SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન ૩૩૫ તકરૂપ મતિ છ પ્રકારે કહેલ છે, જેમ કે ક્ષિપ્રઈહામતિ–શિધ્ર વિચાર કરવાવાળી મતિથાવત્ સંદેહ રહિત વિચાર કરવાવાળી મતિ, અવાય-નિર્ણયરૂપ મતિ છ પ્રકારે કહેલી છે.–શીધ્ર નિશ્ચય કરવાવાળી મતિ-સાવતું સંદણ નિશ્ચય કરવાવાળી મતિ, ધારણા -સ્મરણ રાખવારૂપ મતિ છ પ્રકારે કહેલી છે. જેમ કે- બહુધારણા-મતિ. બહુવિધ ધારણા-મતિ. પુરાણધારણા-પુરાણાને ધારણ કરવાવાળી મતિ. દુર્વધારણા-ગહન વિષયોને ધારણ કરવાવાળી મતિ. અનિશ્રિત ધારણા-ધ્વજા આદિ ચિન્હો વિના ધારણ કરવાવાળી મતિ. અસંદિગ્ધ ધારણા-સંશય વિના ધારણ કરવાવાળી મતિ. [૫૨] બાહ્યતપ છ પ્રકારના છે. જેમ કે–(અનશન–આહારનો ત્યાગ) ઉનોદરિકા(એક કવલ આદિ ન્યૂન આહાર ગ્રહણ કરવું.) ભિક્ષાચ વિવિધ પ્રકારના અભિગ્રહકરીને આહારાદિ ગ્રહણ કરવા.) રસપરિત્યાગ-કાયકલેશ–પ્રતિસંલીનતા (ઈન્દ્રિય જય-કષાય જય, યોગોનો જય અને વિવિક્ત શય્યાસન.) આત્યંતરતપ છ પ્રકારનો છે. જેમ કે- પ્રાયશ્ચિત્ત (આલોચનાદિ દસ પ્રકારના) વિનય(જે તપથી વિશેષ રૂપથી કર્મોનો નાશ થાય.) વૈયાવૃત્ય-(સેવા) સ્વાધ્યાય-ધ્યાન(એકાગ્ર થઈને ચિંતન કરવું.) વ્યુત્સર્ગ- (પરિત્યાગ). " [૫૩]વિવાદ છ પ્રકારનો છે. જેમકે અવષ્પષ્કયપાછા હઠીને પ્રારંભમાં કંઈક સામાન્ય તર્ક આપી સમય વીતાવે અને અનુકૂલ અવરસ જોઈ પ્રતિવાદી પર સબલ આક્ષેપ કરે. ઉજ્વલ્કય- પાછળ હટાવી કોઈ પ્રકારે પ્રતિવાદીથી વિવાદ બંધ કરાવે અને અનુકૂલ અવસર પામી ફરી વિવાદ કરે. અનુલોમ્ય-નિયુક્ત કરેલ સભ્યોને અને સભાપતિને અનુકૂલ બનાવી વિવાદ કરે પ્રતિલોમ્ય-સમર્થ હોવાથી સભ્યોને અને સભાપતિને પ્રતિકૂલ કરીને વિવાદ કરે. ભેદયિત્વા-સભ્યોમાં મતભેદ ઉત્પન્ન કરીને વિવાદ કરે. મેલયિત્વા-કેટલાક સભ્યોને પોતાના પક્ષમાં ભેળવીને વિવાદ કરે. [૬૪]ક્ષુદ્ર પાણી છ પ્રકારે છે. જેમકે—બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય સમચ્છિમપંચેન્દ્રિયતિર્યંચયોનિક, તેજસ્કાયિક વાયુકાયિક. પ૬૫છ પ્રકારની ગોચરી કહેલી છે. જેમકે- પેટા-(પેટીની જેમ ગામના ચાર વિભાગ કરીને ગોચરી કરવી.) અર્ધ પેટા-(ગામના બે વિભાગ કરીને ગોચરી કરવી.) ગોમૂત્રિકા-(ઘરોની પંક્તિઓમાં ગોમૂત્રિકાની સમાન ક્રમ બનાવીને ગોચરી કરવી) પતંગવીથિકા-અનિયતક્રમથી ગોચરી કરવી. શંબુકવૃત્તા–શંખના વૃત્તની જેમ ઘરોના ક્રમ બનાવીને ગોચરી કરવી. ગત્વા પ્રત્યાગ–ા-પ્રથમ પંકિતના ઘરોમાં ક્રમથી આઘોપાન્ત ગોચરી કરીને બીજી પંક્તિના ઘરોમાં ક્રમથી અદ્યોપાન્ત ગોચરી કરવી. પિ૬૬]જબૂદ્વીપવર્તી મેરૂપર્વતના દક્ષિણમાં આવેલ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપકાન્ત મહાનારકાવાસ છે.–લોલ, લોલુપ, ઉદગ્ધ નિર્દષ્પ, જરક, પ્રજરક. ચોથી પકપ્રભાપૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનરકાવાસ છે. આર, વાર, માર, શેર, રોક અને ખડાખડ. [૬૭]બ્રહ્મ લોક કલ્પમાં છ વિમાન પ્રસ્તરો છે. જેમકે- અરજ, વિરજ, નીરજ નિર્મલ વિતિમિર, વિશુદ્ધ. [૬૮] જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો ૩૦, ૩૦ મુહૂર્ત સુધી સંપૂર્ણ ક્ષેત્રમાં યોગ કરે છે, જેમકે–પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂર્વાફાલ્ગની, મૂલ. પૂવષાઢા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy