SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સૂયગડો-૧/૧૧-૪૮૯ બનીને, મોક્ષના કારણભૂત ચારિત્ર ધર્મને જાણતા નથી. ૪િ૮૯] આ સંસારમાં ભિન્ન ભિન્ન રુચિ રાખનાર મનુષ્યો હોય છે. તેમાં કોઈ ક્રિયાવાદને માને છે, કોઈ અક્રિયાવાદને માને છે, કેટલાક અજ્ઞાની જીવો તત્કાળ જન્મેલા બાળકના શરીરના ટુકડે ટુકડા કરીને આનંદ માને છે. આ રીતે સંયમથી રહિત તેઓ પ્રાણીઓની સાથે વૈર વધારે છે. ૪િ૯૦-૪૯૧] પાપથી નહિ ડરનાર અજ્ઞાની જીવ પોતાના આયુષ્યનો અંત જાણતા નથી. તેઓ પૌગલિક પદાર્થોપર મમતાં રાખીને રાતદિવસ પાપમાં આસક્ત રહે છે અને પોતાને અજર અમર માનીને ધનમાંજ મુગ્ધ રહે છે. તે મુમુક્ષુ! તું ધન અને પશું વગેરે દરેક સચિત્ત-અચિત્ત પદાર્થોને છોડી દે. માતા પિતા બંધુ ભગિની મિત્રજન વગેરે કોઈપણ તારો કાંઇ ઉપકાર કરતા નથી. છતાં તું તેના માટે રડે છે અને મોહ પામે છે, પરંતુ તું મરી જઈશ ત્યારે, બીજા લોકો તે ઉપાર્જન કરેલા દ્રવ્યનો ઉપભોગ કરશે અથવા તારા ધનનું હરણ કરી જશે. [૪૯૨-૪૯૩ જેવી રીતે અટવીમાં વિચરનાર મૃગ મૃત્યુના ભયને કારણે સિંહથી દૂર રહે છે, તેવી જ રીતે બુદ્ધિમાનું પુરુષ ધર્મ તત્ત્વને સારી રીતે જાણીને પાપથી દૂર રહે છે. ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારથી જાણનાર બુદ્ધિમાનું પુરુષ પોતાના આત્માને પાપ કર્મથી નિવૃત્ત કરે છે. વૈરની પરંપરાને ઉત્પન્ન કરનાર છે અને મહા ભયજનક હોય છે. એવું જાણીને સાધક હિંસાનો ત્યાગ કરે. [૪૪] મોક્ષમાર્ગનું અનુસરણ કરનાર મુનિ ખોટું ન બોલે. જૂઠું બોલવાના ત્યાગને સંપૂર્ણ ભાવસમાધિ અને મોક્ષ કહેલ છે. એ પ્રમાણે સાધુ બીજાં વ્રતોમાં પણ દોષ ન લગાડે, બીજાને પણ દોષ લગાડવાની પ્રેરણા ન આપે અને દોષ સેવન કરનાર વ્યક્તિને ભલી ન જાણે. [૪૯૫ શુદ્ધ નિદોષ આહારની પ્રાપ્તિ થવા પર સાધુ તેમાં રાગદ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે. સરસ તેમજ સ્વાદિષ્ટ આહારમાં મૂચ્છિત બની વારંવાર તેની અભિલાષા ન કરે. ધૈર્યવાન બને, પરિગ્રહથી વિમુક્ત બને તથા પોતાની પૂજા પ્રતિષ્ઠા અને કીતિની કામના ન કરતાં શુદ્ધ સંયમનું પાલન કરે. [૪૯] સાધુ ગૃહત્યાગ કરીને જીવનથી નિરપેક્ષ થાય, કાયસંબંધી મમતા ત્યાગ કરે, તપશ્ચરણ સંયમ આદિના ફળની કામનાને છેદી નાખે. જીવન અથવા મરણની આકાંક્ષા ન કરે. આ પ્રમાણે સંસારથી મુક્ત થઈ વિચરે. એમ હું કહું છું. [ અધ્યયન-૧૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૧૧-માર્ગ) [૪૯૭-૪૯૯] કેવળજ્ઞાની ભગવાને કયો માર્ગ બતાવ્યો છે, જેને પ્રાપ્ત કરીને જીવ દુસ્તર સંસારના પ્રવાહથી તરી જાય છે. હે મહામુને, સર્વ દુઃખોથી છોડાવનાર સર્વશ્રેષ્ઠ તે શુદ્ધ માર્ગને આપ જે પ્રમાણે જાણો છો, તે પ્રમાણે અમને કહો. જો કોઈ દેવતા કે મનુષ્ય અમને પૂછે તો અમે તેમને કયો માર્ગ બતાવીએ? તે આપ અમને જણાવો. [પ૦૦-૫૦૨ કોઈ દેવતા કે મનુષ્ય મોક્ષનો માર્ગ પૂછે તો તેમને કયો માર્ગ કહેવો જોઇએ તેનો સાર તમે મારી પાસેથી સાંભળો. કાશ્યપ ગોત્રીય ભગવાન્ મહાવીરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy