SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ઠાણે-૩૩/૧૯૨ પડશે. અરે! મારે માતાના જઠરના મળમય, અશુચિમય, ઉદ્વેગમય અને ભયંકર એવા ગર્ભવાસમાં રહેવું પડશે. આ ત્રણ કારણોથી દેવ ઉઠેગને પ્રાપ્ત થાય છે. [૧૯૩ વિમાન ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે ગોળ, ત્રિકોણ અને ચતુષ્કોણ. તેમાંથી જે ગોળ વિમાન છે તે પુષ્કરકર્ણિકાના આકારે હોય છે. તેની ચારે તરફ પ્રકાર હોય છે અને તેમાં પ્રવેશ માટે એક દ્વાર હોય છે. જે ત્રિકોણ વિમાન છે તે સિંઘોડાના આકારે હોય છે. બન્ને તરફ કિલ્લાવાળા એક તરફ વેદિકાવાળા અને ત્રણ દ્વારવાળા કહેલ છે. જે ચતુષ્કોણ વિમાન છે તે અખાડાના આકારના છે. અને દરેક બાજુ વેદિકાથી ઘેરાયેલ છે તથા ચાર દ્વારાવાળા કહેલ છે. દેવ વિમાન ત્રણના આધાર પર સ્થિત છે. ધનોદધિપ્રતિષ્ઠિત, ધનવાતપ્રતિષ્ઠિત, આકાશપ્રતિષ્ઠિત. વિમાન ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-અવસ્થિત (શાશ્વત) વૈક્રિયવડે નિષ્પાદિત અને પરિયામિક. [૧૯૪] નારકો ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-સમદ્રુષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદ્રષ્ટિ. એ પ્રકારે વિકલેન્દ્રિયને છોડી વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા જોઈએ. ત્રણ દુગતિઓ કહેલી છે. જેમ કે- નરકદુર્ગતિ, તિર્યંચયોનિક દુગતિ અને મનુષ્યદુર્ગતિ. ત્રણ સદ્દગતિઓ કહેલ છે. જેમ કે- સિદ્ધ સદ્દગતિ, દેવ સદ્ગતિ અને મનુષ્ય સદ્ગતિ. ત્રણ દુર્ગત-દુર્ગતિ પ્રાપ્ત જીવો છે, નૈરકિદુર્ગતિ પ્રાપ્ત, તિર્યંચયોનિક દુર્ગતિ પ્રાપ્ત મનુષ્યદુગતિ પ્રાપ્ત. ત્રણ સુગત-સદ્ગતિ પ્રાપ્ત છે, સિદ્ધસદ્ગતિ- પ્રાપ્ત, દેવસદ્ગતિ પ્રાપ્ત મનુષ્યસદ્ગતિ પ્રાપ્ત. [૧૯૫] ચતુર્થ ભક્ત કરેલા ભિક્ષને ત્રણ પાનક નો સ્વીકાર કરવાનું કહ્યું છે. ઉત્સદિમ (લોટનું ઘોવણ) સંસેકિમ (અરૂણી વગેરે પત્રનું શાક ઉકાળીને જે શીતલ જલ વડે સીંચાય છે તે) તંદુલ ધોવન (ચોખાનું ધોવણ) છઠ્ઠ ભક્ત કરવાવાળા મુનિને ત્રણ પ્રકારના પાણી લેવા કહ્યું છે, જેમ કે તિલોદક, તુષોદક, યવોદક, અષ્ટભક્ત ત્રણ ઉપવાસ કરવાવાળા મુનિને ત્રણ પ્રકારનું જળ લેવું કહ્યું છે, જેમ કે આયામક, (મગનું ઓસામણ) સૌવીરક, (કાંજીનું પાણી,)શુદ્ધ વિકટ, (શુદ્ધ ગરમ પાણી.) જમવાને સ્થાને લાવેલું ભોજન ઉપત કહેવાય તે ત્રણ પ્રકારે કહેલું છે. જેમકે- ફલિકોપત, શુદ્ધોપત, સેસુરોપત. ત્રણ પ્રકારના આહાર દાતા વડે પ્રદત્ત કહેવાય છે. દેનાર હાથ વડે આપે તે આહાર જે રસોઈના ભોજનમાંથી ખાવાના ભોજનમાં નાખી પછી આપે તે આહાર અને બચેલા આહારને પુનઃ ભાજનમાં નાખતા આપે તે આહાર. ત્રણ પ્રકારની ઉણોદરી કહેલ છે. જેમ કે- ઉપકરણ ઓછા કરવા, આહારપાણી ઓછા કરવા અને કષાય ત્યાગ રૂપ ભાવ ઉણોદરી. ઉપકરણ ઉણોદરી ત્રણ પ્રકારે કહેલી છે. જેમ કે- એક વસ્ત્ર રાખવું એક પાત્ર રાખવું અને સંયમી યોગ્ય ઉપધી એટલે રજોહરણ મુહપત્તિ રાખવી. ત્રણ સ્થાન નિગ્રંથોને અને નિગ્રંથીને અહિતને માટે, અસુખને માટે અયુક્તપણાને, અનિશ્રેયસને માટે અને અશુભાનુબંધી હોય છે દીનતાપૂર્વક આક્રન્દન કરવું, શય્યાદિનો દોષ બતાવીને કકળાટ કરવો અને આર્ત તથા રૌદ્રધ્યાન ધરવું. ત્રણ સ્થાનકો સાધુ અને સાધ્વીઓને હિતને માટે, સુખને માટે, યુક્તપણાને માટે, મોક્ષને માટે, શુભના અનુબંધ માટે થાય છે. જેમ કે- દુઃખમાં અદીનતા આક્રન્દન ન કરવું, દોષવાળી ઉપધિમાં અક્કળાટ ન કરવો અને અશુભ ધ્યાન ન ધરવું. ત્રણ પ્રકારના શલ્ય કહેલ છે. જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy