SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદેસી-૨ ૩૨૫ આરોપણા પાંચ પ્રકારની છે, જેમકે-પ્રસ્થાપિતા ગુરુમાસ આદિ પ્રાયશ્ચિત રૂપ તપસ્યાનો પ્રારંભ કરવો, સ્થાપિતા-ગુરુજનોની વૈયાવૃત્ય કરવાના ઉદ્દેશ્યથી આરોપિત પ્રાયશ્ચિત પ્રારંભ કરવો, ને કસ્બા- વર્તમાન જિનશાસનમાં ઉત્કૃષ્ઠ તપ ૬ માસનું કહેલ છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત ન દેવું. અકસ્મા-જે દોષ પ્રમાણે પ્રાયશ્ચિત દેવા પર છ માસથી અધિક પ્રાયશ્ચિત આવે તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત દેવું, હાડહડા લઘુમાસ આદિ પ્રાયશ્ચિત શીઘ્રતાપૂર્વક આપવું ૪િ૭૨] જંબુદ્વિીપના મેરુ પર્વતના પૂર્વમાં સીતા-મહા નદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે- માલ્યવંત, ચિત્રકૂટ, પાકૂટ, નલિનકૂટ, એક શેલ. જંબૂદ્વીપમાં મેરુપર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણમાં પણ પાંચ વક્ષસ્કારપર્વતો છે. જેમકેત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સોમનસ. જંબુદ્વિીપમાં મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતા મહાનદીની દક્ષિણમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે-વિદ્યુપ્રભ, અંકાવતી, પાવતી, આશિવિષ, સુખાવહ. જેબૂદ્વીપમાં મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતા. મહાનદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે-ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત, ગંધમાદનપર્વત. જંબૂદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણમાં દેવ કુરૂક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, જેમકે-નિષધદ્રહ, દેવકુફદ્રહ, સૂર્યદ્રહ, સુખસદ્રહ વિદ્યગ્રંભદ્રહ. જેબૂદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, જેમકે-નીલવંતદ્રહ, ઉત્તર કુરૂદ્રહ, ચન્દ્રકહ, એરાવણદ્રહ, માલ્યવંત પ્રહ. સીતા સીતોદા મહાનદીની તરફ તથા મેરૂ પર્વતની તરફ બધા વક્ષસ્કાર પર્વતો પ00 યોજન ઉંચા છે અને પ00 ગાઉ ભૂમિમાં છે. ધાતકી ખંડના પૂવધિમાં મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીની ઉત્તરમાં પાચ વક્ષસ્કાર પર્વતો છે. ઘાતકી ખંડના પશ્ચિમાર્યમાં પણ જિબુદ્વીપની સમાન તે જ નામવાળા પર્વતો છે.] પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ જંબૂદ્વીપની સમાન વક્ષસ્કાર પર્વત અને દ્રહોની ઉંચાઈ આદિ કહેવી. સમય ક્ષેત્રમાં ભરત, પાંચ એરવત યાવતુ- પાંચ મેરૂ અને પાંચ મેરૂ ચૂલિકાઓ છે. [૭૩] કૌશલિક અહત્ત ઋષભદેવ પાંચ સો ધનુષ ઉંચા હતા. ચક્રવર્તી ભરત મહારાજા પાંચસો ધનુષ ઉંચા હતા. બાહુબલી અણગાર પણ પાચસો ધનુષ ઉંચા હતા. બ્રાહ્મી અને સુંદરી નામની આય પણ ૫૦૦ ધનુષ ઉચી હતી. ૪૭૪ પાંચ કારણોથી સુતેલો મનુષ્ય જાગૃત થાયછે શબ્દ સાંભળવાથી, બીજાના હાથ આદિના સ્પર્શથી, ભૂખ લાગવાથી, નિદ્રાક્ષયથી સ્વપ્નદર્શનથી. ૪૩૫ પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ, નિગ્રંથીને પકડીને રાખો અથવા સહારો આપો તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. યથા-સાધ્વીને કોઈ ઉન્મત્ત બળદ આદિ પશુજાતિ અથવા ગીધ પક્ષી આદિ મારે અન્ય સાધ્વી ન હોય તો સાધુ સાધ્વીને ગ્રહણ કરતાંઆજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. સાધુ દુર્ગ-મુકેલીવાળા માર્ગમાં, વિષમખાડા પત્થરા વિગેરેથી વ્યાપ્ત પર્વતમાં ગતિ વડે સ્કૂલના પામતી અથવા ભૂમિ પર પડતી સાધ્વીને ગ્રહણ કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. કોઇ સાધ્વી જલયુક્ત ખાડામાં, કીચડમાં, શેવાળાદિ પાણીમાં ફસાઈ જાય અથવા પ્રવાહમાં તણાતી હોય તેવી પરિસ્થિતિમાં મદદ કરવાના આશયથી સહારો દેતો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy