SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૮ ૩૯૧ કપાટને સંકોચે. આઠમા સમયમાં દંડને સંકોચે પછી આત્મા સ્વશરીરસ્થ થાય. | [૯] પુરૂષાદાનીય અરિહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર થયા છે. આ પ્રમાણે-શુભ, શુભધોષ, વશિષ્ઠ. બ્રહ્મચારિક, સોમ, શ્રીધર, વીરભદ્ર, યશસ્વી. ' [૧૦] આઠ નક્ષત્રો ચંદ્રની સાથે પ્રમાદયોગ કરે છે. ચંદ્રમા આ આઠ નક્ષત્રોની મધ્યમાં થઈને હોય છે. ત્યારે પ્રમર્દ નામનો યોગ થાય છે. તે આઠ નક્ષત્રો–-કૃત્તિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ સાગરોપમની છે. અર્ચિ, અચિમાલી, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂયભ. સુપ્રતિષ્ઠાભ, અગિચ્યાભરિષ્ટાભ, અરૂણાભ, અરૂણોત્તરાવતંસક, આ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની છે. તેઓ આઠપખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને આઠ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ આઠ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોને અંત કરશે. સમવાય-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૯) [૧૧]બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ પ્રકારે છે–સ્ત્રી,પશુ અને નપુસંકના સંસર્ગથી યુક્ત સ્થાન અથવા આસનનો ઉપયોગ ન કરવો, સ્ત્રીકથા ન કરવી, સ્ત્રીઓ જે સ્થાન પર બેઠી હોય તે સ્થાન પર એક મુહૂર્ત સુધી ન બેસવું. સ્ત્રીની મનોહર-મનોરમ ઈન્દ્રિયોને રાગ ભાવથી પ્રેરાઈને ન જેવી, પ્રચુર વૃતાદિયુક્ત વિકારવર્ધક આહાર ન લેવો, અધિક ભોજન ન કરવું, સ્ત્રીઓ સાથે પૂર્વે જે કામ ભોગો ભોગવ્યા હોય તેનું સ્મરણ ન કરવું સ્ત્રીના કામોદ્દીપક શબ્દોને ન સાંભળવા, સ્ત્રીઓનું સૌન્દર્ય ન જોવું તેમજ ગંધ રસ સ્પર્શ આદિ વિષય સુખની અભિલાષા ન કરવી અને કાયિક સુખમાં આસકત ન હોવું તે બ્રહ્મચર્યની નવમી ગુપ્તિ છે. બ્રહ્મચર્યની અગુપ્તિઓ નવ પ્રકારની છે. તે પૂર્વ કથિત નવ ગુપ્તિઓથી વિપરીત જાણવી. [૧૨]આચરણ કરવું તે. આચારાંગના પ્રથમ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે- શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોહાયતન, ઉપધાન-શ્રુત, મહાપરિજ્ઞા. [૧૩]પુરૂષોમાં આદાનીય અરિહંત પાર્શ્વનાથ નવ હાથ ઉંચા હતા. અભિજીત નક્ષત્રનો નવમુહૂર્તથી થોડા વધારે સમય સુધી ચંદ્રની સાથે યોગ થાય છે. અભિજીત આદિ નવ નક્ષત્રો ચંદ્રનો ઉત્તરની સાથે સંબંધ કરે છે, અભિજીત શ્રવણ યાવતુ ભરણી સુધી. આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમતલ રમણીય ભૂમિભાગથી નવસો યોજનની અવ્યવહિત ઉંચાઈ ઉપર ઉપરી તારામંડળ ભ્રમણ કરે છે. નવયોજન પ્રમાણવાળા, મસ્યો જબુદ્વીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં પ્રવેશ કરતા હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy