SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૧૦ ૩૭૩ લેવાની પહેલા ગુરુમહારાજની સેવા, આ સંકલ્પથી કરે કે આ મારી સેવાથી પ્રસન્ન થઈને મારા પર અનુકંપા કરીને કંઈક ઓછું પ્રાયશ્ચિત આપશે, અનુમાન કરીને આલોચના કરે-આ આચાર્ય સ્વલ્પ, દંડ દેવાવાળા છે અથવા કઠોર દંડ દેવાવાળા છે, આમ અનુમાનથી જોઈને મૃદુ – દંડ મળવાની આશાથી આલોચના કરે, મારો દોષ આચાર્યાદિએ જોઈ લીધો છે, એમ જાણીને આલોચના કરે-આચાર્યાદિએ મારો આ દોષ જોઈ લીધો છે, હવે છૂપાવી શકાય તેમ નથી. તેથી હું સ્વયં તેની સમીપ જઈને મારા દોષની આલોચના કરી લઉં તેથી તે મારા પર પ્રસન્ન થશે-એમ વિચારી આલોચના કરે, સ્થૂલ દોષની આલોચના કરે-પોતાના મોટા દોષની આલોચના એવા આશયથી કરે કે આ કેટલો સત્યવાદી છે ! એવી પ્રશંસા કરાવવાને માટે મોટા દોષની આલોચના કરે, સૂક્ષ્મ દોષની આલોચના કરે- આ નાના-નાના દોષોની આલોચના કરે છે તો મોટા મોટા દોષોની આલોચના કરવામાં તો સંદેહ શું છે ? એવી પ્રતીતિ કરાવવાને માટે સૂક્ષ્મ દોષોની આલોચના કરે, પ્રચ્છન્ન રૂપથી આલોચના કરે-આચાયદિ સાંભળી ન શકે એવા સ્વરથી આલોચના કરે, તેથી આલોચના નથી કરી એમ કોઈ કહી ન શકે, ઉચ્ચ સ્વરથી આલોચના કરે-કેવળ ગીતાર્થજ સાંભળી શકે એવા સ્વરથી આલોચના કરવી જોઈએ, પરંતુ ઉચ્ચ સ્વરથી બોલીને અગીતાર્થને પણ સંભળાવે, અનેકની સમીપ આલોચના કરે-દોષની આલોચના એકની પાસે જ કરવી જોઈએ પરંતુ જે દોષોની આલોચના પહેલા થઈ ગયેલ છે તે દોષોની આલોચના બીજાની પાસે કરે, અગીતાર્થ પાસે આલોચના કરે- આલોચના ગીતાર્થની પાસેજ કરવી જોઈએ પરંતુ એ પ્રમાણે ના કરતાં અગીતાર્થની પાસે આલોચના કરે. દોષસેવનારની પાસે આલોચના કરે–મેં જે દોષનું સેવન કર્યું છે. તેથી હું તેની જ પાસે આલોચના કરું. એમ કરવાથી તે ઓછું પ્રાયશ્ચિત આપશે. | [૨૮] દશ સ્થાનો થી સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરે છે. જાતિસંપન,કુલસંપન્નવિનયસંપન્ન જ્ઞાનસંપન,દર્શનસંપન્ન,ચારિત્રસંપન્ન, ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમનાર, માયારહિત, અપશ્ચાત્તાપી દશ સ્થાનો થી સંપન્ન અણગાર આલોચના સંભળવા યોગ્ય હોય છે, જેમકે-આચારવાનું અવધારણવાનું, વ્યવહારવાનું અલ્પદ્રીડક-લજ્જા દૂર કરનાર, શુદ્ધિ કરવામાં સમર્થ આલોચકની શક્તિ અનુસાર પ્રાયશ્ચિત્ત આપનાર, આલોચકના દોષો બીજાને નહીં કહેનાર, દોષ સેવનથી અનિષ્ટ થાય છે એમ સમજનાર, પ્રિયધર્મી, દઢધર્મી. પ્રાયશ્ચિત દશ પ્રકારે કહેલ છે, જેમકે–આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય, આલોચન-પ્રતિક્રમણ ઉભયને યોગ્ય, વિવેક- યોગ્ય, કાયોત્સર્ગ યોગ્ય, તપને યોગ્ય, પાંચ દિવસ વિગેરે પયયના છેદને યોગ્ય, ફરીથી વ્રતની ઉપસ્થાપના ને યોગ્ય, અનવસ્થાપ્યને યોગ્ય-કેટલોક વખત વ્રતમાં નહિ સ્થાપીને તપનું આચરણ કીધા બાદ વ્રતને વિષે સ્થાપવા યોગ્ય, પારાંચિકાહ. [૯૨૯]મિથ્યાત્વ દશ પ્રકારના છે, જેમકે–અધર્મમાં ધર્મની બુદ્ધિ, ધર્મમાં અધર્મની બુદ્ધિ, ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ, માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ. અજીવમાં જીવની બુદ્ધિ, જીવમાં અજીવની બુદ્ધિ, અસાધુમાં સાધુની બુદ્ધિ, સાધુમાં અસાધુની બુદ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy