SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસ-૨ ૧૩૫ સંયમપૂર્વક પોતાનો નિવહિ કરવામાં સમર્થ થતા નથી. [૧૮૩-૧૮] સાધુને જોઇને તેના માતા પિતા આદિ સ્વજન તેની પાસે જઈ રડવા લાગે છે અને કહે છે-હે તાત! તું અમારું પાલન કર. અમે તારું પાલન પોષણ કર્યું છે. તું શા માટે અમને છોડી દે છે? પરિવારના લોકો સાધુને કહે છે-હે તાત! તમારા પિતા વૃદ્ધ છે, આ તમારી બહેન નાની છે, આ તમારો પોતાનો સહોદર ભાઈ છે, તો પણ તમે અમને શા માટે છોડી રહ્યા છો? હે પુત્ર ! માતા પિતાનું પાલન કરો. તો જ તમારો પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકિક આચાર છે. હે તાત ! ઉત્તરોત્તર જન્મેલા આ તમારા પુત્રો મધુરભાષી અને નાના છે. તમારી પત્ની પણ નવયૌવના છે, તેથી તે ક્યાંય પરપુરુષ પાસે ચાલી ન જાય! [૧૮૭-૧૯૦] હે તાત ! એક વાર ઘરે ચાલો. તમે ઘરનું કાંઈ કામકાજ કરશો નહીં. અમે બધુ કરી લેશું. એક વખત તમે ઘરેથી નીકળી ગયા હવે ફરીવાર ઘરે આવી જાવ. હે તાત! એક વખત ઘરે આવી સ્વજનોને મળી ફરી પાછા આવી જજો. તેથી કાંઈ તું અશ્રમણ થઈ જવાનો નથી. ગૃહ કાર્યોમાં ઇચ્છા રહિત તથા પોતાની રૂચિ પ્રમાણે કાર્ય કરતાં તમને કોણ રોકી શકે? તારી ઉપર જે દેવું હતું તે પણ અમે સરખે ભાગે વહેંચી લીધું છે અને તારા વ્યવહાર માટે જેટલા ધનની જરૂરત હશે તે પણ અમે તને આપીશું. આ પ્રમાણે બંધુ-બાંધવ કરૂણ બનીને સાધુને શિખામણ આપે છે. તે જ્ઞાતિજનોના સંગથી બંધાયેલો ભારેકર્મી આત્મા પ્રવ્રજ્યાને છોડી પાછો ઘેર ચાલ્યો જાય છે. [૧૯૧-૧૯૨] જેમ જંગલમાં ઉત્પન્ન થયેલ વૃક્ષને લતા બાંધી લે છે, તે પ્રમાણે સાધુને તેના સ્વજનવર્ગ ચિત્તમાં અશાંતિ ઉત્પન્ન કરી સ્નેહપાશમાં બાંધી લે છે. જ્યારે તે સાધુ સ્વજન વર્ગના-સ્નેહમાં બંધાઈ જાય છે ત્યારે તેઓ તેને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. તેમજ નવી વીમાયેલી ગાય પોતાના વાછરડાની પાસે જ રહે છે, તેમ પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. [૧૯૩] માતા પિતા વગેરે સ્વજન નો સ્નેહ મનુષ્યો માટે સાગરની જેમ દુસ્તર છે. આ સ્નેહમાં પડીને અસમર્થ પુરુષ કલેશ પામે છે અથતુિ સંસારમાં સદા રખડે છે. [૧૯૪ો સાધુ જ્ઞાતિવર્ગને સંસારનું કારણ માની છોડી દીએ છે. કારણ કે બધા સ્નેહ સંબંધો કર્મના મહા આશ્રદ્વાર છે. સર્વજ્ઞદેવ દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરે. [૧૯૫] કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ આ સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય, પણ અજ્ઞાની તેમાં આસક્ત થઈને દુઃખી થાય છે. [૧૯૬-૨૦૦] ચક્રવર્તી આદિ રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ બ્રાહ્મણ તથા અન્ય ક્ષત્રિય વગેરે ઉત્તમ આચારથી જીવન જીવનારા સાધુને ભોગ ભોગવવા માટે નિમંત્રિત કરે છે. પૂર્વોક્ત ચક્રવર્તી વગેરે કહે છે હે મહર્ષિ! તમે આ હાથી, ઘોડા, રથ અને પાલખી વગેરે પર બેસો. તેમજ ચિત્ત-વિનોદ માટે ઉદ્યાન આદિમાં ચાલો. તમે આ પ્રશંસનીય ભોગ ભોગવો. અમે તમારો સત્કાર-કરીએ છીએ. વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ અને શૈયાને ભોગવો. આ દરેક ચીજથી અમે તમારો સત્કાર કરીએ છીએ. તમે જે મહાવ્રત વગેરે નિયમોનું અનુષ્ઠાન કર્યું છે, તે બધું ગૃહવાસમાં રહેવા છતાં પણ તેજ પ્રમાણે રહેશે. આપ ચિરકાળથી સંયમનું અનુષ્ઠાન કરો છો એટલે હવે ભોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy