SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯, ૧૫૫ આંખમાં અંજને આંજવું, શબ્દાદિ વિષયોમાં આસક્ત થવું, જીવહિંસા કરવી, હાથ પગ વગેરે ધોવા તથા શરીરે પીઠ્ઠી લગાડવી, તે સર્વને સંસારનું કારણ જાણી વિવેકી સાધુ ત્યાગ કરે. અસંયમી મનુષ્યોની સાથે સાંસારિક વાર્તાલાપ કરવો, ગૃહસ્થીજનોના અસંયમાનુષ્ઠાનની પ્રશંસા કરવી, જ્યોતિષના પ્રશ્નોનો ઉત્તર આપવો તથા શય્યાતરનો આહાર લેવો તે બધાને સંસારનું કારણ જાણીને જ્ઞાની સાધુ ત્યાગ કરે. સાધુ જુગાર ન શીખે, ધર્મવિરુદ્ધ ભાષાનો પ્રયોગ ન કરે, હસ્તકર્મ ન કરે તથા નિસ્સાર વાદવિવાદ ન કરે. તે સર્વને સંસારનું કારણ જાણી વિવેકી મુનિ ત્યાગ કરે. પગમાં પગરખાં પહેરવાં, છત્રી ઓઢવી, જુગાર રમવો, પંખાથી પવન નાખવો તથા જેમાં કર્મ-બંધ થતો હોય તેવી પરસ્પરની ક્રિયા કરવી તે બધાને સંસારનું કારણ જાણી શાની મુનિ ત્યાગ કરે. ક્લિપ-૫૮] વિદ્વાન મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે, તથા બીજ વગેરેને હઠાવીને અચિત્ત પાણીથી પણ આચમન ન કરે. ગૃહસ્થના વાસણમાં ભોજન ન કરે, તેમજ પાણી પણ ન પીએ. વસ્ત્રરહિત હોવા છતાં પણ ગૃહસ્થના વસ્ત્ર પોતાના કામમાં ન લે. આ બધું સંસાર ભ્રમણનું કારણ જાણી ત્યાગ કરે. માંચી પર ન બેસે, પલંગ પર ન સૂવે, ગૃહસ્થના ઘરની અંદર ન બેસે, ગૃહસ્થના કુશળ-સમાચાર ન પૂછે તથા પૂર્વે કરેલ ક્રીડાનું સ્મરણ ન કરે. તે સર્વે સંસાર ભ્રમણનું કારણ છે માટે તેનો ત્યાગ કરે. યશ, કિર્તિ, ગ્લાધા, વંદન અને પૂજન તથા સમસ્ત લોક સંબંધી વિષય ભોગને સંસારનું કારણ જાણી વિવેકી મુનિ તેનો ત્યાગ કરે. | [૪૫] આ જગતમાં જે આહાર-પાણીથી સંયમ યાત્રાનો નિહિ થાય તેવો શુદ્ધ આહાર પાણી સાધુ પ્રહણ કરે અને બીજા સાધુને આપે, પણ જે આહાર પાણીથી સંયમનો વિનાશ થાય તેવું ન પોતે ગ્રહણ કરે ન બીજા સાધુને આપે. [૪૬] અનંતજ્ઞાની તથા અનંતદર્શી, બાહ્યાભ્યતર ગ્રંથિથી રહિત, મહામુનિ ભગવાન મહાવીરે આ પ્રમાણે ચારિત્ર અને શ્રુતરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો છે. ૪િ૬૧-૪૩]વિવેકીમુનિ, ગુરુજન ભાષણ કરતા હોય ત્યારે તેની વચ્ચે ન બોલે. ભાષસમિતિથી સમ્પન સાધુ બોલતો છતાં પણ નહી બોલનાર જેવો છે. સાધુ કોઈના મર્મને પ્રકાશિત ન કરે. બીજાને દુઃખ થાય તેવી ભાષા ન બોલે. કપટથી યુક્ત ન બોલે, જે બોલે તે વિચાર કરીને જ બોલે. ચાર પ્રકારની ભાષા (સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર)માં ત્રીજી મિશ્ર ભાષા છે તે અસત્યથી ભળેલી છે માટે સાધુ તેનો પ્રયોગ ન કરે, જે બોલ્યા પછી પશ્ચાત્તાપ કરવો પડે તેવી ભાષા ન બોલે, તથા જે વાતને બધા માણસો છુપાવતા હોય તેવી વાતો પણ સાધુ ન કહે. આ નિગ્રંથ ભગવાન મહાવીરની આજ્ઞા છે. સાધુ કોઈને “અરે મૂર્ખ!' ઇત્યાદિ નિષ્ફર ને હલકા સંબોધનથી ન બોલાવે, તેમજ કોઇને હે મિત્ર ! હે વસિષ્ઠ ગોત્રીય, હે કશ્યપગોત્રીય', વગેરે ખુશામત માટે ન કહે પોતાનાથી મોટાને તૂ' આદિ અમનોજ્ઞ શબ્દ ન કહે. ટૂંકમાં જે વચન બીજને અપ્રિય લાગે તેવા શબ્દનો પ્રયોગ પણ ન કરે. ૪૬૪] સાધુ સ્વયં કુશીલ ન બને અને કુશીલોની સાથે સંગતિ પણ ન કરે, કારણકે કુશીલોની સંગતિથી સંયમ નષ્ટ તથા તેવા સુખભોગની ઇચ્છારૂપ ઉપસર્ગ પ્રાપ્ત થાય છે. માટે વિદ્વાનુ મુનિ આ સત્યને સમજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy