SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૧૦ ૩૭૭. -ભવિષ્યમાં તપ કરવાથી આચાયદિની સેવામાં બાધા આવવાની સંભાવનાથવા પર પહેલાં જ તપ કરી લેવું, અતિક્રાન્તપ્રત્યાખ્યાન-આચાર્યાદિની સેવામાં કોઈ પ્રકારની બાધા ન આવે. આ સંકલ્પથી જે તપ અતીતમાં નથી કર્યું તે તપનું વર્તમાનમાં કરવું કોટીસહિતપ્રત્યાખ્યાન-એક તપના અંતમાં બીજા તપને શરૂ કરવો, નિયંત્રિત પ્રત્યાખ્યાન-પહેલાથી આ નિશ્ચિત કરી લેવું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ મને અમુક દિવસે અમુક તપ કરવો જ છે, સાગારપ્રત્યાખ્યાન- જે તપ આગાર સહિત કરાય તે, અનાગારપ્રત્યાખ્યાન- જે તપમાં કોઈ આગાર ન રખાય, પરિમાણકતપ્રત્યાખ્યાન-જે તપમાં દત્તિ, કવલ, ઘર અને ભિક્ષાનું પરિમાણ હોય, નિરવશેષપ્રત્યાખ્યાન-સર્વ પ્રકારના અશનાદિનો ત્યાગ કરવો, સાંકેતિકપ્રત્યાખ્યાન -અંગુષ્ઠ, મુઠ્ઠી આદિના સંકેતથી પ્રત્યાખ્યાન કરવા, અદ્ધપ્રત્યાખ્યાન-કાલવિભાગથી પ્રત્યાખ્યાન કરવા. [૯૫૯-૯૬૦]સમાચારી દસ પ્રકારની છે. જેમકે–ઈચ્છાકાર-સ્વેચ્છાપૂર્વક જે ક્રિયા કરાય અને તેના માટે ગુરુની આજ્ઞા લેવાય તે ઈચ્છાકાર, મિચ્છાકાર-મારા દુષ્કૃત્ય મિથ્યા થાય એ પ્રકારે કહેવું, તથાકાર-જે આપે કહ્યું છે તેમ જ છે'- યથાર્થ છે એમ ગુરૂ પ્રત્યે કહેવું, આવેશ્યિકા-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જતાં “આવસ્સિયા” એમ કહીને બહાર જવું. નૈશ્વિકી-બહારથી આવ્યા પછી નિસહિયા’ કહેવું. આપૃચ્છના-પોતાના દરેક કાર્યો માટે ગુરુને પૂછવું. પ્રતિપૃચ્છા-પહેલા જે કાર્યને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત ન થઈ હોઈ અને તે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા હોય તો પુનઃ ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી. છંદના- લાવેલી ભિક્ષામાંથી કોઈને કંઈ આવશ્યક હોય તો ‘લ્યો એમ કહેવું નિમંત્રણ હું આપના માટે આહારાદિ લાવું એ પ્રકારે ગુરુને પૂછવું. ઉપસંપદા-જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી ગચ્છ છોડીને અન્ય સાધુના આશ્રમમાં રહેવું. [૯૬૧]ભગવાન મહાવીરના સ્વપ્નો- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છાસ્થ કાલની અંતિમ રાત્રિમાં આ દશ મહાસ્વપ્નો જોઈને જાગૃત થયા હતા. જેમકે-પ્રથમ સ્વપ્નમાં એક મહાભયંગર જાજ્વલ્યમાન તાડ જેટલા લાંબા પિશાચને પરાજિત કરેલ જોયો. બીજા સ્વપ્નમાં એક સફેદ પાંખવાળા મહાન પુરુષ-કોકીલને જોયો. ત્રીજા સ્વપ્નમાં એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકીલને જોયો. ચોથા સ્વપ્નમાં મહાન સર્વ રત્નમય ફૂલની માળાઓના એક યુગલને જોયું. પાંચમા સ્વપ્નમાં શ્વેત ગાયોના એક સમૂહને જોયાં. છઠ્ઠા સ્વપ્નમાં કમલ ફૂલોથી વ્યાપ્ત એક મહાન પદ્મ-સરોવરને જોયા. સાતમાં સ્વપ્નમાં હજારો તરંગોથી વ્યાપ્ત મહાસાગરને પોતાની ભુજાઓથી તરેલો જોયો. આઠમાં સ્વપ્નમાં એક મહાન તેજસ્વી સૂર્યને જોયા. નવમાં સ્વપ્નમાં વૈડુર્યમણિવર્ણવાળા એક મહાન માનુષોતર પર્વતને પોતાના આંતરડાથી પરિવેલિત જોયો દસમાં સ્વપ્નમાં મહાન મેરૂ પર્વતની ચૂલિકાપર સ્વયંને સિંહાસન પર બિરાજમાન જોઈને જાગૃત થયા. સ્વપ્નોનું ફળ. પ્રથમ સ્વપ્નમાં તાલ પિશાચને પરાજીત કરેલ જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીરે મોહનીય કર્મને સમૂળ નષ્ટ કરી દીધું. બીજા સ્વપ્નમાં સફેદ પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર શુકલ ધ્યાનમાં રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy