SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ તસ્કંધ-૨, અધ્યયન-૨, (અધ્યયન-૨-કિયાસ્થાન) [૬૪૮] હે આયુષ્યમનું ! ભગવાન્ મહાવીર સ્વામીએ ક્રિયાસ્થાન નામનું અધ્યયન કહ્યું છે, તે મેં સાંભળ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે છે-સંસારમાં સંક્ષેપમાં બે સ્થાનો દર્શાવ્યા છે. (૧) એક ધર્મસ્થાન અને (૨) બીજું અધર્મસ્થાન તથા એક ઉપશાંત સ્થાન અને બીજું અનુપશાંત સ્થાન તેમાંથી પ્રથમ જે અધર્મપક્ષ છે તેનો અભિપ્રાય આ પ્રમાણે આ સંસારમાં પૂવદિ દિશાઓમાં અનેકવિધ પ્રાણીઓ નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય, કોઈ અનાર્ય કોઈ ઉચ્ચ ગોત્રમાં તો કોઈ નીચ ગોત્રમાં જન્મ લે છે. કોઇ સબળ, કોઈ દુર્બળ, કોઈ ઉત્તમ વર્ણવાળા, કોઈ હીન વર્ણવાળા, કોઈ સુંદર રૂપવાળા, કોઈ કુરૂપ હોય છે. તે પ્રાણીઓમાં પાપ કરવાનો સંકલ્પ થાય છે. આ જોઈને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં જે સમજવાળા પ્રાણીઓ સુખ-દુઃખનો અનુભવ કરે છે તેમનામાં શ્રી તીર્થકર ભગવાને તેર ભેદ નીચે પ્રમાણે બતાવ્યા છેઃ (૧) અર્થદંડ (૨) અનર્થ દડ (૩) હિંસા દંડ (૪) અકસ્માતુ દડ (૫) દ્રષ્ટિ વિપયસિ દંડ (૬) મિથ્યા ભાષણ દંડ (૭) ચોરી (૮) મનમાં અનિષ્ટ ચિંતન (૯) માન પ્રત્યયિક (૧૦) મિત્રનો દ્રોહ (૧૧) માયા (૧૨) લોભ (૧૩) ઈયપિથિકીકિયા. [૬૪] પ્રથમ ક્રિયાસ્થાન અર્થદંડ પ્રત્યિક કહેવાય છે. કોઈ પુરુષ પોતાને માટે અથવા પોતાના જ્ઞાતિવર્ગ, ઘર, પરિવાર, મિત્ર, નાગ, ભૂત અને યક્ષને માટે સ્વયં ત્ર-સ્થાવર પ્રાણીઓને દંડ દે, અન્ય પાસે દંડ અપાવે અને દંડ આપનારને અનુમોદન આપે તો તેને તે ક્રિયાના કારણે સાવદ્યકર્મનો બંધ થાય છે-આ પ્રથમ ક્રિયાસ્થાન. [૫] હવે બીજુ ક્રિયાસ્થાન કહે છે. કોઈ પુરુષો એવા હોય છે કે-પોતાના. શરીરની રક્ષા માટે, માંસ માટે, રુધિર માટે મારતો નથી. તેમજ દય, પિત્ત, ચરબી, પાંખ, પૂંછડી, વાળ, શિંગડા, દાંત, દાઢ, નખ, સ્નાયુ, હાડકાં કે હાડકાની મજ્જા માટે ત્રણ જીવોની હિંસા કરતો નથી. તથા મને મારા કોઈ સંબંધીને પહેલા માર્યો હતો, મારે છે, મારશે એવું માનીને કે પુત્રપોષણ, પશુપાલન કે ઘરની રક્ષા માટે તેમજ શ્રમણ અને માહણની આજીવિકા માટે કે પોતાના પ્રાણીની રક્ષા માટે ત્રસ જીવોની હિંસા કરતો નથી. પરંતુ નિમ્પ્રયોજન તે મૂર્ખ મનુષ્ય ત્રસ જીવોને મારે છે, તેનું છેદન-ભેદન કરે છે, તેના અંગો કાપે છે, તેમની ચામડી ઉતારી નાખે છે અને આંખો કાઢે છે તથા તેમને ઉદ્વેગ પહોંચાડે છે. તે અજ્ઞાની પુરષે વિવેકનો ત્યાગ કર્યો છે, તે પ્રાણીઓના વેરનો પાત્ર બને છે. આ અનર્થદંડ ક્રિયા છે. કોઈ પુરુષ સ્થાવર પ્રાણીઓ જેવા કે ઇક્કડ, કડબ, જંતુક, પરગ, મુસ્ત, તૃણ, ડાભ, કુચ્છગ, પર્વક, પલાલ વિગેરે જાતની વનસ્પતિઓની નિપ્રયોજન જ હિંસા કરે છે. તે પુત્રપોષણ માટે, પશુપાલન માટે, ઘરની રક્ષા માટે, શ્રમણ બ્રાહ્મણની આજીવિકા માટે હિંસા કરતો નથી પણ સ્થાવરોનું છેદન-ભેદન કરે છે અને મર્દન કરે છે. તે વિવેકહીન અજ્ઞાની વ્યર્થ પ્રાણીઓની હિંસા કરી વૈરવૃદ્ધિ કરે છે. જેવી રીતે કોઈ પુરુષ નદીના તટ ઉપર, તળાવ ઉપર, કોઈ પણ જલાશય ઉપર, તૃણરાશિ ઉપર, જલાશયની આજુબાજુના સ્થાન ઉપર, વૃક્ષ વગેરેથી ઢંકાયેલ અંધારાવાળા સ્થાન ઉપર, ગહનભૂમિ ઉપર, વનમાં, ઘોર અટવીમાં, પર્વત પર, પર્વતની ગુફામાં, કે દુર્ગમ સ્થળો ઉપર તૃણનો ઢગલો કરીને નિશ્ચયોજન તે સ્થળોમાં સ્વયં અગ્નિ પ્રગટાવે, અન્યની પાસે અગ્નિ પ્રગટાવડાવે અને અગ્નિ જલાવનારાને અનુમોદન આપે છે. એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy