SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ સમવાય-પ્રકીર્ણક નવસો ધનુષ્ય ઉંચા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ રમણીય ભૂભા- ગથી નવસો યોજનાની ઉંચાઈ પર -સૌથી ઉપરનો તારો ગતિ કરે છે. નિષધ પર્વતના શિખરથી આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમકાંડના મધ્યભાગનું અવ્યવહિત અંતર નવસો યોજનાનું છે. એ જ પ્રમાણે નીલવંત વર્ષધર પર્વતના શિખરથી રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું પણ અન્તર છે. [૧૯૨] બધા રૈવેયક વિમાનો એક એક હજાર યોજન ઉંચા છે. બધા યમક પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો આયામ-વિખંભ એક એક હજાર યોજનનો છે. એ જ પ્રમાણે ચિત્ર અને વિચિત્રકૂટ પર્વતોનું પરિમાણ છે. સર્વ વૃત્ત વૈતાઢ્ય પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો વિખંભ એકએક હજાર યોજનનો છે. તેમજ તે પ્યાલાના આકારે સ્થિત છે. સર્વત્ર સમ છે. વક્ષસ્કાર કૂટોને છોડીને બધા હરિ, હરસ્સહ કૂટ પર્વતો એક એક હજાર યોજનના ઉંચા છે અને તેના મૂલનો વિખંભ એક એક હજાર યોજનાનો છે. એ જ પ્રમાણે નંદન કૂટને છોડીને બધા બલકૂટ પર્વતોનું પરિમાણ છે. અરિહંત અરિષ્ટનેમિ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર શિષ્ય કેવલી થયા હતા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર અંતેવાસી કાલધર્મને પ્રાપ્ત થઈને સર્વ દુઃખોથી મુક્ત થયા-હતા. પદ્મદ્રહ અને પુંડરીકહનો આયામ એક એક હજાર યોજનનો છે. [૧૯૩] અનુત્તરોપપાતિક દેવોના વિમાનો અગીયારસો યોજન ઉંચા છે. અરિહંત પાર્શ્વનાથ અગીયારસો શિષ્યો વૈક્રિયલબ્ધિવાળા હતા. [૧૯૪] મહાપા અને મહાપુંડરીક દ્રહનો આયામ બે-બે હજાર યોજનનો છે. [૧૯૫] આ રત્નપ્રભા પૃથ્વીના વજકાંડની ઉપરીતન ચરમાંતથી લોહિતાક્ષ કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ત્રણ હજાર યોજનાનું છે. [૧૯૬] તિગિચ્છ દ્રહ અને કેસરી દ્રહનો આયામ ચાર-ચાર હજાર યોજનનો છે. [૧૯૭] ભૂતલમાં મેરૂપર્વતના મધ્યભાગમાં રૂચક. નાભિથી ચારે દિશાઓમાં મેરૂપર્વતનું અવ્યવહિત અંતર પાંચ-પાંચ હજાર યોજનાનું છે. [૧૯૮] સહસ્ત્રાર કલ્પમાં છ હજાર વિમાનો છે. [૧૯૯] આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડની ઉપરના ચરમાંતથી પુલક કાંડની નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સાત હજાર યોજનાનું છે. [૨૦૦] હરિવર્ષ અને રમ્યકવર્ષનો વિસ્તાર ૮000 યોજનથી થોડો વધુ છે. [૨૦૧] પૂર્વ અને પશ્ચિમમાં સમુદ્રનો સ્પર્શ કરતી થકી દક્ષિણાઈ ભરત ક્ષેત્રની જીવાનો આયામ નવ હજાર યોજનનો છે. અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજારથી કંઈક વધારે હતા. [૨૦૨] પૃથ્વીતલમાં મેરૂપર્વતનો વિખંભ દશ હજાર યોજનનો છે. [૨૦૩] જંબૂદ્વીપનો આયામ-વિખંભ એક લાખ યોજનનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy