SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ઠાણ-૩//૧૭૪ પૌષધોપવાસથી રહિતના ત્રણ સ્થાન ગહિત થાય છે. જેમ કે તેનો ઈહલોક જન્મ ગહિંત થાય છે. તેનો ઉપપાત નિતિ થાય છે. ત્યાર પછીનો જન્મ નિતિ થાય છે. સુશીલ, સુવતી, સદગુણી, મયદિાવાન અને પૌષધોપવાસ-પ્રત્યાખ્યાન આદિ કરવાવાળાઓના ત્રણ સ્થાન પ્રશંસનીય થાય છે. આ લોકમાં પણ પ્રશંસા થાય છે. તેનો ઉપપાતા પણ પ્રશંસનીય થાય છે. પછીના જન્મમાં પણ પ્રશંસા થાય છે.. [૧૭૫] સંસારી જીવ ત્રણ પ્રકારના કહેલ છે. સ્ત્રી પુરુષ, અને નપુંસક. સર્વ જીવ ત્રણ પ્રકારના છે. સમ્યવૃષ્ટિ મિથ્યાદ્રષ્ટિ અને સમ્યમૈિથ્યાદ્રષ્ટિ અથવા સર્વ જીવ ત્રણ પ્રકારના છે. પર્યાપ્ત, અપતિ, અને નોપયતનોઅપયપ્તિ. એ પ્રમાણે સમ્યગૃષ્ટિ, પરિણ, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંસી અને ભવ્ય, તેમાંથી પણ જે ઉપર નથી તેના પણ ત્રણ ત્રણ પ્રકાર સમજવા, જેમ પરિત, અપરિગ્ન, નોપરિત નોઅપરિત્ત, [૧૭] લોક-સ્થિતિ ત્રણ પ્રકારની કહેલી છે. જેમ કે- આકાશના આધારે વાયુ રહેલો છે, વાયુના આધારે ઉદધિ રહેલ છે. ઉદધિના આધારે પૃથ્વી રહેલ છે. દિશાઓ ત્રણ છે. જેમ કે-ઉધ્વદિશા, અધોદિશા. અને તિછિદિશા. ત્રણ દિશાઓમાં જીવોની ગતિ થાય છે. ઉધ્વદિશામાં, અઘોદિશામાં અને તિછદિશામાં એ પ્રમાણે આગતિ, ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ, ગતિ, પર્યાય-હલનચલન, સમુદ્ધાત કાલ સંયોગ, અવધિદર્શનથી જોવું ત્રણ દિશામાં જાણવું અને જીવોનું જાણવું ત્રણ દિશામાં થાય છે. ત્રણ દિશાઓમાં જીવોને અજીવોનું જ્ઞાન થાય છે. જેમ કે- ઉર્ધ્વ દિશામાં, અઘોદિશામાં અને તિર્યગદિશામાં [૧૭૭] ત્રસ જીવ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- તેજસ્કાયિક, વાયુકાયિક અને ઉદાર ત્રસ પ્રાણી. સ્થાવર જીવ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક. [૧૭૮] ત્રણ પદાર્થો અછેદ્ય છે સમય, પ્રદેશ અને પરમાણું. એ પ્રમાણે આ ત્રણનું ભેદન થઈ શકતું નથી. દહન થઈ શકતું નથી, ગ્રહણ થઈ શકતું નથી, મધ્ય ભાગ નથી, પ્રદેશો નથી ત્રણ પદાર્થો અવિભાજ્ય છે. જેમ કે- સમય, પ્રદેશ અને પરમાણું. [૧૭] હે આર્યો ?' એ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યનું શ્રમણો! પ્રાણીઓને કોનાથી ભય હોય છે? ત્યારે ગૌતમાદિક શ્રમણ નિગ્રંથો મહાવીર પ્રભુની સમીપ આવે છે અને નમસ્કાર કરે છે, વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિય? આ અર્થને અમે જાણતા નથી અને જોતા નથી. માટે આપને કષ્ટ ન થાય તો આપ કહો, અમે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. - આર્યો ? એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થોને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યન્ત શ્રમણો! સમસ્ત પ્રાણીઓ દુઃખથી ભય પામે છે, હે પ્રભો! તે દુઃખ કોણ ઉત્પન્ન કરે છે? પ્રમાદથી યુક્ત થયેલા જીવ તે દુખને ઉત્પન્ન કરે છે. હે ભગવન્! તે દુઃખનો નાશ કયા ઉપયોગથી કરી શકાય છે? અપ્રમાદથી દુઃખનો નાશ થાય છે. [૧૮૦ હે ભગવાન! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે છે કે શ્રમણ નિગ્રંથોના મતમાં કર્મ જીવને દુઃખ કેવી રીતે દે છે? આ ચાર ભાંગા છે. આ ચારમાંથી જે પૂર્વકૃત કર્મ દુઃખરૂપ હોય છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy