SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સૂયગડો-૧/- ૪૬૫ [૪૫] સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે, તથા ગામના બાળકોની સાથે રમત ન રમે તેમજ મયદાનું ઉલ્લંઘન કરીને હસે નહીં. ૪િ૬૬-૪૬૭) સાધુ મનોહર શબ્દાદિ વિષયોમાં ઉત્સુક ન થાય, પરંતુ યતનાપૂર્વક સંયમનું પાલન કરે. ભિક્ષાચરી તથા વિહાર વગેરેમાં પ્રમાદ ન કરે, તેમજ ઉપસર્ગ તથા પરિષહોની પીડા થવા પર સમભાવથી સહન કરે. સાધુને કોઈ લાકડી અથવા મુકી આદિથી મારે અથવા કઠોર વચન કહે તો તેના ઉપર ક્રોધ ન કરે, કોઈ ગાળ આપે તો દયમાં બળે નહીં. પ્રસન્નત્તાપૂર્વક બધું સહન કરે પણ કોલાહલ ન કરે. [૪૬૮] સાધુ પ્રાપ્ત થયેલ કામભોગોની પણ ઈચ્છી ન કરે, તીર્થંકર ભગવાને તેને જ વિવેક કહ્યો છે. સાધુ આચાર્ય આદિ જ્ઞાનીજનો પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની શિક્ષા ગ્રહણ કરે. [૪૯] સાધુએ સ્વસમય પરસમયના જ્ઞાતા, ઉત્તમ તપસ્વી, ગુરુની સેવા તથા તેની ઉપાસના કરવી જોઈએ. જે કર્મનું વિદારણ કરવામાં વીર છે, આત્મપ્રજ્ઞાનું અન્વેષણ કરનાર છે તથા વૈર્યવાનું છે, જિતેન્દ્રિય છે. તે જ એવું કાર્ય કરી શકે છે. ૪૭] ગૃહવાસમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી એવું સમજીને જે પુરુષો સંયમ અંગીકાર કરીને ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ કરે છે, તેઓ જ મોક્ષાર્થી જીવો માટે આશ્રયભૂત છે. બંધનથી મુક્ત છે. તે અસંયમજીવનની અભિલાષા કરતા નથી. [૪૭૧] સાધુ શબ્દ, રૂપ, રસ અને સ્પર્શમાં આસક્ત ન રહે, તથા સાવદ્ય અનુષ્ઠાન ન કરે. આ અધ્યયનની શરૂઆતથી જે વાતોનો નિષેધ કર્યો છે તે જિન આગમથી વિરુદ્ધ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ૪૭૨] વિદ્વાન મુનિ ક્રોધ, માન, માયા, લોભ, તથા બધા પ્રકારના ગારવોનો ત્યાગ કરી કેવળ નિવણની જ અભિલાષા કરે એમ હું કહું છું. અધ્યનન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૦માધિ) [૪૭૩-૪૭૪] સાધુ સંયમનું પાલન કરતા આ લોક અને પરલોકના સુખોની અભિલાષા ન કરે. જીવોનો આરંભ ન કરે. પોતાના તપનું ફળ ન ઇચ્છ, સમાધિયુક્ત થઈ શુદ્ધ સંયમનું પાલન કરે. ઊધ્વદિશા, અધોદિશા અને તિર્યદિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહે છે તેમની હાથથી, પગની અથવા સમસ્ત શરીરથી હિંસા ન કરે તેમજ અદત્ત વસ્તુને ગ્રહણ ન કર. ૪િ૭પ સુ-આખ્યાત ધર્મમાં શંકા નહિ કરનારા તથા પ્રાસુક આહારથી શરીરનો નિર્વાહ કરનારા ઉત્તમ તપસ્વી સાધુ બધા પ્રાણીઓને આત્મતુલ્ય માનીને સંયમનો નિર્વાહ કરે. આ લોકમાં જીવવાની ઈચ્છાથી આગ્નવોનું સેવન ન કરે. તેમજ ભવિષ્યકાળ માટે ધાન્યાદિનો સંચય ન કરે. ૪િ૭૬] સાધુ સ્ત્રીના વિષયમાં પોતાની સમસ્ત ઇન્દ્રિયોને રોકીને જિતેન્દ્રિય બને, તથા સર્વ પ્રકારના બંધનથી મુક્ત થઈને શુદ્ધ સંયમનું પાલન કરે. લોકમાં પૃથક પૃથક પ્રાણી વર્ગ આર્ત અને દુઃખથી પીડિત છે તે જુઓ. [૪૭૭] અજ્ઞાની જીવ પૃથ્વીકાય વગેરે પ્રાણીઓને દુઃખ આપીને પાપ કર્મ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy