SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ઠાણું-૪૩/૩૪૭ થાય છે, તે ચોથી દુઃખશય્યા છે. સુખશયા ચાર પ્રકારની છે જેમકે- પ્રથમ સુખશય્યા, એક વ્યક્તિ મુંડિત થઈ ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પ્રવ્રુજિત થાય છે. તે નિગ્રંથ પ્રવચનમાં શંક, કાંક્ષા, વિચિકિત્સા કરતો નથી. ભેદ સમાપન એ કલુષ સમાપન થતો નથી. એવું આ રીતે નિગ્રંથ પ્રવચનમાં નિઃશક્તિ, નિઃકાંક્ષિત હોવાને કારણે શ્રદ્ધા પ્રતીતિ-રચિ રાખે છે. આ રીતે જેને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા પ્રતીત રુચિ થયેલ છે તે પોતાના મનને સ્થિર રાખી શકે છે. ગમે તે વિષયોમાં ભમવા દેતો નથી અને ધર્મભ્રષ્ટ થતો નથી. તે પ્રથમ સુખશવ્યા. બીજી સુખશયા કોઈ પુરુષ મુંડિત થઇને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. તે મુંડિત યાવત પ્રવ્રજિત થઈને સ્વયંને પ્રાપ્ત આહાર આદિથી સંતુષ્ટ રહે છે અને અન્યને પ્રાપ્ત આહાર આદિની અભિલાષા રાખતો નથી. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમતું નથી અને તે ધર્મ ભ્રષ્ટ થતો નથી. આ બીજી સુખશપ્યા છે. ત્રીજી સુખશયા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવત-પ્રદ્ધતિ થઈને કદી પણ મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરતો નથી, પૃહા કરતો નથી, અભિલાષા કરતો નથી. તે શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમતું નથી અને ધર્મભ્રષ્ટ થતું નથી. આ ત્રીજી સુખશય્યા છે. ચોથી સુખશય્યા એક વ્યક્તિ મુંડિતપ્રવ્રજિત થઈને એમ વિચારે છે-અરિહંત ભગવાન આરોગ્યશાળી, બળવાન શરીરના ધારક, ઉદાર કલ્યાણકારી, વિપુલ કર્મક્ષયકારી તપકર્મને અંગીકાર કરે છે તો મારે તો જે વેદના આદિ ઉપસ્થિત થઈ છે તે સમ્યક પ્રકારે સહન કરવી જોઇએ. જો હું સમ્યક પ્રકારથી સહન કરીશ તો એકાંત નિર્જરા કરી શકીશ. આવા વિચારોથી તે ધર્મમાં સ્થિર રહે છે, આ છે ચોથી સુખશવ્યા. [૩૪૮] ચાર પ્રકારની વ્યક્તિઓ આગમ વાચનાને માટે અયોગ્ય હોય છે, જેમકેઅવિનયી, દૂધ આદિ પોષ્ટિક આહારનું અધિક સેવન કરવાવાળો. અનુપશાંત, માયાવી. ચાર પ્રકારની વ્યક્તિઓ આગમ વાચનાને માટે યોગ્ય છે- વિનયી, દૂધ આદિ પોષ્ટિક આહારનું વધારે સેવન ન કરનારો, ઉપશાંત કપટરહિત. [૩૪] પુરુષ ચાર પ્રકારના છે- એક પોતાનું ભરણ-પોષણ કરે છે પરંતુ બીજાનું ભરણ પોષણ નથી કરતો. એક પોતાનું ભરણ પોષણ નથી કરતો પરંતુ બીજાનું કરે છે. એક પોતાનું અને બીજાનું પણ ભરણ-પોષણ કરે છે. એક પોતાનું બીજાનું પણ ભરણ પોષણ કરતો નથી. પુરુષ ચાર પ્રકારના છે. એક પહેલાં પણ દરિદ્રી હોય છે અને પછી પણ દરઢી હોય છે. એક પુરૂષ પહેલા દરિદ્ર હોય છે પરંતુ પાછળથી ધનવાન થઈ જાય છે. એક પુરૂષ પહેલાં ધનવાનું હોય છે. પછી દરિદ્ર થઈ જાય છે. એક પુરૂષ પહેલાં ધનવાનું હોય છે અને પછી પણ ધનવાન હોય છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમ કે- એક પુરૂષ દરિદ્ર હોય છે. અને દુરાચારીપણ હોય છે. એક પુરૂષ દરિદ્ર હોય છે પરંતુ સદાચારી હોય છે. એક પુરૂષ ધનવાન હોય છે પરંતુ દુરાચારી હોય છે. એક પુરૂષ ધનવાન પણ હોય છે અને સદાચારી પણ હોય છે. બીજી રીતે પણ પુરૂષ ચાર પ્રકારના છે- એક દરિદ્ર છે પરંતુ દુષ્કૃત્યોમાં આનંદ માનનારો છે. એક દરિદ્ર છે પરંતુ સત્કાર્યોમાં આનંદ માનનારો છે. એક ધનિક છે પરંતુ દુષ્કૃત્યોમાં આનંદ માનવાવાળો છે. એક ધનિક પણ છે અને સત્કાર્યોમાં આનંદ માનવાવાળો પણ છે. આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ દરિદ્ર છે અને દુર્ગતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy