SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨દદ ઠાણ-૩૪/૨૨૪ વિચરીશ ! આ ત્રણે ભાવનાને શુદ્ધ મન, વચન અને કાયાથી ભાવતો પર્યાલોચન કરતો શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાનને પામે છે. [૨૨૫] ત્રણ કારણોથી પુદ્ગલથી ગતિમાં પ્રતિઘાત કહેલ છે-પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ સાથે અથડાવાથી પ્રતિઘાત પામે છે. રક્ષ હોવાથી ગતિમાં પ્રતિઘાતવાળો થાય છે. લોકાન્તમાં ગતિના પ્રતિઘાતવાળો થાય છે. [૨૨] ચક્ષુવાળા ત્રણ પ્રકારના કહેલ છે- એક નેત્રવાળા, બે નેત્રવાળા અને ત્રણ નેત્રવાળા. છબસ્થ મનુષ્ય એક ચક્ષુવાળો, દેવો બે ચક્ષુવાળા, તથારૂપ શ્રમણ માહન ત્રણ ચક્ષુવાળા કહેલ છે. [૨૨૭] અભિસમાગમ (વિશિષ્ટ જ્ઞાન) ત્રણ પ્રકારના કહેલ છે- ઉધ્વભિસમાગમ, અધોઅભિસમાગ અને તિર્યગભિસમાગમ. જ્યારે તથારૂપ શ્રમણ માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સર્વપ્રથમ ઉર્ધ્વ લોકના પદાર્થને જાણે છે. ત્યાર પછી તિર્યશ્લોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. ત્યાર પછી અધોલોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. હે આયુષ્યમનું શ્રમણ ! અધોલોકનું જ્ઞાન મુશ્કેલીથી થાય છે. [૨૨૮] ઋદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- દેવદ્ધિ, રાજદ્ધિ, અને ગણિદ્ધિ, આચાર્યની ઋદ્ધિ. દેવની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જેમકે વિમાનની ઋદ્ધિ, વૈક્રિયની ઋદ્ધિ અને પરિચારણાની ઋદ્ધિ. બીજી રીતે દેવદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- સચિન, અચિત્ત અને મિશ્ર. રાજદ્ધિના ત્રણ ભેદ છે, જેમ કે રાજાની અતિયાનધિ, રાજાની નિયણિદ્ધિ રાજાની બલવાહન કોષ્ઠાગાદ્ધિ અથવા રાજદ્ધિના ત્રણ પ્રકારે છે, સચિત્ત, અચિત્ત અને મિશ્રિત. ગણી ની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જ્ઞાનાદ્ધિ,દર્શનદ્ધિ અને ચારિત્રદ્ધિ અથવા ગણદ્ધિના ત્રણ પ્રકાર છે- સચિત્ત, અચિત્ત અને મિશ્રિત. [૨૨] ત્રણ પ્રકારનું ગૌરવ કહેલ છે- ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને સતાગૌરવ. [૨૩] ત્રણ પ્રકારનું કરણ ધાર્મિક, અધાર્મિક, અને ધાર્મિકા ધાર્મિક [૨૩૧] ભગવાને ત્રણ પ્રકારનો ધર્મ કહેલ છે- સુઅધીત ધર્મ, સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું] સુધ્યાત ધર્મ, સિમ્યક ચિન્તન કરવું] સુતપસ્થિત ધર્મ તપની આરાધના]. જ્યારે સારી રીતે ધ્યાન-ચિંતન થાય છે. ત્યાં શ્રેષ્ઠ તપનું આરાધન થાય છે. એ પ્રમાણે ભગવંતે સુ-અધીત ધર્મ, સંધ્યાત ધર્મ અને સુતપસ્થિત ધર્મ કહેલ છે. ૨૩ર) વ્યાવૃત્તિ [હિંસા આદિથી નિવૃત્તિ ત્રણ પ્રકારે છે, જેમકે-જ્ઞાનયુક્ત, અજ્ઞાનયુક્ત અને સંશયથી કરાતી વ્યાવૃત્તિ. એ પ્રમાણે પદાર્થોમાં આસક્તિ અને પદાર્થોનું ગ્રહણ પણ ત્રણ પ્રકારે છે. [૨૩૩ ત્રણ પ્રકારના અંત કહેલ છે, જેમ કે લોકાન્ત, વેદાન્ત અને સમયાન્ત. 1 [૨૩] જિન ત્રણ પ્રકારે કહેલ છે. જેમકે-અવધિજિન, મનપૂર્વવજિન, કેવલીજિન. ત્રણ પ્રકારના કેવળી કહેલ છે. જેમકે- અવધિજ્ઞાનીકેવળી, મનપયવિજ્ઞાનીકેવળી અને કેવળજ્ઞાનીકેવળી ત્રણ પ્રકારના અહંન્ત કહેલ છે. જેમકે અવધિજ્ઞાનીઅહત, મનપર્યવજ્ઞાનીઅહંત, કેવલજ્ઞાની અહંત. [૨૩૫ ત્રણલેશ્યાઓ દુર્ગધવાળી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. ત્રણલેશ્યાઓ સુગંધવાળી છે- તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા. એ પ્રમાણે દુર્ગતિમાં લઈ જનારી, સુગતિમાં લઈ જનારી, અશુભ, શુભ, અમનોજ્ઞ, મનોજ્ઞ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy