SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સૂયગડો- ૨૩/-૮૪ શેષ પૂર્વવતુ આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાં જ વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે, એમ તીર્થંકર ભગવાને કહ્યું છે. [s૮૫ આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ આ પ્રમાણે કોઈ જીવ તૃણમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે અને તે તૃણયોનિક સર્વ આગળ પ્રમાણે જાણવું. આ પ્રમાણે કોઈ જીવ તૃણયોનિક તૃણોમાં મૂલ તથા બીજ રૂપથી ઉત્પન્ન થાય છે, તેઓનું વર્ણન પણ પૂર્વવતુ જાણવું. આ પ્રમાણે ઔષધિ અને લિલો તરીનું પણ ચાર પ્રકારથી વર્ણન કરવું જોઈએ. [૬૮-૬૮૭] શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો બીજો પણ ભેદ કહ્યો છે, તે આ પ્રમાણે આ જગતમાં કોઇ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં સ્થિત રહે છે. અને પૃથ્વીમાં વૃદ્ધિ પામે છે. તે કર્મથી પ્રેરાઈ ત્યાં ઉત્પન્ન થાય છે. તે નાના પ્રકારની યોનિવાળી પૃથ્વીમાં આર્ય નામક વનસ્પતિ અને કાય, વાય, કૂહણ, કંદુક, ઉપેહણી, નિવેંહણી, સચ્છત્ર, વાસણી અને જૂર નામક વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક યોનિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે પૃથ્વીકાય આદિ સર્વકાયનો આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણમાવી લે છે. તે પૃથ્વીથી ઉત્પન આર્યથી લઇ ક્રૂર વનસ્પતિ પર્યન્ત વનસ્પતિઓના નાના વર્ણવાળા અનેક શરીરો હોય છે, આમાં એક જ આલાપક છે, શેષ ત્રણ નથી. શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ વર્ણવેલો છે. તે આ પ્રમાણે આ જગતમાં કોઈ પ્રાણી જળમાં ઉત્પન્ન થાય છે, જળમાં સ્થિત હોય છે અને જલમાં વૃદ્ધિ પામે છે. તે જીવ પોતાના કર્મને કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારના જળમાં આવીને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના જાતિવાળા જલના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિના શરીરનો પણ આહાર કરે છે. તે જલયોનિક વૃક્ષોના અનેકવિધ વણથી યુક્ત બીજા પણ શરીરો હોય છે. જેવી રીતે પૃથ્વી યોનિક વૃક્ષના ચાર ભેદ છે એવી રીતે અધ્યારૂહ તૃણ અને હરિત કાયના વિષયમાં ચાર આલાપક છે. શ્રી તીર્થકર ભગવાને વનસ્પતિ કાયના અન્ય પણ ભેદો કહ્યા છે-આ જગતમાં કોઈ કોઈ પ્રાણી જલથી ઉત્પન્ન થાય છે, જલમાં સ્થિત રહે છે, જલમાં વૃદ્ધિ પામે છે. પોતાના કર્મના પરિણામે તે જીવ વનસ્પતિકાયમાં આવે છે. ત્યાં આવીને અનેક પ્રકારની જાતિવાળા જલમાં ઉદક, અવક, પનક, સેવાળ, કલંબુક, હડ, કસરૂક કચ્છભાણિતક, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, વિસ, મૃણાલ, પુષ્કર, પુષ્કરાક્ષી અને ભગ નામની વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારની જાતિવાળા જળના રસનો પણ આહાર કરે છે. તેવીજ રીતે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના રસનો પણ આહાર કરે છે. જલથી ઉત્પન ઉદકથી લઈ પુષ્કરાક્ષી ને ભગનામક વનસ્પતિ પર્યત વનસ્પતિકાયના જીવ કહેલ છે. તેને અનેક વર્ણવાળા ગન્ધવાળા રસવાળા પણ બીજા શરીરો હોય છે પરંતુ તેમાં આલાપક એકજ હોય છે. શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના અન્ય પણ ભેદો વર્ણવ્યા છે. આ જગતમાં કોઈ જીવ તે પૃથ્વીયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલથી લઈ બીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy