SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સ્થાન-૩, ઉદેસો-૪ અવિશુદ્ધ, વિશુદ્ધ, અપ્રશસ્ત, પ્રશસ્ત, શીતોષ્ણ અને સ્નિગ્ધ-રુક્ષ પણ ત્રણ-ત્રણ છે. [૨૩] મરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-બાલમરણ, પંડિતમરણ અને બાલ-પંડિતમરણ. બાલમરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- સ્થિતિલેશ્ય, સંક્લિષ્ટ લેશ્ય, પર્યવજાત લેશ્ય. બાલપંડિત મરણ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- સ્થિત લેશ્ય, અસંકિલન્ટ લેશ્ય અને અપર્યવ જાતલેશ્ય. [૨૩૭] નિશ્ચય નહીં કરવાવાળા શંકાશીલ'ને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભરૂપ, અયુક્ત, અકલ્યાણકારી અને અશુભાનુબન્ધી હોય છે. કોઈ પુરુષ મુંડિત થઈને અણગારવસ્થા ધારણ કરે છે. પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકિત, કાંક્ષિત, ક્રિયાના ફલ પ્રતિ શંકાશીલ થાય છે. “આમ હશે કે નહીં” એવી બુદ્ધિને પ્રાપ્ત કરે છે અને કલુષિત ભાવવાળો થાય છે. અને એ રીતે તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતો નથી, વિશ્વાસ રાખતો નથી, રુચિ રાખતો નથી, તેને પરિષહ થાય છે અને પરિષહ તેને પરાજિત કરી દે છે. પરંતુ તે પરિષહો ને પરાજિત કરી શકતો નથી. કોઈ પુરુષ મુંડિત થઈને અણગાર અવસ્થાને ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતોમાં શંકા કરે - યાવતુ કલુષિત ભાવ કરે તથા પંચ મહાવ્રતોમાં શ્રદ્ધા રાખતો નથી તો યાવતું તે પરિષહોનો પરાજ્ય કરી શકતો નથી. કોઈ મુંડિત થઈ, અગાર અવસ્થાના પરિત્યાગ પૂર્વક અણગાર અવસ્થા ધારણ કરવા છતાં છ જીવ નિકાયોમાં શ્રદ્ધા કરતો નથી યાવતું તે પરિષહોને પરાજિત કરી શકતો નથી. સમ્યક નિશ્ચય કરવાવાળાને ત્રણ સ્થાન હિતકર યાવતુ શુભાનુબંધી થાય છે, યથા- કોઈ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાથી અણગારાવસ્થા ધારણ કરે છે તે નિઃશંકિત આદિ ભાવોથી નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરે છે, તેની પ્રતીતિ કરે છે અને તેને પોતાની રુચિનો વિષય બનાવે છે તે અણગારને પરિષહનો સામનો કરવો પડે છે ત્યારે પરિષહ તેને આકુલ-વ્યાકુલ કરી શકતા નથી. પરંતુ તે પરિષહોને પરાજિત કરે છે, કોઈ વ્યક્તિ મુંડિત થઈને પ્રવૃજિત થઈ પાંચ મહાવ્રતોમાં નિઃશંકિત નિઃકાંક્ષિત રહે છે તો યાવતું તે પરિષહોને પરાજિત કરે છે, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. કોઈ પુરુષ મુંડિત થઈને ગૃહવસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા પર ષડૂજીવનિકાયમાં શંકા કરતો નથી તો-ચાવતુ-તે પરિષહોને પરાજિત કરી દે છે તેને પરિષહો પરાજિત કરતા નથી. [૩૮] રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી ત્રણ વલયોથી ચારે તરફ ઘોયેલી જેમકેઘનોદધિવલયથી, ઘનવાત વલયથી, તનુપાત વલયથી. [૨૩૯] નૈરયિક જીવો ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. [૨૪] ક્ષીણમોહ [બારમાં ગુણસ્થાનવાળા] અહંન્ત ત્રણ કર્મપ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે, જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય. [૨૪૧] અભિજિત નક્ષત્રના ત્રણ તારા કહેલ છે. એ પ્રમાણે શ્રવણ, અશ્વિની,ભરણી, મૃગશિર્ષ, પુષ્ય અને જ્યેષ્ઠા નક્ષત્રના પણ ત્રણ-ત્રણ તારા છે. ૨૪] શ્રી ધર્મનાથ તીર્થંકર પછી વિચતુથઈશ [પોણો પલ્યોપમ ન્યૂન સાગરોપમ વ્યતીત થઈ ગયા પછી શાન્તિનાથ ભગવાન ઉત્પન્ન થયા. [૪૩] શ્રમણ ભગવાન મહાવીરથી લઈને ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષગમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy