાખ યોજનનો છે. [૨૦૭] લવણ સમુદ્રના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પાંચ લાખ યોજનનું છે. [૨૦૮] ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી રાજ્ય પદ પર રહીને મુંડિત યાવત્ પ્રવ્રુજિત થયા હતા. [૨૯] જંબુદ્રીપની પૂર્વ વેદિકાના ચરમાન્તથી ધાતકી ખંડના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સાત લાખ યોજનનું છે. [૨૧૦] માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાનો છે. ૪૩૩ [૨૧૧] અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજા૨થી કંઈક વધારે હતા. [૨૧૨] પુરૂષસિંહ વાસુદેવ દસલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમી પૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. [૨૧૩] શ્રમણ ભગવાન મહાવીર, તીર્થંકર ભવની પહેલા છઠ્ઠા ભવમાં પોટ્ટિલનામના રાજકુમાર હતા. તે ભવમાં તે એક કરોડ વર્ષ સુધી સંયમ-જીવન પાળીને સહસ્રાર કલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. [૨૧૪] આદિનાથ ભગવાન્ શ્રી ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવી૨ વર્ધમાનનું અવ્યવહિત અંતર એક કોટાકોટિ સાગરોપમનું છે. [૨૧૫] બાર અંગ રૂપ ગણિપિટક પ્રરૂપેલ છે-આયારો, સૂયગડો, ઠાણું, સમવાઓ, ભગવઇ, નાયાધમ્મ કહાઓ, ઉપાસગ દસાઓ, અંતગઢ દસાઓ, અનુત્તરોવવાઇયદસાઓ પછ્હાવાગરણ, વિવાગસૂર્ય, દિદ્વિવાઓ. હે ભદન્ત ! આયારોનું સ્વરૂપ કેવું છે ? તેમાં નિગ્રંથ શ્રમણોના જ્ઞાનાચાર આદિ પાંચ આચાર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય, વૈનયિક-વિનયથી મળતું કર્મક્ષયાદિ રૂપ ફળ, સ્થાન-કાયોત્સર્ગ, બેસવાનું અને સુવાનું, ગમન-વિચાર- ભૂમિ આદિમાં જવું તે, રોગાદિકને કા૨ણે યતનાપૂર્વક ફરવું, આહાર પાણી ઉપધિ આદિની મર્યાદા, સ્વાધ્યાયાદિ ક્રિયામાં ત્રણે યોગને જોડવાં, ઈર્યા સમિતિ આદિ પાંચ સમિતિ, મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર, - પાણી સંબંધી સોળ ઉગમના દોષો, સોળ ઉત્પાદના દોષો, દસ એષણાના દોષો એ ૪૨ દોષોની વિશુદ્ધિ કરીને શુદ્ધ ગ્રહણ કરવું, મહાવ્રત નિયમ, તપ, ઉપધાન ઉપરોક્ત સઘળી બાબતોનું પ્રશસ્ત રીતે કથન કરવામાં આવ્યું છે. તે આચાર સંક્ષિપ્તમાં પાંચ પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તેની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપ્રત્તિઓ છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોકો છે અને સંખ્યાત નિર્યુક્તિઓ છે. તે આયારો અંગની અપેક્ષાએ પ્રથમ અંગ છે. તેના બે શ્રુતસ્કંધો છે. પચીસ અધ્યયનો છે. પંચ્યાસી ઉદ્દેશન કાળ છે અને પંચ્યાસી સમુદ્દેશન કાળ છે. આ અંગમાં અઢાર હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંતા ગમ, અનંત પર્યાયો છે. અસંખ્યાત 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy