SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ઠાણ- દા-પ૬૮ જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો ૧૫-૧૫ મુહૂર્ત સુધી ક્ષેત્રમાં યોગ કરે છે. જેમકેશતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા. જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો આગળ અને પાછળ બન્ને બાજુ ૪૫-૪૫ મુહૂર્ત સુધી યોગ કરે છે. જેમકે રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગણી, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા. [પ૬૯]અભિચન્દ્ર નામક કુલકર છ સો ધનુષ ઉંચા હતા. [૭૦]ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી મહારાજા (રાજપદ પ૨) રહ્યા હતા. પિ૭૧] ભગવાન પાર્શ્વનાથની છે સો વાદી મુનિઓની સંપદા હતી, તે વાદી મુનીઓ દેવ-મનુષ્યોની પરિષદમાં અજેય હતા. વાસુપુજય અહિતની સાથે છ સો પુરુષ પ્રવ્રજિત થયા હતા. ચન્દ્રપ્રભ અહત છ માસ સુધી છદ્મસ્થ રહ્યા હતા. પિ૭૨]વેઈન્દ્રિય જીવોની હિંસા ન કરવા વાળા છ પ્રકારના સંયમનું પાલન કરે છે, જેમકે–ગંધ ગ્રહણનું સુખ નષ્ટ નથી કરતો. ગ્રહણ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. રસાસ્વાદનું સુખ નષ્ટ નથી કરતો. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. સ્પર્શજન્ય સુખ નષ્ટ નથી કરતો. સ્પર્ધાનુભવ ન થવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. તેઈન્દ્રિય જીવોની હિંસા કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. જેમકે ગંધગ્રહણ જધન્ય સુખનો વિનાશ કરે છે. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત કરાવે છે. સ્પર્શજન્ય સુખનો વિનાશ કરે છે. સ્પશનુભવ ન કરી શકવાના દુઃખને પ્રાપ્ત કરાવે છે. પિ૭૩]જબૂદ્વીપમાં છ અકર્મભૂમીઓ છે. જેમકે હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રખ્યમવર્ષ, દેવકર, ઉત્તરકુરૂ. જંબુદ્વીપમાં છ વર્ષ (ક્ષેત્ર) છે. જેમકે-ભરત, ઐરાવત, હૈમવત, હૈરણયવત, હરિવર્ષ, રમ્યવર્ષ. જબૂદ્વીપમાં છ વર્ષધર પર્વતો છે. જેમકે-ચુલ્લા હિમવંત, મહા હિમવંત, નિષધ નીલવંત, કિમ, શિખરી. જંબદ્વીપવતી મેરુ પર્વતથી દક્ષિણદિશામાં છ ફૂટ છે. ચુલહેમવંતકૂટ, વૈશ્રમણ, કૂટ, મહાહૈમવતકૂટ, વૈર્યકૂટ, નિષધકૂટ, ચકકૂટ. જંબૂદ્વીપર્વત મેરુ પર્વતથી ઉત્તર દિશામાં છ ફૂટ છે. નીલવાનકૂટ, ઉપદર્શનકૂટ, કિમકૂટ મણિ કંચનકૂટ, શિખરકૂટ તિગિચ્છકૂટ. જેબૂદ્વીપમાં છ મહાદ્રહ છે,– પદ્રમદ્રહ, મહાપદ્રમદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ, મહાપૌડરીકદ્રહ, પૌંડરીકદ્રહ. તે મહાદ્રહોમાં છ પલ્યોપમની સ્થિતિ વાળી છ મહર્વિક દેવીઓ છે–શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી. જંબૂદ્વીપવર્તી મેરૂથી દક્ષિણ દિશામાં છે મહાનદીઓ છે. જેમકે– ગંગા. સિંધ. રોહિતા, રોહિતાશા, હરી, હરિકાંતા. જંબૂદ્વીપવત મેરૂથી ઉત્તર દિશામાં છ મહાનદીઓ છે. જેમકે- નરકાંતા, નારીકાંતા, સુવર્ણ કૂલા, રૂ...કૂલા, રકતા, રકતવતી. જબૂદ્વીપવર્તી મેરૂથી પૂર્વમાં સીતા મહાનદીના બને કિનારા પર છ અન્તર-નદીઓ છે, જેમકે ગ્રાહવતી, કહવતી, પંકવતી, તપ્તકલા, મરજલા, ઉન્મત્તલા. જંબૂઢીપવર્તી મેરુથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બને કિનારા પર છ અન્તર નદીઓ છે. જેમકે ક્ષીરોદા, સિંહશ્રોતા, અંતવાહિની ઉમિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. ઘાતકીખંડના પૂર્વાર્ધમાં છ અકર્મભુમીઓ છે. જેમકે-હેમવત આદિ પૂર્વોકત સૂત્રો સમજી લેવા ધાતકીખંડના પશ્ચિમાર્યમાં પણ હૈમવત વર્ષ આદિ પૂર્વોકત બધું છે પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધમાં પણ જંબૂદ્વીપની સમાન જાણવું.પુષ્કર દ્વીપાધના પશિમાધમાં પણ જંબુદ્વીપની સમાન અગ્યાર સૂત્રો કહેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy